નદીમાં કુદી પડી રેમલાલસુઆતુઆંગી

રસમાધુરી
રસમાધુરી

એક તરફ બાંગલાદેશ અને બીજી વાર મ્યાનમાર દેશની સીમાથી ઘેરાયેલું છે. આપણા દેશનું ઉત્તર પૂર્વી રાજય મિઝોરમ અહીંયાની રાજધાની આઈઝલથી પણ એકસોબાણું કિ.મી.દુર સુંદર ડુંગરાળ વિસ્તારમાં આવેલી છે ચામ્ફુઈ જિલ્લો.
આ જિલ્લાના એક રસ્તા પર ચાર બાળકો સ્કૂલેથી છુટીને નદીકીનારે રમવા જઈ રહ્યા હતા. અરસપરસ વાતો કરતાં ધમાલ મસ્તી કરતાં નદી તરફ ચાલી નીકળ્યા. ઉંચા નીચા ડુંગરાળ વિસ્તારની એ જમીન હરીયાળીથી છવાયેલી હતી. ઝાડી ઝાંખરાં અને વૃક્ષોનાં ઝુંડવાળો આ વિસ્તાર હોવાથી સંતાકુકડીની રમત રમવાની મજા આવે એવું હતું તેઓ મોડે સુધી રમતા રહ્યા થાકીને થોડીવાર આરામ કર્યા પછી તરવા જવાનું વિચારેલું.
બે બાળકો હવે ઘેર જવા માગતા હતા. પણ બીજાં બેને હજુ ત્યાં રોકાવું હતું પરંતુ જ્યારે સાથે જ આવ્યાં છીએ તો સાથે જ જઈશું એમ વિચારીને તેઓ પણ રોકાઈ ગયા.
હવે એ બધાં નદીમાં નહાવા ઉતર્યા.મ્યાનમારના તરફથી આવતી એ નદીમાં પાણી બહુ નહોતું પરંતુ ડુંગર વિસ્તારમાંથી આવતી હોઈ પાણીનો વેગ જરા વધુ હતો.
એક છોકરો જાેશમાં નદીની અંદર તરફ આગળ વધ્યો. એક છોકરાએ બુમ પાડી, અરે ! એ તરફ ના જઈશ ત્યાં પાણી ખુબ ઉંડુ છે પરંતુ તેણે જાણે કે સાંભળ્યું ન હોય તેમ આગળ જવાનું ચાલુ રાખ્યું. પછી તો જાેત જાેતામાં એ જ થયું.જેનો ડર હતો આગળ ઉંડા પાણી અને તેના ઝડપી વહેણમાં તે તણાવા લાગ્યો.
તેને રોકવાની કોશીશ કરનાર છોકરાને જાેખમ લાગતાં બચાવવા માટે તે આગળ વધ્યો. ઝડપથી તરતો તરતો એ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં પેલો છોકરો ત્રણ ડુબકીઓ ખાઈને પાણીના પ્રવાહમાં આગળ નીકળી ચુકયો હતો.
તેના પગ પણ હવે પાણીના પ્રવાહ અને ઉંડાણમાં લથડવા લાગ્યા. તેની બચવાની કોશીશ નિષ્ફળ નીવડી. તેથી તેણે મદદ માટે કિનારા તરફ નજર દોડાવી. તેણે જાેયું કે તેની નવ વર્ષની નાનકડી દોસ્ત તેને બચાવવા માટે પાણીમાં તરતી તરતી તેની તરફ આવી રહી છે.તે રેમલાલસુઆતુઆંગી હતી અને પોતાના સાથીદારનો જીવ જાેખમમાં જાેઈને પહેલાં જ આગળ વધી રહી હતી. નજીક પહોંચીને તેણે પાણીના પ્રવાહનું ધ્યાન રાખી ઊંડા પાણી તરફ આગળ વધી તેને નજીક આવતી જાેઈ બચવા માટે ધમપછાડા કરતા શ્રેમાલાલસુ આમુઆંગીએ ઝપટ મારી. રેમલાલસુઆતુઆંગીને પકડવાનો પ્રયાસ કર્યો.
આ બહુ જાેખમી હતું તેમાં બચવાની જગ્યાએ બંને ડુબી શકે.રેમલાલસુઆતુઆંગીએ સાવચેતીપૂર્વક પોતાને બચાવતાં તેના વાળ પકડી લીધા અને હવે તે તેને કીનારા તરફ ખેંચવા લાગી. કાંઠે ઉભેલા છોકરાંઓએ જાેયું કે તેને તેમાં ખુબ મુશ્કેલી પડી રહી છે.
પરંતુ પોતાના સાથીદારને તણાઈ ગયેલો જાેઈ એ બધાં પાછાં ગભરાઈ ગયા હતા કે આગળ વધવાની હિંમત કોઈ કરી શકયા નહીં.
રેમલાલસુઆતુઆંગીને તેણે કીનારા નજીક લાવતાં નદીમાં દેખાતા એક પથ્થરનો તેને સહારો મળી ગયો અને તે થોડીવાર ત્યાં અટકી પછી કીનારા તરફ આગળ વધી ત્યાં સુધીમાં કીનારે ઉભેલા સાથીદારો હિંમત કરીને આગળ વધ્યા તેમણે રેમલાલસુઆતુઆંગી દ્વારા બચાવીને લાવવામાં આવેલ છોકરાને કીનારા પર ઉપર ચડાવવામાં મદદ કરી તેના પેટમાં પાણી ભરાઈ ગયું હતું.
બાળકો તેને ઉંધો સુવડાવી તેના પેટમાંથી પાણી કાઢવાની કોશીશમાં લાગી ગયા. જ્યારે રેમલાલસુઆતુઆંગી ફરી પાણીમાં ધુબકો મારી આગળ વધી. નદીના ઝડપી વહેણમાં તેની નજર પહેલાં ડુબેલા છોકરાને શોધતી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગતો ન હતો. થાકી હારીને તે પાછી આવી ત્યાં સુધીમાં બીજા પણ થોડા માણસો આવી ગયા હતા.
તેમાંથી અમુક લોકો ડુબેલ છોકરાને શોધવામાં લાગી ગયા અને બાકીનાએ બચેલ છોકરાને દવાખાને પહોંચાડયો.
છોકરાંએ જ્યારે આખા બનાવની વાત વિગતથી કરી ત્યારે બધાં કહેવા લાગ્યાં, ‘વાહ ! ફકત નવ વર્ષની ઉંમરની રેમલાલસુઆતુઆંગીએ જે હિંમત બતાવી તે વખાણવા લાયક છે.
રેમલાલસુઆતુઆંગીને વર્ષ ર૦૧૩ નો રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર દેશના પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.