સંજય અક્ષય દીપડાને ભગાડયો

રસમાધુરી
રસમાધુરી

‘મમ્મી મામાને ઘેર કયારે જવાની ?’ અક્ષયે જયારે ચોથી વાર એકની એક રઢ લઈને પૂછયું તો તેની માએ કહ્યું, ‘સવારે જઈશું એમ એક વાર તો કહી દીધું છે પછી વારેવારે શું કામ પુછે છે ?’
મારે સ્કૂલમાં વેકેશન છે અને મારે પણ સંજયને મળવું છે મમ્મી હું તારી સાથે આવીશ..’ અક્ષયે વાતનો ફોડ પાડયો.
‘હા ભલે આવજે, પણ સવારે વહેલો ઉઠી જજે. નહીંતર અહીં જ રહી જઈશ સમજ્યો !’ મા બોલી.
‘ઉઠવાનું શું મમ્મી હું તો સુઈશ જ નહીં.’ અક્ષયે આવું કહ્યું ત્યારે માને તેના ભોળપણ પર હસવું આવી ગયું.
તું સુવે છે કે નહીં પણ મને નીંદર નહીં આવે. સવારે વહેલી ઉઠીને જઈશ રક્ષાબંધન છે તેથી મારે પણ મારા ભાઈને મળવું છે સમજ્યો ને ? માએ હસતાં હસતાં કહ્યું.
સવાર થતાં જ અક્ષય તેનાં મમ્મી-પપ્પાની સાથે મામાને ગામ પહોંચી ગયો તેનો મામાનો દિકરો સંજય આમ તો તેનાથી ચાર વર્ષમોટો હતો પણ બંને વચ્ચે ભાઈબંધી ખુબ હતી.
બંને મળીને ખુબ રાજી થયા. આપસમાં ખુબ વાતો કરતા રહ્યા.બપોરે ખાવાનું ખાઈ લીધા પછી જ્યારે તેમને ગામની બહાર જંગલમાં ગાય, બળદ, ભેંસ ચરાવવા જવાનું કહેવામાં આવ્યું તો તેમને એમ લાગ્યું કે,જાઈતું’ તું ને વૈદ્યે બતાવ્યું. હવે તેઓ ત્યાં મન ભરીને વાતો કરી શકશે.
જયારે તે જવા લાગ્યા ત્યારે પાડોશના બીજા પણ કેટલાય નાના છોકરા તેમની સાથે તૈયાર થઈ ગયા. ઘેરથી પ્રાણીઓને હાંકતા ધીરે ધીરે તે બધા ગામના નજીકમાં આવેલ જંગલના સીમાડે ચાલી નીકળ્યાં.
જંગલ ખુબ વૃક્ષાચ્છાદિત અને હરીયાળું હતં. પ્રાણીઓ ચરે તેવું ઘાસ પણ ખુબ હતું. જેથી પ્રાણીઓ તો માથું નીચું કરી ચરવા મંડી પડયા. છોકરાંઓ એક ખુલ્લી જગ્યા જાઈ ભેગા મળી વાતો કરવા લાગ્યા.
બસ પછી તો પૂછવું જ શું ? એક છોકરો બાકી બધા છુપાયેલા છોકરાઓનશોધવામાં લાગી ગયો.
આ રમતમાં બધાને ખુબ મજા આવતી હતી. કેમ કે છુપાવા માટે અહીં ગાઢ ઝાડીનાં ઝુંડ હતા. જેમાં છોકરાઓ એકથી બીજા ઝુંડની પાછળ જઈ છુપાઈ જતા. શોધવાવાળા માટે ખુબ મુશ્કેલ બની જતું.
અક્ષય અને સંજય જે વાતે વળગ્યા હતા તેમણે પણ વાતો પડતી મુકી. આ રમતમાં જાડાઈ ગયા તેમને પણ ખુબ મજા પડી.થોડીવાર બાદ છુપાયેલા અક્ષયે અચાનક થોડે દુર છોડવાઓ પર ખીલેલાં ફુલ જાયાં.
તેણે વિચાર્યું કે આજે રક્ષાબંધન છે. સાંજે પૂજા માટે ફુલની જરૂર પડશે. મા આવાં સુંદર ફુલોને જાઈ કેટલી ખુશ થઈ જશે.આ વિચાર આવતાં તે ખીલેલા ફુલવાળા છોડવા તરફ દોડી ગયો.
જ્યારે તે છોડવા ઉપરથી ફુલો તોડી રહ્યો હતો ત્યારે અચાનક એક દીપડો તેના પર ત્રાટકયો. અક્ષય દીપડાના વજનથી લથડીને દુર જઈ પડયો. ફુલ તેના હાથમાંથી છટકીને ઝાંખરામાં અટકી ગયાં. હજુ સુધી તે સમજી શકયો નહોતો કે અચાનક અ

શું થયું ? કેમ કે દીપડાએ તેના પર પાછળથી હુમલો કર્યો હતો.
તે નીચે પડયા પછી ઉભો થવા જતો હતો ત્યારે તેની નજર હુમલો કરનાર પર પડી. એટલે તેને સમજાયું કે શું બન્યું છે ?
સ્થિતિ વિષમ હતી સાથી બાળકો ઝાડીમાં છુપાયેલાં હતાં અને તે બધાં ત્યાંથી દુર પણ હતાં.
આ તરફ પોતાનો પહેલો વાર ખાલી જતાં દીપડો તેના પર ફરી હુમલો કરવાની તૈયારીમાં હતો. તે ફરી હુમલો કરે તે પહેલાં અક્ષયે વિચારી લીધું કે તેણે શું કરવું ? હવે તે દીપડાનો સામનો કરવા બિલકુલ તૈયાર હતો.
પલટી મારીને દીપડાએ ફરી તેના પર છલાંગ લગાવતાં બંને લથડતા-અથડાતાં ઝાડીમાં જઈ પડયા. એ જ વખતે આ ઝપાઝપી પર છોકરાંઓની નજર પડી.
દીપડાએ અક્ષય પર હુમલો કરતો જાઈ તેમના હોંશકોશ ઉડી ગયા. તે એટલા ડરી ગયા કે પાછું વળી જાયા વગર ગામની તરફ ભાગવા લાગ્યા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.