પાણીની ભમરીમાં કુદી પડનારા જાંબાઝ ખેલાડીઓ સુબિન, અખિલ અને યદુકૃષ્ણન

રસમાધુરી
રસમાધુરી

ચાલ સુબિન,કયાંક દુર રમવા જઈએ અખીલે સુબિનને ઘરની બહાર આવતાં જોઈ બુમ પાડી.
દુર શું કામ ? સુબિને પુછયું.
અરે, યાર અહીં રમીશું તો કોઈને કોઈ કંઈને કંઈ કામ માટે બોલાવશે તેમાં રમવાની મજા તો નહીં આવે..અખીલે તર્ક બતાવ્યો.
સાંભળ,યદુકૃષ્ણન હોય તો તેને પણ સાથે લઈ લઈએ.
હાં..તેનું ઘર રસ્તામાં જ છે.ચલો પૂછી લઈએ…સુબિને કહ્યું.
હવે બન્યું એવું કે યદુકૃષ્ણન પણ યોગાનુયોગ ઘરની બહાર જ મળી ગયો.ક્રીકેટની રમતની વાત આવતાં એ તૈયાર થઈ ગયો.ત્રણે મણીમાલા નદીને કિનારે જવા નીકળી પડયા.તેઓ ત્રણે નદીકીનારે પહોંચતાં બેટબોલથી રમવા લાગ્યા.અહીં તેમને રોકટોક કરનારૂં કોઈ નહોતું.તેથી તેઓ નિશ્ચિંતતાથી મસ્તીથી રમતા હતા.
અચાનક કોઈની ચીસનો અવાજ તેમના કાને અથડાયો. આ ચીસનો અવાજ નદી તરફથી આવતો હતો.
ત્રણે જણા બેટ અને બોલ પડતાં મુકીને નદી તરફ દોડયા ત્યાં જઈને જાયું તો આડત્રીસ ચાલીસ વર્ષની એક વ્યÂક્ત નદીના વહેતા પાણીમાં થતા કુંડાળા જેવી ભમરીમાં ફસાયો હતો અને તે બચવા માટે હાથ પગ પછાડતો હતો અને સાથોસાથ બચાવ માટે બુમાબુમ કરતો હતો.
ત્રણેએ એક વાર એકબીજા સામે જાયું અને પછી વહેતા પાણીમાં ભુસકો મારી દીધો.ઝડપથી તરતા એ તેની પાસે પહોંચ્યા.ત્રણેમાં સૌથી આગળ અખીલ હતો.તેણે ડુબતી વ્યક્તને બચાવવા માટે પોતાનો હાથ ખુબ સાવધાનીપૂર્વક લંંબાવ્યો પરંતુ એ તેની પહોંચની બહાર હતો.તે દરમિયાન પાછળ આવી રહેલ યદુકૃષ્ણનને તેને રોકીને પાછળ ફર્યો અને પોતાનો હાથ આગળ લંબાવી દીધો.
પણ અફસોસ કે યદુકૃષ્ણનનો હાથ પણ તેના સુધી પહોંચી ન શકયો. તેમને ખબર હતી કે જા ઘુમરી લેતા પાણીમાં આગળ વધશે તો તેઓ પણ તેના સકંજામાં આવી જશે અને ડુબનારા સાથે તેઓ પણ બચી નહીં શકે અને જા પેલા ડુબનારે પકડી લીધા તો બચવું મુશ્કેલ બની જશે. તે બંનેના પ્રયત્નો નિષ્ફળ થતા જાઈ સુબીન જે તેમની પાછળ હતો. તેણે પલ્ટી મારી અને નદીની બહારની તરફ નજર દોડાવી તો તેને તટને કીનારે નજીકમાં એક ધોતીયું પડેલુંં દેખાયું.
આ ધોતીયું પેલા ડુબનારનું જ લાગતું હતું.જે પોતાનાં કપડાં નદીને કીનારે મુકીને નહાવા ઉતર્યો હોય એમ લાગતું હતું.
સુબીને ઝડપભેર એ ધોતીને ઉપાડી અને પાછો નદીમાં કુદી પડયો. પાણી ગોળ ચક્કર ફરતું એ વ્યક્તને પોતાનામાં સમાવવા જઈ રહ્યું હતું.સુબિને જારદાર રીતે તરતો અખિલ અને યદુકૃષ્ણન પાસે પહોંચ્યો.
ત્રણેએ ધોતીયાનો એક છેડો બરાબર કસીને પકડી લીધો અને બીજા છેડો પેલી ડુબતી વ્યક્ત તરફ ફેંકયો. સંજાગોવશાત તેનું નસીબ સારૂં કે ડુબનારે પહેલાં જ પ્રયાસમાં ધોતીયાનો છેડો પકડી પાડયો.
આ જાઈ ત્રણે બાળકોના ચહેરા પર સ્મીત છલકાઈ ગયું પણ હજુ કામ પુરૂં થયું ન હતું એ ત્રણે જણાએ બરાબર પૂરી તાકાત લગાવી તેને કીનારા તરફ ખેંચવાનું શરૂ કર્યું.
હજુ ગમે તે થવાની સંભાવના હતી. યદુકૃષ્ણને કહ્યું, હું વિચારતો હતો કે અમારી આટલી અથાગ કોશીશ છતાં જા તેનો હાથ છુટી ગયો તો !
મનમાં આવી આશંકા થતાં તેણે તેના કીનારા તરફ ખેંચવાની સાથે બચાવો..બચાવો..ની બુમો પણ પાડવા માંડી. તે દરમિયાન અન્ય બે લોકો પણ નદી તરફ આવતા દેખાયા. તેમની મદદથી ત્રણેએ મળી તેને બહાર કાઢયો અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને દવાખાને લઈ ગયા.
એવું જાણવા મળ્યું કે તે વ્યક્ત કાલીમુથુ નામે સજ્જન હતા જે નદીમાં નહાવા પડેલા અને અચાનક ઘુમરીમાં ફસાઈ ગયેલા. સુબીન, અખિલ અને યદુકૃષ્ણનની ત્વરીત નિર્ણય શક્ત અને સામુહિક પ્રયત્નને કારણે તેમનું નવું જીવન મળ્યું.
કેરલના સુબિન, મૈથ્યુ, અખિલ બીજું અને યદુકૃષ્ણન વી.એસ.ને દેશના વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અને રાષ્ટ્રપતિ દ્વારા ‘જીવનરક્ષક ચંદ્રક’ આપવામાં આવ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.