ભારતીય ચલણી સિક્કામાં કઈ ધાતુ વપરાય છે ?

રસમાધુરી
રસમાધુરી

ભારતીય ચલણી સિક્કા માટે મુંબઈ, કોલકત્તા, હૈદ્રાબાદ અને નોઈડા ખાતે આવેલ ભારતીય નાણાં મંત્રાલયની ટંકશાળમાં સિક્કા છાપવા માટે કોઈ એકાદ ચોક્કસ ધાતુ વાપરતી નથી સમય અને સંજાેગો પ્રમાણે તેઓ ધાતુ બદલે છે. જુન ૧, ૧૯૬૪ ના રોજ ભારતીય સરકારે નયા પૈસાના સ્થાને પૈસાનું ચલણ અપનાવ્યા બાદ સૌ પ્રથમ હૈદ્રાબાદની ટંકશાળે ૧ પૈસાના મૂલ્યવાળા કાંસાના સિક્કા બહાર પાડયા હતા. એ જ વખતે નકીલ બ્રાસ ૭૯ ટકા તાંબુ, જસત ર૦ ટકા અને નિકલ ૧ ટકા વાપરીને ૧ પૈસાના મૂલ્યવાળા સિક્કા છાપ્યા હતા. બંને ટંકશાળો દ્વારા મુદ્રણ કરેલા સિક્કાનું વર્ષ અને મૂલ્ય સરખું રાખવામાં આવ્યું હતું છતાં પણ ધાતુ એકબીજાની સાવ જ અલગ અને નિરાલી.
મુંબઈ ખાતેની ટંકશાળે સન ૧૯૬૪ ની સાલમાં જ ૯૬.પ ટકા એલ્યુમીનીયમ અને ૩.પ ટકા ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ૧ પૈસાના સિક્કામાં ૭૯ ટકા તાંબુ વપરાયેલ હોય અને ૩ પૈસાના સિક્કામાં સાવ હલકી એલ્યુમિનિયમ ધાતુ વપરાય તે કેવી અચરજભરી વાત જણાય. પરંતુ મોટા કદના સિક્કામાં ધાતુ પણ વધારે વપરાય એ એક સર્વ માન્ય વત છે.સિક્કા માટે વપરાતી ધાતુની પસંદગી કરતી વખતે નાણાં મંત્રાલયની ટંકશાળા હંમેશા કાળજી રાખતી હોય છે.
જ્યારે પણ સિક્કાના મુદ્રણ સમયે એમાં વપરાતી ધાતુઓના બજારભાવને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એપ્રિલ ૧૯૬૮ માં મુંબઈ ટંકશાળે એલ્યુમિનીયમ કાંસાનો ૯ર ટકા તાંબુ, ર ટકા નિકલ અને ૬ ટકા એલ્યુ. મિશ્રીત ધાતુઓ ધરાવતો ર૦ પૈસાના મૂલ્યવાળો સિક્કો બહાર પાડેલો પરંતુ તે સમયે મોંઘવારી બેકાબુ રીતે વધતાં એટલે કે રૂપિયાની ખરીદશક્તિ ઘટતા સરકારે જાન્યુ.૧૯૭ર માં ર૦ પૈસાના બદલે રપ પૈસાના સિક્કાનું ઉત્પાદન શરૂ કર્યું હતું. આ સિક્કાનું છાપેલું મૂલ્ય જરા વધારે હોવા છતાં મુંબઈ, કોલકત્તા અને હૈદ્રાબાદની ટંકશાળોએ તેના માટે નીકલ (૭પ ટકા તાંબુ અને રપ ટકા નિકલ) ધાતુ વાપરી. જેમાં ઉંચી કિંમતના તાંબાનું પ્રમાણ ૧૭ ટકા જેટલું ઘટાડીને સિક્કા મુદ્રીત કર્યા હતા. ૧૯૭ર ના વર્ષ પછી ૧૯૮૮ માં ભારત સરકારે સૌ પ્રથમ વાર સ્ટેઈનલેસ સ્ટીલના પ્રથમ વાર સિક્કા બહાર પાડયા. આજે તે વધુ પ્રમાણમાં ચલણ જાેવા મળે છે.ઈટાલી અને બ્રાઝીલ પછી ભારત ત્રીજાે દેશ છે. જેણે ૧૯૮૮ માં પોતાના દેશના ચલણી સિક્કા માટે સ્ટેઈનલેસ સ્ટીલની ધાતુ વાપરવાની શરૂઆત કરી હતી.આપણી ટંકશાળોમાં ચલણી સિક્કામાં વપરાતું સ્ટીલ સાલેમનું ઉંચી ગુણવત્તાનું હોય છે. ભારતમાં લગભગ દરેક ચલણી સિક્કા પર તેની ટંકશાળને ઓળખી બતાવતું ચિન્હ હોય છે. મુંબઈની ટંકશાળમાં છપાતા સિક્કામાં ડાયમંડ આકારનું ટપકું હોય છે.કોલકત્તામાં કોઈ ચિન્હ હોતું નથી.ઓટાવા (કેનેડા)માં સી આકાર, હૈદ્રાબાદમાં સ્ટાર, નોઈડા દિલ્હીમાં ટપકું, બર્મીંગહામમાં એચ,સીઓલ (દ.કોરીયા)માં ટપકું, સીઓલ (દ.કોરીયા)માં વર્ષના પ્રથમ અંકના નીચે સ્ટારનું નિશાન હોય છે. લંડન ખાતે છપાતા ચલણી સિક્કામાં વર્ષના પ્રથમ અંકની નીચે ડાયમંડ, દક્ષિણ કોરીયાની હુન્ડાઈ કંપનીએ અંકીત કરી આપેલા રૂા.૧ ના પ૦,રપ પૈસાના કરોડો સિક્કા આજે ચલણમાં જાેવા મળે છે.ભારતમાં રપ પૈસાના સિક્કા ચલણમાંથી નાબુદ કર્યા છે.જેના સ્થાને રૂા. ર ના ચલણી સિક્કાઓ જારી કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.