આઇ.સી.આઇ.સી.આઇ બેંક દ્રારા નગરપાલિકા સફાઇ કર્મિઓ માટે ૨૦૦ સેનિટાઇઝરની બોટલ ભેટ અપાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા 373

રખેવાળ ન્યુઝ સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ પોઝીટીવ આવ્યા બાદ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા કોરોનાનુ સંર્ક્મણ ફેલાય નહિ તે માટે ખાસ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે સ્વચ્છતા પર ખુબ જ ભાર અપાઇ રહ્યો છે ત્યારે હિંમતનગર નગરપાલિકાના સફાઇ કર્મિઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે ફ્‌ર્ન્ટલાઇન વોરિયર્સ તરિકે ખુબ જ સરાહનિય કામગીરી કરી રહ્યા છે. આ કર્મયોગીઓના આરોગ્યની ચિંતા કરી હિંમતનગર આઇ.સી. આઇ.સી.આઇ બેંકે આ કર્મયોગીઓ માટે સેનિટાઇઝરની ૨૦૦ બોટલ ભેટમાં આપી હતી.
કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા માટે સ્વચ્છતા જરૂરી છે તેથી આ સફાઇ કર્મિઓ શહેર અને નાગરીકોના ઘરોની ગંદકી ઉઠાવે છે. આ ગંદકીથી તેમને કોઇ બિમારી ના લાગુ પડે એ માટે હિંમતનગર બ્રાન્ચ આઇ.સી. આઇ.સી.આઇ બેંકેના આ પગલા દ્રારા આ કર્મિઓના કાર્યને માન આપીને તેમના આરોગ્યની દરકાર કરી નગરપાલિકા પ્રમુખ શ્રી અનિરૂધ્ધ સોરઠીયા અને ચીફ ઓફિસર શ્રી અલ્પેશ પટેલને આ સેનિટાઇઝરની ૨૦૦ બોટલો સફાઇ કર્મિઓ માટે ભેટ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.