હિંમતનગરમાં સન કોમ્પલેક્ષની 2 દુકાનમાં 1.38 લાખની ચોરી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના મોતીપુરામાં આવેલ સન કોમ્પલેક્સની 2 દુકાનોમાંથી બે અજાણ્યા શખ્સોએ તાળું તોડી અંદર પ્રવેશી કુલ રૂ.1.38 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોતીપુરા સન કોમ્પ્લેક્સમાં આવેલ દીપેન અશોકકુમાર રાવલની દુકાન અને બાજુમાં આવેલ તેજસ ધર્મેન્દ્ર ભટ્ટ નીશિવ પાર્લરની દુકાનમાંથી તા.30-10-21 ના રોજ સવારે 5:25 વાગ્યા થી 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બંને દુકાનનાં તાળાં તોડી બે શખ્સોએ અંદર ઘૂસી કુલ રોકડા રૂ.58 હજાર તથા દીપેનભાઈની દુકાનમાંથી બે લેપટોપ કિં. 60 હજાર, સીસીટીવીનું ડીવીઆર કિ.20 હજાર મળી કુલ કિ.1,38,000 ની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતાં અને બંને શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.