વંદનાની હિંમતને દાદ દેવી પડે

રસમાધુરી
રસમાધુરી

છોકરીને વધારે પડતી તાકાત બતાવતી જાેઈ બીજા છોકરાએ ખિસ્સામાંથી ચાકું કાઢ્યું અને તેને ધમકાવતો બોલ્યો,‘ખબરદાર! વધારે જાેર અજમાવવાની કોશિશ ન કર’ પરંતું વંદના પર તેની ધમકીની કોઈ અસર ન પડી. તે માછલીની જેમ તેના હાથમાંથી છટકી બીજા છોકરાને જાેરથી ધક્કો મારતી ખેતરમાંથી બહાર દોડી.શિકારીના હાથમાંથી છટકતો જાેઈ ત્રણે છોકરા વીફર્યા. તેમણે તેને ઘેરી લઈ ફરી એક વાર પકડી લીધી . હવે તેઓ બધી રીતે તેના પર કાબૂ મેળવવા કોશિશ કરવા લાગ્યા. અને આ કોશિશમાં એક છોકરાએ તેના પર ચાકુથી વાર કરી દીધોે. વંદનાએ ચાકુના ફણાને પકડી લેતાં તેના હાથમાથી લોહી નીકળવા લાગ્યું.
તે એકલી હતી અને છોકરાઓ ત્રણ. તેમની બરોબરી થઈ શકે તેમ ન હતી. પરંતુ વંદનાએ જે હિંમત બતાવી તેના કારણે તેમના માટે સામનો કરવો ભારે પડી રહ્યો હતો.પોતાની કોઈ કારી ફાવે તેમ નથી એમ લાગતાં તેમણે વંદનાના શરીર પર ધડાધડ ચાકુના કેટલાય ઘા કરી દીધા. વંદના પીડાથી કણસી ઉઠી.પરતું તેનામાં કોણ જાણે ક્યાથી એવું જાેર અને સ્ફૂર્તિ આવી ગયેલી કે તેના શરીર પર અટલા ઘા અને વહેતુ લોહી જાેઈને પણ તેની હિંમત તુટી નહીં. છોકરાઓ સામે ઝઝૂમતી વંદના બૂમાબૂમ કરી રહી હતી. એટલામા તો ગામ લોકો આવતા હોવાનો અણસાર મળ્યો. છોકરાઓએ પણ ગામલોકો આવતા જાેઈ લીધા. તેમણે લાગ્યું કે જાે પકડાઈ ગયા તો આવી બનશેે.
તેમનામાંથી એક જણે બૂમ પાડીઃ ‘ભાગો!
એટલું કહેતાં તે ત્રણેજણાં ત્યાથી ભાગવા લાગ્યા. ઘાયલ વંદના માટે ખુદને જાળવવી મુશ્કેલ બની રહી હતી. ત્યાં પહોંચતા જ ગામલોકોએ તેને ઉચકી લીધી અને સારવાર માટે લઈ ગયા. ગામના અમુક લોકો બદમાશ છોકરઓને પકડવા તેમની પાછળ દોડ્યા. પણ હાથમાં આવ્યા નહીં.હૉસ્પિટલે પહોંચતા-પહોંચતા વંદના બેભાન થઈ ગઈ હતી.
ડૉક્ટરે વંદનાની હાલત જાેઈ તો એ દંગ રહી ગયા.તેના શરીરમાં ચાકુના સત્તર ઘા હતા લોહી ઘણું વહી ગયું હતું. ઘણા ઘા તો એવા ઊંડા વાગેલા કે ટાંકા લેવા પડ્યા. તે વંદનાની હિંમતને દાદ આપતા હતા. વંદનાની સારવાર લાબી ચાલી.પછી તો બદમાશો પકડાઈ ગયા અને વંદનાને તેની ઓળખ માટે બોલાવવામાં આવી. નિર્ભયતાપૂર્વક વંદનાએ ત્રણેયને ઓળખી બતાવ્યાં. તેમના પર કેસ ચાલ્યા બાદ તેમને જેલ ભેગા કરાયા. વંદનાની બહાદુરીની ચર્ચા દિલ્હી સુધી થઈ. દેશના વડા પ્રધાન દ્રારા તેને ગીતા ચોપડા રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી.વર્ષો પહેલાં રંગા અને બિલ્લા નામના બે બદમાશોએ એક લશ્કરી અધિકારીનાં બે બાળકોનાં અપહરણ કર્યાં હતા. તે બદમાશોના આવા પ્રયાસને નિષ્ફળ બનાવવા સંજય ચોપડા અને ગીતા ચોપડા નામનાં બાળકોએ જીવ સટોસટનો સંઘર્ષ કરેલો તેમના એ પ્રયત્નમાં બંને પોતાનો જીવ તો બચાવી ન શક્યાં પણ છેલ્લી ક્ષણ સુધી હાર ન માનવાની તેમની જિજીવિષાને કારણે તેઓ બાળકો માટે હિંમત અને બહાદુરીના પ્રતીક બની ગયાં. રંગા અને બિલ્લા બંને બદમાસો પકડાઈ ગયા હતા.અને તેમને આ દુષ્કૃત્ય માટે ફાંસીની સજા થઈ હતી. રાષ્ટ્રીય વીરતા પુરસ્કારમાં અને છોકરાને ‘સંજય ચોપડા પુરસ્કાર’ આપવામાં આવે છે.વંદનાને તેના આ સાહસિક કામ માટે વર્ષ ર૦૦૬ ‘ગીતા ચોપડા પુરસ્કાર’ પ્રદાન કરવામાં આવ્યો.વંદના મોટી થઈને પોલીસ ઇન્સપેક્ટર બની,આવા અપરાધીઓને સબક શિખવાડવા માંગે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.