કોમ્પ્યુટર યુગમાં પણ પેન્સિલે પોતાની યશોગાથા જાળવી રાખી છે

રસમાધુરી
રસમાધુરી

આજે દુનિયામાં સૂચનાઓના સંગ્રહ તથા આદાન- પ્રદાન માટે કોમ્પ્યુટર અને અન્ય સંચાર સાધનોના યુગમાં આજે પણ પેન્સિલે પોતાની એક અલગ ઓળખ બનાવી રાખી છે. આજે પેન્સિલનો વપરાશ ઓછો નથી થયો, પરંતુ ૧પ ટકાના દરે વધી રહ્યો છે. આજે વિશ્વમાં અનેક પ્રકારની પેનો જેમાં પીનવાળી જે આજે ઓછી જાેવા મળે છે. આજે અલગ અલગ પ્રકારની પેન -બોલપેનોનું ચલણ વધ્યું હોવા છતાંય પેન્સિલનો કોઈ વિકલ્પ શોધાયો નથી.

બાળકોના ગણિતના કોયડાઓ ઉકેલવાને માટે, વિજ્ઞાનના મોડલો કાગળ ઉપર ચીતરવાને માટે, પેઈન્ટરને કોઈ ચિત્ર કે અક્ષર દોરવા હોય ત્યારે તેના માટે કેનવાસ, લાકડા ઉપર આઉટ લાઈન કરવાને માટે, કોઈ ફનિચર બનાવવાને માટે, લાકડા પર નિશાન લગાવવાને માટે અથવા તો વાસતુકાર ( અર્કિટેકર) કોઈ મકાન કે ભવનનો નકશો બનાવવો હોય ત્યારે પેન્સિલ વગર ચાલતું નથી. પેન્સિલ કયારેય સૂકાતી નથી કે તૂટવાનો પણ ડર રહેતો નથી. પેન્સિલનો અંતરિક્ષમાં પણ કયાંક ઉપયોગ લેવાનો દાખલો પણ વાંચવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે લોકો પેન્સિલની ઉપેક્ષા જરૂર કરે છે. પરંતુ પેન્સિલના ચાહકોની પણ અછત નથી. પેન્સિલ પ્રેમીઓએ બિલ ફેડરેશનની અધ્યક્ષતામાં ન્યૂયોર્કમાં એક પેન્સિલ કલબની સ્થાપના પણ કરી છે. જેનો નારો છે ‘ પેન્સિલવાળા સૈા એક હો જાવ, એટલું જ નહીં વોલ્ફ ગૈકવાન હોસ્ટેલે જર્મનીમાં દુનિયાની દુર્લભ અને આધુનિક પેન્સિલોનો સંગ્રહ કરી રાખ્યો છે.

હોસ્ટેલ હોમ નામથી તે એક પેન્સિલ નિર્માણ કંપની ફેવર કોસ્ટેલ કંપની પણ ચલાવે છે. જે ૧.૮ મિલિયન પેન્સિલો વરસે બનાવે છે. આ કંપનીની ૧પ જેટલી ફેકટરીઓ અને આશરે પાંચ હજારથી વધુ લોકો કામ કરી રહ્યાં છે. પેન્સિલ પર એના પ્રેમીઓએ એક વેબસાઈટ પણ બનાવે છે.વિશ્વમાં સૈા પ્રથમ પેન્સિલ કોણે બનાવી તે તો ખબર નથી. પરંતુ સન ૧૪૦૦ થી તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ચિત્રકારોએ સૈા પ્રથમ એનો ઉપયોગ શરૂ કર્યો હતો. તે સમયે લૈડ, જિંક તથા સિલ્વરની પેન્સિલો અસ્તિત્વમાં હતી. એના દ્વારા બનેલા ચિત્રોને સિલ્વર પોઈન્ટ ડ્રોઈગ કહેવામાં આવતા હતા. શરૂઆતમાં પેન્સિલોને રોમ (ઈટાલી) માં પ્લમ બમ કહેવામાં આવતી હતી. અને લેટિન ભાષામાં લૈડ કહેવાય છે. સન ૧પ૬૪ માં તેને પ્લેગબાગો અને પછી લૈડ પેન્સિલ કહેવામાં આવ્યું.

એ સમયે ઈગ્લેન્ડમાં શુદ્ધ ગ્રેફાઈટની ખાણ મળી આવી ગ્રેફાઈટની દિન પ્રતિદિન માંગ વધતાં ઈગ્લેન્ડના શુદ્ધ ગ્રેફાઈટ પર ચોર લૂટારાની નજર હતી. એટલે ગ્રેફાઈટની ખાણમાં ચોવીસ કલાક માનવ પહેરો રાખવામાં આવતો હતો કે.ડબલ્યું સ્કીલ નામના એક રસાયણ શાસ્ત્રીએ પરીક્ષણ કરીને બતાવ્યું કે પેન્સિલમાં જે મુખ્ય તત્વ જેને લેડ કહેવામાં આવે છે. વાસ્તવમાં તે લૈડ નહી પરંતુ કાર્બન છે. કાર્બનનો પર્યાયવાળી યુનાની શબ્દ ગ્રેફાઈટ છે.

શરૂઆતમાં બનતી પેન્સિલો વારંવાર તૂટી જતી હતી. અને આસાનીથી ચાલતી પણ નહોતી. સૈા પ્રથમ જર્મનીએ ટકાઉ અને સુંદર પેન્સિલનું નિર્માણ કર્યું એણે સલ્ફર એટીમની અને ગ્રેફાઈટનું નિર્માણ કરીને જે પેન્સિલ બનાવી તે શરૂઆતની પેન્સિલ કરતાં વધુ ટકાઉ અને મજબુત હતી.

સન ૧૭૯પ માં એક યુવાન રસાયણ વૈજ્ઞાનિક નિકોલસ જૈકસે ગ્રેફાઈટ અને માટીને અગ્નિમાં ગરમ કરીને નરમ ગ્રેફાઈટ બનાવ્યું જે કાગળ પર સરળતાથી લખાવા માંડયું

આજે તો પેન્સિલ લાલ, પીળી, વાદળી, કાળી અલગ અલગ રંગોમાં મળે છે. ૧૮૯૦ પહેલા પેન્સિલની ઉપર આવેલ લાકડામાં કોઈ રંગ વપરાતો નહોતો. પરંતુ ત્યારબાદ સૈા પ્રથમવાર ચીનમાં પીળો રંગ વાપરવાનું શરૂ થયું . અમેરિકામાં અલ્ફ્રેડ બેરાલે ૧૮પ૬ માં ઈગલ પેન્સિલ કંપની બનાવીને ફેકટરી ચાલુ કરી દીધી. પેન્સિલ વાપરવામાં વિશ્વ પ્રખ્યાત વ્યકિતઓમાં ચિત્રકાર લિયોનાદો દ વીન્ચી, પાબ્લો પિકાસો, પ્રખ્યાત વૈજ્ઞાનિક આઈઝેક ન્યૂટન, થોમસ આલ્વા એડિસન, એચ.જી.વેલ્સ, ચાલ્સ ડાર્વિન, કવિ ગૂટર ગ્રાંસ, લેખક વિકટર હયુગો મેન્કસમ ગોકી જેવા અસંખ્ય માનવીઓએ પેન્સિલને પ્રસિદ્ધ બનાવી છે. કોનરેડ જેસનરે ૧પ૬પ માં પેન્સિલનો ઈતિહાસ અને પેન્સિલના વિવિધ પાસાઓ પર વિસ્તારપૂર્વક માહિતી આપીને પેન્સિલને વિશ્વખ્યાતિ
અપાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.