
સાબરકાંઠા જિલ્લામાં મતદાન સ્લીપ વિતરણની 100 ટકા કામગીરી પૂર્ણ
સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભામાં 11 લાખથી વધુ મતદારો માટે મતદાર સ્લીપોનું વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તંત્ર દ્વારા 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. તો 7 હજારથી વધુ મતદાર સ્લીપો આપી શકાઈ નથી. તો આ બારકોડ વાળી મતદાર સ્લીપ માહિતી માટે છે, પરંતુ મતદાન માટે આધાર નથી. તે મતદારોએ અવશ્ય ધ્યાન રાખવું જરૂરી છે.
આ અંગેની વિગત એવી છે કે ચુંટણી વિભાગ દ્વારા મતદારોને મતદાન સ્લીપ પાછળ ગુગલ મેપ તો આગળ બારકોડ આપવામાં આવ્યો છે. જેને લઈને મતદારને પોતાની સચોટ માહિતી અને તેનું મતદાન કરવાના મતદાન મથકની સંપૂર્ણ માહિતી મળી રહે તે હેતુથી ચુંટણી વિભાગ દ્વારા મતદાર સ્લીપ તૈયાર કરી છે.