ખેડબ્રહ્મા આંગડિયા ફાયરિંગ લૂંટનો એક આરોપી ઝડપાયો : સાત લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ હિંમતનગર : સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ૧૫ દિવસ પહેલા એક આંગડીયા પેઢીના કર્મચારી સાથે લૂંટ તેમજ હત્યા કર્યાના બનાવના પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો હતો. જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે  એક આરોપીની ૭ લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખેડબ્રહ્મામાં ૧૫ દિવસ અગાઉ એમ માધવલાલ નામની આંગડીયા પેઢીનો કિરણ નાયક નામનો કર્મચારી પેઢીના કામકાજ અર્થે રૂપિયા લઈ જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વ્યક્તિઓ એક કારમાંથી ઉતરી ફાયરિંગ તેમજ ચપ્પાનાં ઘા મારી  રૂપિયાની બેગ લઈ ફરાર થઈ ગયા હતા જેના પગલે આંગડિયા પેઢીના કર્મચારીનું ઘટના સ્થળે મોત થયું હતું જેના પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો હતો જો કે પંદર દિવસ બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસે ૨૦થી વધારે ટીમો કામે લગાવી સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે અને એક આરોપી મોહમ્મદ અનીશ સોલંકી ( વિરમગામ ) ની ૭ લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરાઇ છે. જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીકે આ સમગ્ર ઘટનાક્રમ માટે રેકી સહિત આરોપીઓને ઘટના સ્થળે પહોંચાડવાના કામમાં આરોપી ભાગીદાર હતો તેમ જણાવ્યું હતું. સાથોસાથ આ આરોપીએ મુખ્ય આરોપીઓની વિગતો આપી સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ કરવામાં પાયાની ભૂમિકા ભજવી હતી આરોપીઓ આસપાસના જિલ્લાઓમાં પણ લૂંટ વિથ મર્ડરની ઓપરેન્ડી અપનાવતા હોવાનું પણ ખુલ્યું છે અને તે અંગે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે જોકે ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર નો ગુનો ઉકેલવા પાછળ સાબરકાંઠા જિલ્લા પોલીસની ૨૦ થી વધુ ટીમો તેમજ ૧૫૦થી વધારે જગ્યાઓના સીસીટીવી ફૂટેજ કબજે લઇ આરોપીઓ સુધી પહોંચી હતી. હાલમાં વિરમગામના મોહમ્મદ અનીશ નામના આરોપીની ગુનામાં વપરાયેલા વાહનો સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આગામી સમયમાં સમગ્ર લૂંટનો ગુનામાં ભાગીદાર તમામ ગુનેગારો અને આરોપીઓને ઝડપી લેવામાં જિલ્લા પોલીસને ટુંક સમયમાં સફળતા મળે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે. ખેડબ્રહ્મા પોલીસે ફ. ગુ. ર. નબર ૪૧/૨૦૨૦ ઇપિકો કલમ ૩૯૭.૩૦૨ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧બીએ )૨૭ તથા જી પી એકટ ૧૩૫ મુજબ ગુનો નોધી આરોપીને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.