જેણે મૃત્યુને હરાવીને ખેલ જગતમાં ચમત્કાર સજર્યો

રસમાધુરી
રસમાધુરી

એક બાર વરસનો માંદો બાળક .જેના શરીરના હાડકાં દેખાય.નામ એનું -બોબ રોબર્ટ. બી. મથાયસ. બોબ એક સાધારણ બાળકની જેમ મોટો થઈ રહ્યો હતો.અચાનક દસ વરસની વયે તેના શરીરમાં લોહીની ઉણપ વર્તાવા લાગી.આમને આમ બે વરસ પસાર થઈ ગયા.સેંકડો ઈંજેક્શનો અને વિભિન્ન પ્રકારની દવાઓ એને આપવામાં આવી હતી.એના શરીરમાં લોહીની એટલી બધી ઉણપ વર્તાતી હતી કે તે હલન-ચલન પણ કરી શકતો નહોતો.સામાન્ય રીતે લોહીની ઉણપ ક્યારેક પ્રાણઘાતક પણ નીવડે છે.અને એના કારણે જ એના શરીરમાં અનેક રોગોએ પોતાની પકડ જમાવી હતી.
ડૉૅક્ટરોએ તો બોબના જીવવાની આશા જ છોડી દીધી હતી.પરંતુ બોબમાં જીવવાની અદ્‌ભુત ઈચ્છા હતી.તે માત્ર સ્વસ્થ થવા નહોતો માંગતો પણ સાથોસાથ રમત જગતની દુનિયામાં જઈને ઊંચાઈના શિખર પર પહોંચવા માંગતો હતો.
દવાઓએ એની અસર તો દેખાડી પરંતુ આ તો બોબની ઈચ્છાશક્તિની કમાલ હતી.૧૪ વર્ષનો થતા તે સ્વસ્થ થવા લાગ્યો.
ડૉક્ટરોએ એને ફર્શ પરથી અર્શ પર ઊભો કરી દીધો.જ્યારે તે પ્રથમ વાર જમીન પર ઊભો રહ્યો ત્યારે તેના પગ કાંપવા લાગ્યા.તે પડવા ગયો ત્યાં જ ર્ડોક્ટરોએ એને પકડી ડૉક્ટરોએ એને ટટ્ટાર ઊભો રહેવાને કહ્યું.બોબે લાચાર બનીને ડૉક્ટરોની સામે જાેયું.એની માતા અને ડૉક્ટરોએ એને પ્રોત્સાહિત કર્યો.ખૂબ જ મુશ્કેલીથી બોબ પોતાના પગ પર ટટ્ટાર ઊભો રહ્યો.પોતાની જાતે હલનચલન ન કરી શકનાર અને દિવસના ૧૮ કલાક પથારીમાં સોનાર બોબ માટે એક બહુ મોટી ઉપલબ્ધિ હતી.
બીજા દિવસે ડૉક્ટરોએ બોબને માત્ર ઊભો ન રાખ્યો,પરંતુ એને સહારો આપીને ચાર-પાંચ પગલાં ચલાવ્યો પણ ખરો.!
ત્રીજા દિવસે દસ પગલાં..પછી પંદર..વીસ..અને પછી તો ચમત્કાર થયો કે થોડાક દિવસો બાદ બોબ દોડવા લાગ્યો.તે જુદા-જુદા પ્રકારની રમતોમાં ભાગ લેવા માંડ્યો.
રમત-ગમતના કારણે તે સારો ખોરાક લેતા બોબની શારીરિક વિકાસ ઝડપથી થવા માંડી.માત્ર ૧૭ વર્ષની ઉંમરે તે ૬ફૂટ બે ઈંચ લાંબો ખૂબસુરત જુવાન બની ગયો.જેનું વજન હતું ૧૯૦ પાઉન્ડ.બોબ ફૂટબોલ,બાસ્કેટબોલ રમતો હતો.તે દોડની સ્પર્ધામાં પણ ભાગ લઈને વિજેતા બનતો હતો.બોબને અનેક રમતગમતમાં રૂચિ હતી.
બોબની આનંદની કોઈની સીમા રહી નહોતી.જ્યારે એને ૧૯૪૮ના ઓલમ્પિક ખેલમાં અમેરિકા તરફથી રમવાને માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો.એને ઓલમ્પિકની સૌથી અઘરી સ્પર્ધા ડૈકથલાન (લગાતાર દસ રમત રમવાને માટે)ને માટે પસંદ કરવામાં આવ્યો હતો.
લંડનમાં આયોજિત ૧૯૪૮નો ઓલમ્પિક રમતમાં ડૈકેથલાનમાં ર૦ રાષ્ટ્રોના સૌથી ઉત્તમ ખેલાડીઓ ભાગ લેવાને માટે આવ્યા હતા.સત્તર વર્ષના બોબે આ સ્પર્ધામાં હેરત અંગે જ કારનામા કરીને બધાને આશ્ચર્યચકિત કરી મૂક્યા.
બોબે ૧૦૦ મીટરની દોડ માત્ર ૧૧.૮ સેકન્ડમાં પૂરી કરી હતી.બ્રાન્ડ જમ્પમાં એણે લગભગ રર ફૂટનું અંતર પાર કર્યું હતુ.ગોળો એણે ૪ર ફૂટ ૬.પ ઈંચના અંતર સુધી ફેંક્યો હતો.ઊંચી કૂદમાં પણ બોબ વિજયી બન્યો હતો.૪૦૦ મીટરની દોડમાં એણે માત્ર ૪૧.૭ સેકન્ડનો સમય લીધો હતો.સૌથી મજાની વાત તો એ હતી કે આ બધી સ્પર્ધામાં વિજય માત્ર એક જ દિવસમાં મેળવ્યો હતો.
ત્યારબાદ બીજા દિવસે બોબે ર્પાલર્વોલ્ટમાં ૧ર ફૂટની ઊંચાઈ પાર કરી હતી.ભાલાફેંકમાં ૧૬૪ ફૂટ ભાલો ફેંકીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો.૧પ૦૦ મીટરની દોડમાં ભાગ લીધો હતો.ઊંચી કૂદ તથા ૧૧૦ મીટરની વિઘ્નદોડ પૂરી કર્યા બાદ એના અંકોની સંખ્યા સર્વાધિક રહી હતી.૬૮ર૬ અર્થાત્‌ એ કે એ વરસ ઓલમ્પિકમાં બોબ મથાયસથી વધુ અંક બીજા કોઈ ખેલાડીએ પ્રાપ્ત કર્યો નહોતો.
આ પ્રકારે સત્તર વર્ષના બોબ ડેકૈથલાન વિશ્વ-ચેમ્પિયન બની ગયો.તે એક એવો ખેલાડી હતો.જેણે જીવીત રહેવાની ઉમ્મીદ પણ કોઈને નહોતી.એણે રમતગમતની ઊંચાઈઓના શિખર પ્રાપ્ત કર્યા હતા.
ચાર વર્ષ બાદ હેલસિંકીમાં રમાયેલ ઓલમ્પિક રમતમાં બોબ મથાયસે ડૈકેથલાનમાં બીજી વાર વિજય પ્રાપ્ત કર્યો હતો.આ વખતે પણ વધુ અંક પ્રાપ્ત કર્યા હતા.હેલસિંકી ઓલમ્પિકમાં બોબને ૭૭૩૧ અંક મેળવ્યા હતા.
ઓલમ્પિક ખેલોમાં ડૈકેથલાનમાં બે વાર વિજય મેળવાર બોબ રોબર્ટ બી.મથાયસ વિશ્વનો એક માત્ર ખેલાડી છે.
વાસ્તવમાં બોબે આખા વિશ્વને દેખાડી આપ્યું કે ઈચ્છા-શક્તિમાં એ તાકાત છે.જેના બળ પર એના જેવો માંદલો અને મરણાસન્ન વ્યક્તિ પણ ખેલોમાં ઊંચાઈના શિખરો મેળવે છે.નિશ્ચય હી ર્બાબે દુનિયાની સામે અનુકરણીય પ્રેરણાદાયક ઉદાહરણ રજૂ કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.