સાબરકાંઠામાં ચંદનના વૃક્ષની ચોરી કરનાર 13ની ધરપકડ કરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકામાં છેલ્લા અઢી મહિનાથી સુગંધિત કિંમતી ચંદનના ઝાડની ચોરી આચરનાર પુષ્પા-પુષ્પા ગેંગના ત્રણ આરોપીઓની બાઈક સાથે એલસીબીએ ધરપકડ કરી છે. પોલીસે ચાર લાખ રૂપિયાનું સુગંધિત ચંદન રિકવર કર્યું છે. આમ ત્રણ સગીર આરોપી સહીત 13 લોકોની પોલીસે ધરપકડ કરી છે. તો પુષ્પા-પુષ્પા ગેંગના સાતઆરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાં ખેડૂતો ખેતરના શેઢા પર કિંમતી ચંદનના ઝાડનું વાવેતર કરે છે ત્યારે ઇડર પંથકમાં તૈયાર થયેલ કિંમતી ચંદનના ઝાડની કેટલાય સમયથી ચોરી થઈ રહી છે. ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ ઇડર આસપાસથી કિંમતી ચંદન ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના નામો પણ જાહેર કર્યા હતા. જેમાં ત્રણ મહિલા, ત્રણ કિશોરો સહિત અન્ય એક રીસીવર સહિત તમામ 10 જેટલા આરોપીઓ કિંમતી ચંદનની ચોરી આચરતા હતા.

આરોપીઓ દિવસે રુદ્રાક્ષ અને મહિલાઓની કટલરી વેચાણ માટે ગામડાઓમાં ફરતા હતા. તે દરમિયાન ચંદનના ઝાડની રેકી કર્યા બાદ રાત્રીના સમયે ચંદનના ઝાડને કરવત વડે કાપી ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. તો ચંદનના ઝાડ કાપ્યા બાદ લઇ જવાય તેટલા લઇ જતા હતા અને બાકીના નજીકમાં ખાડો ખોદી દાટી દેતા હતા અને સમય પ્રમાણે તે કાઢી તેમના ઇડરના સહકારી જીન માર્કેટ પાછળના મેદાનમાં નાખેલ પડાવ લઇ જતા હતા. પડાવ નજીક પણ ખાડો ખોદી ચંદન દાટી ડેટા હતા અને તેની છાલ પણ દાટી દેતા હતા.

ઇડર તાલુકાના ઇડર પોલીસ મથકે ચોરીના સાત ગુન્હા અને જાદર પોલીસ મથકે એક એમ આઠ જેટલા ગુન્હા નોંધાયેલ છે. જેની આરોપીઓએ કબૂલાત પણ કરેલ છે. તો બીજી તરફ આરોપીઓએ અત્યાર સુધી અંદાજીત 15 લાખના ચંદન ચોરીના સાત ગુનાઓ કબુલ કરેલ છે. જેમાંથી ચાર લાખ રૂપિયાનું ચંદન ઝડપાયું છે. તો બાકીનું 11 લાખનું ચંદન ઉત્તર પ્રદેશમાં કનોજ ખાતે વેચાણ કરી દીધું છે. જિલ્લામાંથી ચોરાયેલ કિંમતી ચંદનમાંથી પોલીસે ચાર લાખ રૂપિયાનું ચંદનના ઝાડ રિકવર કર્યા છે. ચંદનમાંથી પોલીસે ચાર લાખ રૂપિયાનું ચંદનના ઝાડ રિકવર કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.