તારૂં ડાચું ગંધાય છે

રસમાધુરી
રસમાધુરી

ગુજરાતીમાં વિખ્યાત એક કહેવત છે વાઘને કોણ કહે કે તારૂં મોં ગંધાય છે. જેણે કહેવાનું સાહસ કે દુસાહસ કરે એની શી દશા થઈ એના અનેક સમાચારો આવે છે. ઘા થળી વાઘને અંબાજી માતાનું વાહન છે. એટલે મને કશું ના કરે.. હું માતાજીનો ભકત છું છતાંય વાઘે શી દશા કરી છે એ ભકતની એ પુછવા જેવું નથી.
માણસની આંખમાં કદાચ બે પૈસાની શરમ આવતી હશે પણ હિંસક પ્રાણીની આંખમાં દયાનો છાંટો ય નથી એ નક્કી.. એની બીજી બાબત એ હોઈ શકે કે જાે એ દયા દાખવે તો ખાય શું..?
જેમ વાઘને કહેવાનું નથી કે તારૂં મોં ગંધાય છે એ પગલે સિંહ કે દીપડાને કયાં કહેવાય છે કે આઘો ખસ તારા મોંમાંથી એટલી ગંધ આવે છે કે સદીઓથી તે સીધી રીતે બ્રશ કર્યા નથી.. સીધી રીતે બ્રશ કે દાંતણ કરતાં શીખ.નવાઈની વાત વળી એ છે કે બ્રશ કે દાંતણ નથી કર્યા..ના કરવાના છે છતાંય એમને દાંત પેઢાની કોઈ તકલીફ પડયાના કોઈ સમાચાર નથી કે ફલાણો વાઘ એના દાંતના દુખાવાથી મર્યો..
પાણીમાં રહેતાં મગરને પણ કહી શકાતું થી તારૂં આ પહોળું ડાચું બંધ કરી દે નહીં ગંધ મારે છે. સહન થતી નથી. પાણીમાં રહેતા કે વનમાંરહેતા અન્ય નિર્દોષ પ્રાણીઓ એમની ક્રુરતાના શિકાર થતાં રહે છે. કોઈ એમને કહેતું નથી દયા રાખો.. જાે કે જંગલમાં જ્યાં હિંસક પશુઓનો વાસ હોય છે ત્યાં દયા નામનો શબ્દ કયાંંય દેખાતો નથી. પાણીમાં જ્યાં મગર વસવાટ કરતો હોય ત્યાં પણ દયા નામનો ટચુકડો શબ્દ નથી દેખાતો.. ત્યાં તો ક્રુરતા શબ્દનું જ ચલણ હોય છે.. માનવીની આંખોમાં દયા જાગે બાકી.. નવાઈની કે વિચાર કરવા માગી લે એવી બાબત એ છે કે પ્રાણીઓ એક જુથ થઈને સિંહ કે શિકારી પ્રાણી પર હલ્લાબોલ નથી કરતા ના કોઈ સભામાં ભરીને હિંસક પ્રાણીનો મુકાબલો કરવા માટે સમિતિઓ રચાય છે. સમિતિઓ રચવી એ બાબત માણસોની છે. માણસો તો આ પગથિયે સમિતિ રચે છે અને પછીના પગલે તોડી પાડે છે..
કહે છે કે વાઘ કે સિંહ ભુખ્યો હોય ત્યારે હુમલો કરે છે. વાત સાચી હોય કે સત્યથી દુર પણ.. પોતાની નજીક આવી ગયેલા પ્રાણી કે પંખીને છોડતું નથી..એક વીડીયોમાં એક વાઘણે ઉડતા મોરને ઝડપી લીધો હતો. અહીં ભુખ માનવી કે શું તેથી મોં ગંધાવું.. ગંધાવાની વાત અને આવી હકીકતો, કંઈક આડો અવળો તાળો મળે છે.. અરે કહેનારા તો ત્યાં સુધી કયારેક કહે છે એક હિંસક પશુ બીજા હિંસક પ્રાણીને મારતું નથી. પણ તાજેતરમાં એક વિડીયો જાેયો હતો એમાં એક દીપડાએ પાણીના વિશાળકાય મગર પર હુમલો કરીને અને ખતમ કરી દીધો હતો. એ જ્યારે છેતરીને એને પકડવા ગયો ત્યારે મગર પાણી ભણી સરકી જવા નીકળ્યો હતો પણ.. એ વીડીયો જાણે કહી રહ્યો હતો કે એક હિંસક પશુ પણ જાે તક મળે તો બીજી પર બેધડક હુમલો કરી શકે છે. એ એવું નથી વિચારતું કે શક્તિશાળી છે અને મારી હાર થશે.. જંગલમાં જાે જીવવું હોય તો વાઘ, સિંહ કે ચિત્તાએ ક્રુર બનવું પડે. વરૂએ વળી પોતાના ગજા કરતાં ઘણા ખુંખાર બનવું પડે. વિચાર કરજાે જંગલમાં તો હિંસક કુતરાઓ પણ હોય છે. જ્યારે જુથમાં આવી જાય ત્યારે હાથી કે જંગલી પાડાને પણ બચાવવામાં ફાંફા પડી શકે છે. વાસ્તવમાં તો આપણી સોસાયટીઓ કે શહેરમાં વસતાં કુતરાં ખુંખાર તો હોય છે. જુથમાં આવી જાય તો તમે ફેંકેલા પથરા કે ફેરવેલ લાકડીથી નથી ડરતા..
આપણે ભલે કુતરાને બિચારૂં મુંગુ પ્રાણી કહીને દયાનો ભાવ જગાવતા હોય કે ભોજન પુર્વે એને રોટલી ખવરાવીને પુણ્ય કમાવવાની ધાર્મિક માન્યતાને પોષતા હોઈ એ પણ એ કુતરા નાના બાળકને ખેંચી જઈને ફાડી ખાવા સુધીની ભયંકરતા રજુ કરે છે. પણ છતાંય શહેરી કુતરા આપણા સમાજ સાથે ઓતપ્રોત થઈ ભળી ગયા છે.જંગલી કુતરાઓની વાત અલગ છે.
વાઘને કહેવાતું નથી કે આઘો ખસ તારૂં મોં ગંધાય છે પણ એની ગંધના લીધે જંગલના બીજા પ્રાણીઓ માટે સાવધાન થઈ જવાની ઘંટી જેવી બાબત છે.અહીંથી ભાગો..મોત આવી ગયું છે. નવાઈની બાબત તો કયાંક જાેવા મળે છે કે વાઘ, ચિત્તો કે સિંહ સાવ નજીક હોવા છતાંય અન્ય નિર્દોષ પ્રાણીઓ તબીયતથી ઘાસચારો ચરતા હોય છે. જાણે કે મૌત આયી હૈ આયેગી એક દિન માણસ કદાચ મોતથી ડરતો હશે.. મોતનું ચીંતન કરતો હશે.. પણ જંગલના કોઈ પ્રાણીને મોતનો ડર નથી. ગભરાટ નથી.. એ તો કયાંક નીજ મસ્તીમાં મસ્ત હોય છે..આપણે ત્યાં જાતજાતની સમાજ બગાડી દેતી માનવતાના મૂલ્યોની સરેઆમ બીજા ઢગલાબંધ ટીવી સીરીયલો બને છે અને તેઓ સમાજ સુધરવાનો.. સુધારવાનો દાવો બને છે અને તેઓ સમાજ સુધારવાનો, સુધારવાના દાવો કરે છે.. પણ સમાજના પાંચ જણા પણ સુધર્યા હોય તો બતાવો.. કોઈનું સાંભળ્યું કે હું કમાલનું કંઈ જાેઈને સુધરી ગયો.. પણ ફલાણી સીરીયલ જાેઈ આઠ ખુન કર્યા.. ચોરી કરી કે દુષ્કર્મ કર્યાના સમાચાર જરૂર મળશે.. અહીં એ કહેવાનું છે કે અર્થ વગરની ફાલતુ સીરીયલો ઢગલાબંધ બને છે અને એની જાહેરાત આવે છે.
પણ જંગલમાં જીવતાં પ્રાણીઓ દૈનિક જીવન સામ સામેની અંતિમ પળો અંગેની સીરીયલો બનાવવાનું જાણે સુઝતું નથી, આવડતું નથી.. એવું કહેવાનો આશય નથી કદાચ એવું પણ હોય વાઘ હરણાંને વળી શું જાેવાનું અને એમની ખાવાની રીત.. છી.. વાઘ તારૂં મોં ગંધાય છે.. ને તારો ખોરાક જો આવો હોય તો..
બાળકોની વાતોમાં હિંસક પશુઓ અને માનવીની ઘણી વાર્તાઓ આવે છે..
મજા પડી જાય.. એવી એ વાર્તાઓ હોય છે..
જુઓ એક વાર્તા.. વાઘને કોણ કહે તારૂં મોં ગંધાય છે.. જંગલમાંથી ડોસો હાથમાં લાકડી લઈને પસાર થઈ રહ્યો હતો. આસપાસ વૃક્ષો હતા અને વચ્ચે હતી.. એક કેડી.. પણ ડોસો એની ધુનમાં હતો.. આગળને આગળ વધી રહ્યો હતો.. વધી રહ્યો હતો.. ત્યાં તો કેડીની આગળ વાઘ બેઠો હતો.. ડોસાએ જાેયો.. વાઘને જાેતાં જ થથરી ગયો..આખા શરીરે ઉપડેલી કંપન પરસેવામાં ફેરવાઈ ગઈ પણ એમ ડરી ગયે કેમ ચાલે ?
ડોસાને ખબર હતી.. હિંમતે મર્દા તો મદદે ખુદા.. પણ હિંમત રાખવા છતાંય ખુદા ન મદદ કરે તો ભાગ્યની એ ભુંડી વાત માની શકાય.
ડોસાએ હીંમત રાખીહાથમાં મજબુત રીતે લાકડી પકડી નજીક આવ્યો..
વાઘ માનવ વાણીમાં કહે, ડોસા તને ખાઉં.. ડોસાએ કહ્યું ખાવાની ના નથી. .પણ ડોસાએ કહ્યું તારૂં મોં ગંધાય છે.. પહેલાં દાંત અને મોં પાણીથી સાફ કર પછી મને ખા.. હું આ બેઠો.. વાઘ ભલે શક્તિશાળી હતો છતાં મુરખ હતો. .એણે પુછયું પણ પાણી કયાં છે ? પેલા કુવામાં..
વાઘ કુવામાં મોં ધોવા પડયો અને બોલ્યો.. વાઘ પાણીમાં મોં ધોવા પડયો તેથી કહેવત કાંઈ થોડી બદલવાની છે..?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.