દુનિયાના તરતા શહેર

રસમાધુરી
રસમાધુરી

આખી દુનિયામાં લાખોની સંખ્યામાં નાના-મોટા શહેરો છે.પરંતુ શું તમે એ વાતની કલ્પના કરી શકો કે કોઈ એક શહેર પાણી પર તરતુ વસી શકે છે.ના..ને! પરંતુ હવે આ સ્વપ્ન સાચું પડવાનો સમય આવી પહોંચ્યો છે.પોતાની રીતે એક અનોખા તરતા શહેરની યોજનાની જાણકારી જાન્યુઆરી ર૦૧૭માં મળી આવી.આ શહેરને વસાવાને માટે ફ્રાંસની ર્પાલાનેશિયા સરકાર અને સીસ્ટડિંગ ઈસ્ટીટયૂટની વચ્ચે કરાર થયો છે.આ ઈસ્ટીટયૂટના સંસ્થાપક પીટર નિર્‌અલે સમુદ્રમાં તરતી સ્થાયી અને તદન નવી જ પરિકલ્પનાને સાકાર બનાવવા એક ડિઝાઈન બનાવી.૧૧૩પ.૬ કરોડ રૂપિયાના ખરચે આ શહેરની ડિઝાઈન તૈયાર કરવામાં પાંચ વરસ લાગ્યા હતા. આ મહત્વાકાંક્ષી પરિયોજનામાં વસેલ શહેર હાલના સ્વતંત્ર શહેરોની માફક જ હશે.આ શહેરો નવા પ્રકારની સરકાર માટે એક પડકારરૂપ હશે.આ શહેરોમાં અનેક પ્રકારની સગવડો હશે.આ પ્રાયોગિક તરતા શહેરો પરિદૃશ્યમાં અનેક નવા વિચારોનું પરિક્ષણ પણ થશે.જેવી રીતે ભૂખ્યું પેટ,બીમારીનો ઈલાજ,પર્યાવરણને સ્વચ્છ રાખવું અને ગરીબોને સશક્ત કેમ બનાવવા.
દુનિયાનું આઠમું આશ્ચર્ય બનવા જઈ રહ્યું છે.આ તરતા શહેરની પરિકલ્પના!આ વાત સાચી છે!દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલ ૧૧૮નાના-મોટા દ્રિપોના સમૂહવાળો દેશ ફ્રેંચ ર્પાલીનેશિયાથી આ તરતા દેશ અથવા સ્વતંત્ર શહેરનું સંચાલન થશે.પ્રશાંત મહાસાગરમાં તાહિતી દ્રિપની પાસે આ તરતો દેશ ર૦ર૦ની આસપાસ તૈયાર થવાની સંભાવના છે.આ અનોખા સ્વતંત્ર શહેર સમુદ્રમાં તરશે.એનો શ્રેય ફ્રાંસની સરકારને ફાળે જાય છે.વાસ્તવમાં ફ્રાંસની સરકાર દક્ષિણી પ્રશાંત મહાસાગરમાં એક-બે નહીં પણ આખું શહેર વસાવવાની તૈયારી કરી રહી છે.સરકારે આ કાર્યનો શુભારંભ પણ કરી દીધો છે.એને વસાવાને માટે ફ્રાંસની ર્પાલીનેશિયા સરકાર તથા સેસ્ટેડિંગ ઈન્સ્ટીટ્યુટની વચ્ચે જાન્યઆરી ર૦૧૭માં કરાર પણ થયો છે.
આ તરતા શહેરનો વિકાસ જુદા-જુદા ચરણોમાં થશે.ર૦૧૯ માં આ શહેરને માટે કામ શરૂ કરવામાં આવશે.ર૦ર૦ સુધીમાં આ તરતા શહેરમાં રપ૦-૩૦૦ લોકો રહેવા લાગશે.જ્યારે ર૦પ૦સુધી એની સંખ્યા હજારોમાં થઈ જશે.આ શહેરમાં કાંઈક એવા પ્રકારની ઈગ્મઈન કરવામાં આવી રહી છે.જેનાથી ૧૦૦ વર્ષ સુધી આ શહેરને કોઈ પણ પ્રકારે નિર્માણ કરી શકાય.આ સ્વતંત્ર શહેરની કેટલીક ખાસિયતો પણ હશે..આ દુનિયાથી સાવ અલગ શહેર પરંતુ એમાં જે કાંઈ સુવિધાઓ હશે તે બધી પૃથ્વી પર હોય છે તેવી હશે.
આ તરતા શહેરને વસાવાને માટેનો વિચાર કેમ આવ્યો ?ફ્રાંસની ર્પાલીનેશિયા સરકારના અનુસાર દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ૧૧૮ દ્રિપોનો સમૂહ છે.જળ સ્તર વધતા આ દ્રિપોના હળવાનો ખતરો વધી જાય છે.આજ કારણ છે કે આ દ્રિપોની આસપાસ એવા શહેરને બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.જે સમુદ્રમાં તરતું રહે ૧૦૮૯ કરોડ રૂપિયાના ખરચે આ શહેરમાં દરેક ઈમારત પાંચેય તરફથી એક પ્લેટફોર્મથી ઘેરાયેલ હશે.જેની લંબાઈ ૧૬૪ફૂટ અને ઊંચાઈ પણ એટલી જ હશે.૧૦૦ વર્ષ સુધીની ગેરન્ટીવાળા આ શહેરમાં એપાર્ટમેન્ટ,ઓફિસો અને હોટલો હશે.૧૧ ચતુર્ભુજ આકારની આ ઈમારતોને નેટવર્ક સાથે જાેડવામાં આવશે.આ શહેરમાં બનાવતા મકાન-ઓફીસો બનાવાને માટે વાંસ-લાકડું અને રી-સાઈકલ ધાતુ,નારિયેલના રેસા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે.
આ તરતા સ્વતંત્ર શહેરોમાં પાણીમાં ખેતી કરવામાં આવશે.એકવાકલ્ચર ખેતી થશે.તદઉપરાંત અક્ષય ઊર્જા,સ્વાસ્થ્ય સુવિધારો,મેડિકલ રિસર્ચ સેન્ટર વગેરે પણ હશે.સેસ્ટેડિંગ ઈન્સ્ટીટ્યુટના સંસ્થાપક પીટર થેલના અનુસાર-‘અમે સમુદ્ર પર એક શહેર બનાવવાનું સ્વપ્ન જાેયું હતું.આ શહેરની ડિઝાઈન તૈયાર કરવામાં આવી ગઈ છે.બહુ જલદીથી અમે આ ડિઝાઈન પર કાર્ય શરૂ કરવાના છીએ.ર૦૧૯ના મધ્ય ભાગમાં આ શહેરનું નિર્માણ કાર્ય લગભગ શરૂ થઈ જશે.જાે બધું જ કાર્ય વ્યવસ્થિત ચાલશે તો સન ર૦ર૦માં લોકો રહેવાનું શરૂ કરી દેશે.મહાસાગરના તરતા આ શહેરમાં લોકો સ્થાઈ રૂપથી નિવાસ કરી શકે.ર૦ર૦ સુધીમાં રપ૦ થી ૩૦૦ લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.એના ૩૦ વર્ષ બાદ એટલે કે સન ર૦પ૦માં અહીંયા લાખો લોકો રહેતા હશે.
આ તરતા શહેરની અનેક ખાસિયતો હશે.તે ૧૧ વર્તુળાકાર અને પંચમુખી પ્લેટફોર્મ પર વસાવામાં આવશે જેથી શહેરને એમના રહેવાસીઓની જરૂરિયાતોપૂરી કરી શકે.પ્લેટફોર્મ મજબૂત સીમેન્ટ-કોક્રીંટથી બનાવવામાં આવશે.જેથી એની પર ત્રણ માળની ઈમારત જેવું એપાર્ટમેન્ટ,છત,ઓફિસ અને હોટલ આવતા ૧૦૦ વર્ષમાં બનાવી શકાય.ડચ એન્જીન્યરિંગ ફર્મ ડેનટા સાઈનિક અનુસાર વર્ગાકાર અને પંચમુખીય ૧૬૪ ફૂટ લાંબા રહેશે.પરિયોજનાનું આ આકર્ષણ એનું ખાસ લોકેશન અને સામાજિક સ્વીકાર્યતા છે.આ પાયલટ પ્રોજેક્ટ છે.એના માટે કાનૂની પ્રક્રિયા ર૦૧૮માં તૈયાર કરવામાં આવી હતી.
અંતરિક્ષમાં માનવવસ્તી વસાવવાની વાતો હમણાં-હમણાં ઘણી જ થતી રહી છે.પરંતુ એનાથી ઉલ્ટું જાપાનના વૈજ્ઞાનિકો પણ સમુદ્રની તરતી લહેરો પર તરતું શહેર બનાવવાની યોજના વિચારી રહી છે. આ દિશામાં કાર્ય કરતા વૈજ્ઞાનિકોએ ‘ઓશન સ્પાયરલ’ નામની આધુનિક સુવિધાઓથી સજ્જ શહેર વસાવાની યોજના ખુલાસો કરીને વિશ્વને આશ્ચર્ય પમાડેલ.
અંગ્રેજી વેબસાઈટ’યા ‘લિબનને’ અનુસાર આ હેરત અંગ્રેજ યોજનાનો અમલીકરણ કરવાનું બીડું જાપાનની કંપની ‘બ્લ્યૂ સ્ક્રાય’એ ઉઠાવ્યું છે.કંપનીના જણાવ્યા અનુસાર વર્ષ ર૦૩૦ સુધી તે સમુદ્રની સપાટી પર તરતું હશે જેનું નામ અટલાંટિંસ રાખવામાં આવશે.આ શહેરમાં લગભગ પ૦૦૦ લોકો રહેતા હશે.આ શહેરને બનાવવાને માટે રપ અરબ ડોલર ૮ આશરે ૧પ૩૭ અરબ રૂપિયાનો ખર્ચો આવશે. આ શહેર સમુદ્રી ચક્રાવાતની સામે પણ રક્ષણ પુરૂ પાડશે. આ શહેરમાં શાળાાઓ,હોસ્પિટલો,બજાર અને બધી જ સુવિધાઓ મળી રહેશે.કંપનીના અનુસાર આ શહેર ૧પ હજાર ફૂટની પરિધિવાળા એક મોટા ગ્લોબના આકારનું હશે.જે સમુદ્રની લહેરો પર તરતું હશે.જ્યારે વાતાવરણ ખરાબ થાય અને સમુદ્રમાં વિશાળ લહેરો ઉઠે ત્યારે આવી પરિસ્થિતિમાં પણ તે ખુદની રક્ષા કરવાને માટે સક્ષમ હશે.આપાત સ્થિતિમાં ગ્લોબનુમા શહેર ૪ હજાર સુધી ડૂબકી લગાવી ખુદને સુરક્ષિત કરી લેશે.સમુદ્રના તળિયે અને એની સપાટી પરના જળની સપાટીના તાપમાનમાં ઘણું જ અંતર હોવાથી તેના દ્ધારા વિજળી પેદા કરવામાં આવશે.આ વિજળી શહેરોમાં સપ્લાય કરવામાં આવશે.શહેરમાં ઉત્સર્જિત થવાવાળો કાર્બન ડાયોક્સાઈડ ગેસને ઓક્સિજનમાં બદલવાની વ્યવસ્થા પણ રહેશે.વૈજ્ઞાનિક ગલ્પ જેવી આ યોજનાને સાકાર કરવામાં ટોક્યો યૂનિ.અને જાપાનની સમુદ્રી અને પૃથ્વી વિજ્ઞાન એજન્સી બ્લ્યૂ સ્કાયને પણ સાથ આપી રહી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.