પ્રાંતિજમાં RAF-100 બટાલિયન ટીમની ફ્લેગમાર્ચ આજે યોજાશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે RAF-100 બટાલીયનની ફ્લેગમાર્ચ યોજાશે. તો ગઈકાલે ઈડર શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં RAF બટાલિયન ટીમ દ્વારા ફ્લેગમાર્ચ યોજીને કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા શહેરના વરિષ્ઠ નાગરિકો અને સમાજ સેવકોને માહિતી આપવાના હેતુથી ફ્લેગમાર્ચ યોજાઈ હતી.

ભારત દેશની રક્ષા માટે સતત રાત દિવસ ખડેપગે રહી સેવાઓ આપતી CRPF ની સ્પેશિયલ ફોર્સ RAF-100બટાલિયન ટીમ અમદાવાદ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં 19 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી સુધી જિલ્લામાં આવેલા પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બને અને શહેરોના વિસ્તારોના પરિચિત અભ્યાસ હેતુ ફ્લેગમાર્ચ યોજવામાં આવી રહી છે.
19મી જાન્યુઆરીથી ફ્લેગમાર્ચ શરૂ કરવામાં આવી હતી. જેમાં હિંમતનગર, તલોદ, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, ઇડર તાલુકાના પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ફલેગમાર્ચ પૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે આજે 25 જાન્યુઆરીના છેલ્લા દિવસે પ્રાંતિજમાં પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં RAF-100 ની ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
ઈડર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સાંજે RAF-100 બટાલિયન ટીમ અમદાવાદ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. RAF-100 બટાલિયન ટીમ દેશના કોઈપણ ભાગમાં કોઈપણ દંગા અને દંગન નિયંત્રણ હેતુ હર હંમેશા તૈયાર રહે છે અને દેશના ખૂણેખૂણે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તત્પર રહે છે. ત્યારે RAF-100 બટાલિયન ટીમ અમદાવાદ દ્વારા પોલીસ ફોર્સની છબી વધુ મજબુત બનાવવા શહેરના નાગરિકો વચ્ચે જઈ પરિચિત અભ્યાસ હેતુ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
ફલેગમાર્ચનો હેતુ અસામાજિક તત્વો માટે કડક દાખલો બેસાડવા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સ્થાનિક પોલિસ ને સહાયતા કરવા માટેનો છે. જેમાં RAF-100 બટાલિયન અમદાવાદ ટીમના કમાડન્ટ ગોવિંદ પ્રસાદ ઉનિયાલ RAF ફોર્સ ટીમના જવાનો ઈડર પોલીસ સ્ટેશના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.