સાબરડેરી પાસે STની ટક્કરે 2 બાઈક સવાર યુવકો ઘાયલ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરડેરી નજીક ગુરુવારે સાંજે રોડ ક્રોસ કરવા દરમિયાન એસટીના ચાલકે ટક્કર મારતા બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તા. 30-06-22 ના રોજ સાંજે 6:15 વાગ્યાના સુમારે સાબરડેરી બોરીયામાં બાઈક નંબર જીજે-09-એએમ-6544 પર જઈ રહેલા સંજયસિંહ શિવસિંહ પરમાર અને ભગીરથસિંહ હીરસિંહ મકવાણા રોડ ક્રોસ કરી રહ્યા હતા.

તે દરમિયાન એસટી નંબર જીજે-18-ઝેડ-7809 ના ચાલકે ટક્કર મારતા બંને જણા રોડ પર પટકાયા હતા અને સંજયસિંહને માથામાં અને મોઢા ઉપર ગંભીર ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા એ અંગે શિવસિંહ ઉમેદસિંહ પરમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.