સાબરકાંઠા જીલ્લાના તલોદ ખાતે દોઢ લાખના વિદેશી દારુ સાથે 3 ઝડપાયા
સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના સાગપુર-તેનપુર રોડ કેનાલ પાસે ગલ્લામાંથી SMC વિદેશી દારુ સાથે સાગપુરના ત્રણ ઇસમોને કાર સાથે ઝડપી લીધા હતા. દોઢ લાખના મુદ્દામાલ સાથે તલોદ પોલીસ સ્ટેશનમાં 5 સામે ગુનો નોંધાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, તલોદ તાલુકાના સાગપુર ગામની સીમમાં સાગપુરથી તેનપુર જવાના રોડ પર આવેલ સુઝલામ-સુફલામ કેનાલ પાસે SMC બાતમી આધારે મંગળવારે રાત્રે રેડ કરીને ગલ્લામાંથી વિદેશી દારૂની 165 બોટલો રૂ.22,553, મોબાઈલ બે રૂ.15,000, હુન્ડાઈ કાર રૂ.80,000, રોકડ રૂ.33,990 મળી કૂલ રૂ.1,50,643નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લીધો સાગપુર ગામના ત્રણ ઇસમોને બાઈક સાથે ઝડપી લીધા હતા અને ફરાર બે સહીત પાંચ સામે તલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
પકડાયેલા આરોપી
1.મયુરસિંહ અરવિંદસિંહ ઝાલા(રહે.સાગપુર,માઢી ફળિયું,તા.તલોદ.જી.સાબરકાંઠા)
2.જયરાજસિંહ નટવરસિંહ ઝાલા(રહે.સાગપુર,દરબાર ફળિયું,તા.તલોદ.જી.સાબરકાંઠા)
3.વિજયસિંહ અભેસિંહ પરમાર(રહે.સાગપુર,મહુડીવાળુ ફળિયું,તા.તલોદ.જી.સાબરકાંઠા)