ખેડબ્રહ્મામાં ઉત્તરાયણ પહેલા આફત, બાઇક ચાલકનું ગળું કપાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

ખેડબ્રહ્મા
          શહેરમાં ઉત્તરાયણ પહેલા જ અકસ્માતની ઘટના સામે આવી છે. સ્ટેટ હાઇવેથી પોતાના ઘર તરફ જતા બાઇક ચાલકને ધારદાર દોરી અચાનક ગળાના ભાગે આવી જતાં કાપો પડી ગયો હતો. દોરી એટલી તીક્ષ્ણ હોઇ ગળાનો કેટલોક ભાગ કપાઇ જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. ઘટનાને પગલે બાઇકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોશ ગુમાવી ગયો હતો. આથી સ્થાનિકો અને સગાંઓ તાત્કાલિક આવી જતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
 
          સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરના પ્રતાપસિંહ રાઠોડ નામના બાઇક ચાલકને ઉત્તરાયણ પહેલા મોટી આફત આવી છે. રાજ્ય હાઇવેથી પોતાના ઘર તરફ જતાં દરમ્યાન અચાનક ગળાના ભાગે પતંગ રસિયાઓની દોરી ટકરાઇ હતી. દોરી એટલી ધારદાર હતી કે, જોતજોતામાં ગળાના ભાગે મોટો કાપો પડી ગયો હતો. અકસ્માતને પગલે બાઇકચાલકને તાત્કાલિક અસરથી ખાનગી દવાખાને સારવાર લેવાની ફરજ પડી હતી. જેમાં પ્રતાપસિંહને ગળાના ભાગે ૧૦ ટાંકા આવ્યા હોઇ ઉત્તરાયણની મજા વગર વાંકે બગડી છે.
 
          સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉત્તરાયણને હજુ બે દિવસની વાર છે ત્યારે પતંગ રસિયાઓની અત્યારથી જ શરૂઆત થઇ છે. જેમાં આજે બનેલી ઘટના બાદ શહેરના રાહદારીઓ અને વાહનચાલકોને ભારે ફફડાડની વચ્ચે પસાર થવાની નોબત આવી છે. ઉલ્લેખનિય છે કે, બજારમાં ગેરકાયદેસર આવતી ચાઇનીજ દોરી તે સિવાયની તિક્ષ્ણ 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.