શા માટે જરૂરી છે પીન કોડ નંબર લખવાની….!

રસમાધુરી
રસમાધુરી

પોસ્ટની સામગ્રીઓમાં છપાયેલ સૂચનાઓ પોસ્ટ ઓફિસમાં લખાયેલ નિર્દેશો અને કયારેક જાેવા મળતી પોસ્ટ વિભાગની જાહેરાતોમાં જે પીન કોડનો વારંવાર આગ્રહ કરવામાં આવે છે, તે પીન કોડ સરનામાંના અંતમાં લખવામાં આવતી ૬ અંકની સંખ્યા એ માત્ર સંખ્યા હોતી જથી. પરંતુ એક સશકત સંકેત શાસ્ત્ર હોય છે. આ સંખ્યાઓમાં પત્રની ભૂગોળનું એક પુરેપુરૂ સરનામુ દર્શાવેલ હોય છે. જેના દ્વારા પોસ્ટમેનને પત્રો કાગળની છંટણી કરવી આસાન બને છે.
પીનકોડ નંબર એટલે પોસ્ટલ ઈન્ડેકસ નંબરની શરૂઆત ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ૧પ મી ઓગસ્ટ ૧૯૭ર ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેના અંતર્ગત પોસ્ટ વિતરણ કરવાવાળા પ્રત્યેક મુખ્ય પોસ્ટ તથા એની અંદરમાં આવનાર પ્રત્યેક પોસ્ટ ઓફિસને ૬ અંકોમાં અલગ અલગ સંખ્યા આવવામાં આવી છે. જયારે આ પોસ્ટ ઓફિસોની શાખાઓ અર્થાત પોસ્ટ ઓફિસની જે તે વિસ્તારની શાખાને યોગ્ય સંખ્યા આપીને એની એક અલગ ઓળખ રજુ કરવામાં આવી છે. સરનામાંના અંતે એમાં લખવામાં આવતી ૬ અંકોની સંખ્યાના આધારે પોસ્ટમેન વિવિધ વિભાગોમાં પત્રો ટપાલની ગોઠવણ કરે છે. પીનકોડને જાેઈને તેનું સ્થળોનુસાર વર્ગીકરણ કરવામાં આવે છે.
ભારત જેવાં દેશમાં જયા ઘણી બધી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે, ઘણી ભાષાઓ બોલવામાં પણ આવે છે. માત્ર ભાષા અને બોલી જ નહી, પરંતુ ઘણી બધી લીપીમાં રોજ લખવામાં આવે છે. જયાં એક નામના અનેક સ્થળો હોય ત્યાં વારંવાર નામ સરનામુ વાંચવામાં આવે તો કયારેય યોગ્ય નામ સરનામાં ખાતે પોસ્ટ ની ટપાલ પહોંચી શકતી નથી. કયારેક પોસ્ટ ખાતાનો અધિકારી પણ આ સ્થિતિમાં વિસામણમાં મુકાઈ જાય તે સ્વાભાવિક છે. કયારેક અવ્યવસ્થિત સરનામાના કારણે પત્ર ટપાલ યોગ્ય સ્થળે પહોંચી શકતા નથી. આ સમસ્યાનો વૈજ્ઞાનિક તરીકે દૂર કરવાને માટે પીન કોડ પ્રણાલી વિકસિત કરવામાં આવી. સરનામાંના અંતમાં છ અંકોવાળી પીન સંખ્યા લખવામાં આવતા તેને છંટણી કરવામાં કર્મચારીને સાચા સરનામાં પ્રમાણે આસાન બની ગયું. પીન સંખ્યા ના આધારે પત્ર ટપાલ કયારેય ખોટા સરનામે અથવા ખોટી વ્યકિતના સ્થાને પહોંચવાની આશંકા લગભગ દુર થઈ ગઈ. ઉલ્ટાનું યોગ્ય વ્યકિત અને યોગ્ય સરનામે પત્રો ટપાલ પહોંચતા થઈ ગયા. પીનકોડના આધારે પોસ્ટ વિભાગ દ્વારા ટપાલ પત્રો પણ ઝડપથી યોગ્ય સરનામે પહોંચવા લાગ્યા. પીન કોડ નંબરના રૂપમાં લખવામાં આવતી ૬ અંકોની સંખ્યા ડાબી બાજુથી જમણી બાજુના અંકો પોસ્ટ ઓફિસની ભૈાગોલિક સ્થિતિ જણાવે છે. ભારત ને કુલ ૮ ક્ષેત્રોમાં વહેંચવામાં આવેલ છે. પીનકોડ નંબરના પહેલા ત્રણ અંકો જે તે રાજયનો ઉલ્લેખ કરે છે જે રાજયમાં એ પોસ્ટ ઓફિસ આવેલી હોય છે. પીનકોડને હંમેશા સરનામાના અંતમાં લખવામાં આવે છે.
ઈતિહાસમાં પોસ્ટ વ્યવસ્થા ઃ-
ભારતમાં આધુનિક પોસ્ટ પ્રણાલીની વ્યવસ્થા ૧૮ મી સદીના ઉતરાર્ધમાં સન ૧૭૬૬ માં લોર્ડ કલાઈવ દ્વારા કરવામાં આવી હતી.
સન ૧૭૭૪ માં વોરેન હેસ્ટિંગ્સે પોસ્ટ માસ્ટર જનરલને આધીન કોલકતા જી.પી.ઓ. ૮ પ્રધાન પોસ્ટ ઓફિસની સ્થાપના કરી હતી. મુંબઈમાં સન ૧૭૯૩ માં અને મદ્રાસમાં સાત વર્ષ પહેલા સન ૧૭૮૬ માં જીપીઓની સ્થાપના થઈ હતી.
ભારતીય પોસ્ટ વ્યવસ્થાની હાલની સ્થિતિ અને તંત્રની સ્થાપના ૧ ઓકટોમ્બર ૧૮પ૪ ના રોજ થઈ હતી. ૧૯૪૭ માં સ્વતંત્રતા મળવાના સમયે આપણા દેશમાં પોસ્ટ ઓફિસોની કુલ સંખ્યા ર૩,૩૪૪ ની હતી. જેમાં ૧૯૧૮૪ પોસ્ટ ઓફિસ ગ્રામીણ ક્ષેત્રમાં અને ૪૧૬૦ શહેરી ક્ષેત્રમાં આવેલી હતી. આજે દેશમા કુલ ૧પપ૮૩૯ પોસ્ટ ઓફિસો આવેલી છે.જેમાં ૧૩૯ર૮૦ ગ્રામીણ ક્ષેત્રોમાં અને ૧૬પપ૭ શહેરી ક્ષેત્રમાં પોસ્ટ ઓફિસો આવેલી છે.ભારત વિશ્વમાં સૈાથી મોટું પોસ્ટ નું નેટવર્ક ધરાવતો દેશ છે.
મનીઓર્ડરની શરૂઆત સન ૧૮૮૦ માં થઈ હતી. સન ર૦૦ર-૦૩ માં કુલ ૮૬પ૦ કરોડ રૂપિયાના મનીઓર્ડર ભારતીય ડાક વ્યવસ્થા દ્વારા કરવામાં આવી હતી. આ સમય દરમ્યાન ૧૦.પ કરોડ રૂા ના મનીઓર્ડર બુક થયા હતા.
પોસ્ટ ઓફિસો પાસે લગભગ ૧૪ કરોડ જેટલા ખાતા ધારકોનો એક વિશાળ બચત બેંકનો ઉપભોકતાનો આધાર પણ છે.
પોસ્ટ ઓફિસ પાસે લગભગ ૧,પપ,૦૦૦ જેટલી શાખાઓનું નેટવર્ક પણ છે. જે દેશમાં હાજર રહેલ બધી બેંકોને ભેગી કરાતી શાખાઓ કરતાં વધુ છે. પોસ્ટ ઓફિસમાં આ શાખાઓમાં સાત પ્રકારની જમા યોજનાઓ ઉપલબ્ધ છે.પોસ્ટ વિભાગ પાંચ પ્રકારની પોસ્ટ જીવન વીમા યોજનાઓ પણ ચલાવે છે. આ પાંચેય યોજનાઓ સુરક્ષા, સુવિધા, સંતોષ, સુમંગલ અને યુગલ સુરક્ષામાં અનેક વ્યકિતઓની પોલીસીઓ સુરક્ષિત પડી છે. ૩૧ માર્ચ ર૦૦૩ થી દેશમાં કોમ્પ્યુટર કેન્દ્ર પણ ચાલી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.