હિંમતનગરમાં રાખડીઓ પર લાગ્યો 22% GST નો રંગ

સાબરકાંઠા
સાબરકાંઠા

શ્રાવણ માસથી જ તહેવારોની શરૂઆત થાય છે અને સતત ચાર મહિના સુધી જુદા-જુદા તહેવારો ઉજવાય છે. ત્યારે શ્રાવણ માસની પૂનમે આવતા રક્ષાબંધનના તહેવારને લઈને હિંમતનગરમાં રાખડી બજાર શરૂ થઇ ગયા છે. તો આ વખતે રાખડી પર GST લગતા રાખડી મોંઘી થઇ છે. તો 3 રૂપિયાથી લઈને રૂપિયા 450 સુધીની રાખડીઓ અલગ-અલગ 2000 જાતની વેરાઈટીમાં બજારમાં આવી છે.

આ વખતે રાખડી પર 22 ટકા GST લગતા રાખડીઓ મોંઘી થઇ છે. તો ગત વર્ષે રૂપિયા ત્રણ વાળી રાખડી આ વખતે રૂપિયા પાચમાં મળે છે. તો 10 વાળી રાખડીઓ રૂપિયા 30 માં મળે છે. અલગ-અલગ અંદાજે 2 હજાર જેટલી વેરાઈટીની રાખડીઓ બજારમાં આવી છે. ભાભી રાખડી, ભાઈની રાખડી, ઓક્સોડાઈઝમાં અલગ-અલગ વેરાઈટી, શ્રીવલ્લી રાખડી, કાજુ કતરી રાખડી.

તો નાના બાળકો માટેની રમકડા વાળી, લાઈટવાળી, બેલ્ટવાળી, સ્પિનર વાળી રાખડીઓ આવી છે. તો સૌથી મોંઘી ડાયમંડ વાળી રાખડી રૂપિયા 450 ની છે. તો રાખડીઓનું બજાર હાલ લાગી ગયું છે. પંરતુ આ રંગ-બેરંગી રાખડીઓ પર આ વર્ષે GST નો રંગ લાગી ગયો છે. જેથી ગત વર્ષ કરતા આ વર્ષે રાખડીઓ મોંઘી થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.