
હિંમતનગરના હાથમતી વિયરથી નીકળતી બ ઝોનમાં અને 52 વર્ષ બાદ ક ઝોનની કેનાલમાં 80 વર્ષ બાદ 40 કિમી લાઇનિંગનું કામ શરુ
હિંમતનગર હાથમતી વિયરથી હાજીપુર સુધીમાં બ ઝોનની કેનાલમાં પીચીંગ અને લાઇનિંગનું કામ ચાલી રહ્યું છે. તો 80 વર્ષ બાદ મોતીપુરાથી હાજીપુર સુધી સાડા ચાર કિમી કેનાલ અને વિયરથી મહાવીરનગર સિંચાઈ ભવન સામેની કેનાલ સુધીનું પીચીંગ કામ ચાલી રહ્યું છે. 2.37 કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે.
ઉપરાંત પ્રાંતિજના સલાલથી વદરાડ (મેમદપુર) સાડા ચાર કિમી અને વદરાડ(શાંતિપુર)થી બાલીસણા સાડા સાત કિમી અને બોખ ફીડર પોણા પાચ કિમી સલાલથી પિલુદ્રા મળી કુલ અંદાજીત 17 કિમીની કેનાલમાં 5 કરોડના ખર્ચે લાઇનિંગની કામગીરી 52 વર્ષે કરવામાં આવી છે. હાલમાં પિલુદ્રાથી મજરા સુધીની મુખ્ય કેનાલથી ક ઝોનની 17 કિમી કેનાલનું સાડા પાંચ કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે.
આ અંગે હિંમતનગર હાથમતી સિંચાઈ પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.કે.પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગરના હાથમતી વિયરથી અ, બ અને ક એમ ત્રણ ઝોનની કેનાલ થકી હિંમતનગર, પ્રાંતિજ દહેગામ અને ગાંધીનગરના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. ત્યારે હાલમાં બ ઝોનની મુખ્ય કેનાલમાં ત્યારે 80 વર્ષ બાદ કેનાલમાં લાઇનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં 22 કિમી કેનાલમાં લાઇનિંગની કામગીરી શરુ કરાઈ છે. કેટલીક પૂર્ણ પણ થઇ ગઈ છે. ત્યારે ક ઝોનની કેનાલમાં 52 વર્ષ બાદ 17 કિમીની કેનાલમાં લાઇનિંગનું કામ શરુ કરવામાં આવ્યું છે. આમ 50થી 80 વર્ષ બાદ બ અને ક ઝોનમાં 40 કિમી કેનાલમાં લાઇનિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ખેડૂતો પાણી સરળતા અવરોધ વગર મળી રહેશે અને પાણીનો બગાડ પણ નહીં થાય. તો અંદાજીત 13 કરોડના ખર્ચે આ તમામ કામ થશે.