ચોર-ચોરી અપરંપાર

રસમાધુરી
રસમાધુરી

ચોરી ચોરી અને ચોરી ચારેકોર ચોરો વ્યસ્ત છે, મસ્ત છે અને ચોરી પુરબહારમાં ચાલી રહી છે. બારી કે બારણું ખોલતાં સામેવાળીનું દિલ ચોરી લેવા મનમાં આંધી ઉઠી છે. આંધી તો આમે રોજ ઊઠે છે પણ આગળ વધતી નથી. આંધી ત્યાં જ શમી જાય છે. આંધી માટે કોઈ સમય નથી એને જાેતાં જ આંધી ઉડે છે પણ કહી શકાતું નથી. પુછી શકાતું નથી. તમને જાેઈને શા માટે આંધી છે શાસ્ત્રોમાં, પુરાણોમાં, આપણા મનને માંકડા જેવું કહ્યું. માંકડા જેવું શા માટે ગધેડા જેવું કે વળી કુતરા જેવું કહ્યું હોત તો ચાલત. અવળા હાથના લેખકના મન કોના જેવું શાના જેવું છે એવું પુછવું નહીં પણ ચોરી, ચોરી અને ચોરી દેશમાં ચોરીની ધુમ મોસમ ચાલી રહી છે. હું કયા નંબરનો ચોર છું એવો પણ પસ્તી જેવો પ્રશ્ન કરવો નહીં હવે તો આગલા સમયમાં નવું સૂત્ર આવશે.. ચોરી કરીને સુખી રહો અને જુઠું બોલી દુઃખી થાવ. જગતમાં એવો કોઈ માણસ નહીં હોય જેણે ચોરી કરી ના હોય. ભકત સુદામાએ ભગવાન કૃષ્ણનું ખાવાનું ચોરી લીધું હતું ને ગરીબ રહ્યા. તો વળી હે બાપુએ પણ કયાંક નાની મોટી ચોરી કરી હશે જ પણ.. બાપુનો તો પેલો દાખલો ચોરવાનો સાફ ઈન્કાર પણ યાદ કરવા જેવો ખરો…
દુનિયાના મહાન માણસોએ પણ ચોરીઓ તો કરી છે જ. મોટા ભાગની ચોરીઓ પોતાનો સ્વાર્થ સાધવા થઈ જતી હોય છે. બેંકમાંથી પચાસ હજાર ચોર્યા પકડાયો અને પછી ચોર જજસાહેબ સામે કહેતો નથી કે મને ગરીબોની દયા આવી જતાં બે બે હજાર એમને આપવા ચોર્યા છે. મારો ચોરી કરવાનો કોઈ ઈરાદો ન હતો. અરે આજકાલ એટીએમ તુટે છે, અને તોડનારો પણ ગરીબોને આપવા માટે ચોરીનું જાેખમ ખેડયું છે એમ કહેતો નથી. ચોરી મોટા ભાગે નીજ સ્વાર્થ માટે જ થતી હોય છે. એક જમાનો હતો માત્ર બેંકોમાં નાણાં મળી રહેતા હતા. આજે ઠેર ઠેર એટીએમ મુકીને લોકો માટે સરકારે સુવીધા ઉભી કરી દીધી છે. એનો ચોરો ભેજાબાજાે ઉપયોગ કરીને પાંચસો હજાર નહીં મોટી રકમ લેતાં સફળતા મળે છે તો કયાંક મહેનત માથે પડે છે. દેશમાં ચોરી અમુક સમયમાં જ ચાલે છે એવું નથી. અડધી રાતનો સમય એક આદર્શ સમય હોવા છતાંય ચોરો સવારે સાત વાગે પણ ચોરી કરતા હોય છે. એક તરફ સુરજ ઉગતો હોય છે તો બીજી તરફ દુકાનના તાળાં તુટતાં હોય છે. સવારના પહોરમાં પોલીસની જીપ પણ કયાંક આસપાસ પડી હોય છે. પોલીસો ચા પાણીમાં અને ચોરો માલપાણીમાં વાહ શું કોમ્બિનેશન છે ? વિચારો, પોલીસ પેટ્રોલીંગ કરી પેટ્રોલનું સત્યાનાશ વાળે ને ચોરો આત્મ કલ્યાણનો પંથ ઉજાળે. અમદાવાદમાં કયાંક આવી ઘટના બની ચુકી છે.
પોલીસ વડા ખુંખાર ખાય કે મંત્રી કહે કોઈને ય છોડવામાં નહીં આવે પણ ચોરો છુટા છે ને સજ્જનોને બંધન છે. આપણા દેશની લોકશાહીનું આ પરમ લક્ષણ લખ્ખણ છે નેતાઓ ટેલીફોન,વીજળીનાં બીલ ભરતાં નથી ની બબાલ છાશવારે લોહીનો ઉકાળો કરે છે. ચામડી જાડીના.. મગરના જેના પેટનું પાણી હાલતું નથી પણ તમારા ખાતામાં બેલેન્સ ઓછું છે ની લમણાફોડ સતત આવતી હોય છે.. અને ઈલેકટ્રીકનું બિલ ભર્યું ના હોય તો ત્રણ સેકન્ડની પણ ફટાક ફૂ કરી નાખે છે.
એટલે જ કહ્યું, ચોરોને જલસા જ જલસા છે.. જ્યારે સજ્જનોને લોહીના ઉકાળા.. હું તો બારી ઉઘાડીને જાેઉં છંુ ત્યારે આગળ એ આંધી અંગે જણાવી ગયો પણ મને તો ચોરો જ ચોર દેખાય છે. કોને સજ્જન કહેવો, માનવો સમસ્યા છે. હમણાં આપણા દેશની એરલાઈન્સ કંપનીનો વિમાનચાલક (પાઈલટ) કયાંક ચોરી કરતાં ઝડપાતાં નોકરી ખોવાનો વારો આવ્યો હતો. અરે ભુતકાળમાં આપણા ક્રીકેટરો, ફિલ્મ અભિનેતાઓ પર વિદેશમાં ચોરી કરતાં ઝડપાયા છે. અઢળક સંપત્તિમાં આળોટતા પ્રસિદ્ધ માણસો આવી ચોરી કરતા હોય ત્યારે આપણા ચોરો અને ચોરીઓમાં ભરચક છે. મોટા માણસોની માનસિકતા પર આંગળી ઊઠે તો નાના માણસોનું શું ? તેથી જ કહું છું ચોરી, ચોરી અને ચોરી કરીને સુખી રહો એ કળા ન આવડતી હોય તો શીખો. બાકી કરવાની કળા કે કલાસીસ કયાંય ન ચાલ્યા છે ન ચાલશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.