ચોરી..ચોરી.. અને ચોરી…

રસમાધુરી
રસમાધુરી

ચોરી, ચોરી અને ચોરી વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતાં દેશમાં ચોરો વધી પડયા છે. ચોરો તો ચોરી કરે છે એ તો સમજયા મારા ભાઈ પણ જેઓ સજ્જન હોવાનો સજ્જનતાની વાતો કરનારા પણ અંદરખાને કયાંક ચોર જણાયા છે. રૂપિયા કે દરદાગીનાની ચોરી કરે એ તોસમજયા મારા ભૈ..પણ કયાંક એવી ચોરીના સમાચાર વાંચવા કે સાંભળવા મળે છે..ત્યારે મનમાં થાય છે શું ? આની પણ ચોરી થઈ શકે છે. એક જમાનામાં કયાંય સીસી ટીવીનું પ્રમાણ નહીંવત હતું.કહોને સીસી ટીવીનું પ્રમાણ નહીંવત હતું. કહોને સીસી ટીવી શી બલા છે એની કોઈનેય ખબર ન હતી. જાેકે તે વખતે ચોરીનું પ્રમાણ પ્રમાણમાં ઓછું હતું. લોકો મહેનત અને નિષ્ઠાની રોટીનો માનતો હતો. આજે સીસીટીવી કેમેરા વધ્યા છે. એટલે ચોરો ઘટી ગયા છે એવું રખે માનવું. જેમ અત્ર-તત્ર-સર્વત્ર ટીવી કેમેરા વધ્યા છે તો ચોરો પણ વધ્યા. ધારો કે ચોર ચોરી કરવા ગયો અને સામે સીસી ટીવી કેમેરા ચાલુ હોય તો માળા કરવા બેસતો નથી પણપોતાનો એમાં ફોટો ન આવે માટે ખાસ પ્રકારની કવાયત કરે છે.
કેટલાક કિસ્સામાં સીસી ટીવીમાં ચોરની તસવીર દેખાય છે પણ પોલીસ પકડી શકતી નથી. ફળ સ્વરૂપે શોભાના ગાંઠીયા બની રહેલા સીસી ટીવી જેની તેની દીવાલ પર જેમના તેમ રહે છે અને ચોરો આરામથી મજાથી ચોરી કરી જાય છે.
આપણો દેશ ધાર્મિક દેશ કહેવામાં કશું ખોટું નથી. કયાંક ડાકોરનો સંઘ નીકળી જાય છે. તો કયાંક ભાદરવી પુનમે પગપાળા અંબાજી જાય છે. એના ચિત્રો ફોટા જાેઈને થાય છે કે લોકો સુધરી ગયા છે પણ શું ધુળ સુધરી ગયાછે ? યાત્રાઓ કે મેળામાં જઈને આવ્યા તોય એના એ તેત્રીસ કરોડ જેટલા દેવી દેવતાઓનો દેશમાં વાસ છે. જાેકે દેશમાં કોઈને પણ આ ૩૩ કરોડના નામ નહીં આવડતા હોય પરંતુ પુરાણમાં કહેવાય. આટ આટલા ટનબંધ, ડઝનબંધ દેવો હોવા છતાંય સીસી ટીવી મુકવા પડે છે. અરે મંદિરમાંય કેમેરા મુકવા પડે છે. નવાઈની વાત તો ત્યારે જ બને છે એ મંદિરમાં કેમેરા હોવા છતાંય કયાંક ચોરો ભગવાનના દાગીના ઉતારી જાય છે. કયાંક દાનપેટીઉઠાવી જાય છે.
મને કયાંક વાંચ્યાનું યાદ છે. મંદિરના આગળના ભાગમાં દાનપેટી પડી હતી અને સીસી ટીવી ચાલુ હતો. ઘણા ચોરો સીસી ટીવી ચાલુ હોવા છતાંય હાથ મારે છે. જે થવું હોય તે થાય.. એ મંદિરના ચોરો નાણાંની એ પેટી ઉઠાવી ગયા વજનદાર હતી અને આગળ મસમોટું તાળું હતું.. ત્રણ ચોરો હતા એ સમજ્યા.. આજ તો ખુબ માલ મળશે.. વાહ બે ત્રણ મહીનાના રોટલા નીકળી જશે.. પરંતુ ખુબ મશકત બાદ તાળું તોડશે તો એમાંથી સત્તર રૂપિયાને ચોર્યાસી પૈસા નીકળ્યા.. એ પછી ચોરોએ શું કર્યું ? એની ખબર નથી પણ મંદિરના પૂજારીએ આ ચોરી અંગે ફરીયાદ નોંધાવાનું માંડી વાળતાં કહેલું, સત્તર રૂપિયા ચોર્યાસી પૈસામાં ફરીયાદ કરવી ? ગમે તે ચોરો વધ્યા છે એ જ્યારે ભગવાનને ય છોડતા નથી ત્યાં કેમેરાથી શો ડર ? અરે એટીએમમાં જ્યાં કેમેરા પાવરફુલ હોવા છતાંય એટીએમ ચોરનારા તોડનારા પડયા છે.. અરે અમદાવાદમાંથી ચોરો આખુંય એટીએમનું ભારે ભડકમ મશીન ઉઠાવી ગયા હતા. પોતાના ઘેર લાવીને મુકયું ત્યારે પાડોશી એનું સમજવા લાગ્યા કે નવી જાતનું રેફ્રીજરેટર લઈને આવ્યા છે પણ પછી ખબર પડી એ કે નવું ફ્રીઝ કેવું છે ? વાહનચોરો પણ એટલા જ રેસમાં છે. પોલીસ લાખ દાવા કરે છે પણ આખરે દળી દળીને ઢાંકણીમાં જ વાહનચોરો પણ પકડાતા નથી અને જાે ચોરાયેલું વાહન જાે પોલીસ પકડે તો એને પરત લેવામાં ધોળા દિવસે તારા નજીક આવે છે. ચોરોની કંઈક એક કમાલ તો જુઓ.. અમદાવાદના એક વિસ્તારમાંથી સતત વાહનો ચોરાતા હતા ત્યારે એક બોર્ડ લગાવવું પડયું હતું. અહીં વાહનપાર્ક કરવા નહીં જાે ચોરાઈ જાય તો તમારી જવાબદારી છે. ભલે પોલીસ ખોંખારી ખોંખારીને કહેતી હોય છે.. ગુનેગારોની ખેર નથી. પણ વાહનચોરો કહે છે તમારી ખેર નથી. ને ચોરોની જમાતમાં એક છેડો.. એક ભાગ વાહનચોરોનો પણ ખરો..અમદાવાદ અને ગુજરાતના ઘણા ઘણા શહેરોમાં મોલ કલ્ચર ઉભા થયાં છે ત્યાં પણ ચોરોનું જય હો કરવાનું બરાબરનું ચાલે છે. આ લખાયું ત્યારે બે મહિલાઓ કોઈ મોલની દુકાનમાંથી બસો જેટલી મૂર્તિઓ ઉઠાવી ગઈ હતી. સ્ત્રીઓ પુરૂષ સમોવડી બનવા જઈ રહી છે ત્યારે ચોરીના ધંધામાં શું કામ પાછળ રહે ? વાહન ચોરવાના.. મોલમાં ઘુસીને કોઈ વહેપારીને વાતોમાં ઉલઝાવી વસ્તુઓ ચોરવાના ધીકતા ધંધામાં મહિલાઓ પણ આગળ આવી છે.
ચોરી અંગેનો લેખ ચાલી રહ્યો છે ત્યારે યાદ આવે છે મહિલાઓ કયાં નથી ? અત્ર તત્ર અને સર્વત્ર છવાયેલી મહિલાઓ હવે તો બે નંબરના ધંધામાંય એન્ટ્રી કરી ગઈ છે. દારૂ વેચતી સ્ત્રીઓ મોલોમાં ચોરીઓ કરતી સ્ત્રીઓ, અરે જાહેર માર્ગો પર ટ્રાફિક હવાલદારોને મેથીપાક ચખાડતી સ્ત્રીઓ.. આ..હાહા.. સ્ત્રીઓએ બે નંબરમાં પણ એન્ટ્રી કરી છે. અરે મહિલાઓ લાંચ લેતાં પકડાયાના કિસ્સા વધી ગયા છે. ખેર.. ચોરો ચોરી પરથી મહીલાઓ ભણી સરકી ગઈ.. વાસ્તવમાં મહિલાઓ સાથે રસ સૌને જાગતો હોય ત્યારે બાપડા બિચારા લેખકને કેમ નહીં ?
અરે ચોરીનો ચોરોનો એક કિસ્સો તો જુઓ.. અમદાવાદના એક વેપારી પાસે પ૦ જેટલાં બકરાં હતા. સંખ્યા વધુ પણ હશે પરંતુ બકરાં ચોરાયાં ચોરો કળા કરી ગયા. વેપારીએ ફરીયાદ કરી જ હોય બનવાજાેગ છે. ત્યારે સામે છેડે પોલીસોએ કહ્યું નથી કે હવે બકરાં પણ ચોરાવા માંડયા ? અમારે શુ ંબકરાં શોધવાં કે ચોરને..આ વાત પર ઠોક તાલી…
કારણ કે પોલીસ બિચારી એમના માથે પડેલું કામ કરી શકતી નથી. ત્યાં આ બકરાં શોધવા જવાનું ? ધન્ય છે મારા અમદાવાદના ચોરોને જેઓ બકરાંને ચોરવાનું પછી મુકતા નથી. જે મળ્યું એ મારાભૈ સોનાનું એમ તો અમદાવાદની જેમ અન્ય શહેરોમાં રાત વેળા ગાય વાછરડાં ચોરવાની ઘટનાઓ બનતી હોય છે.. હાં ગધેડા હાથી ચોરાયાનો કિસ્સો સાંભળ્યો નથી..
પરીક્ષા ટાણે.. હોલમાં જવાબોને ચોરવાનો આનંદ કંઈક ઓર જ હોય છે.. ચારેકોર.. સીસી ટીવી લગાવ્યા હોય, સુપરવાઈઝરની ચાંપતી નજર હોય.. ફલાઈંગ સ્કવોર્ડ ગમે ત્યારે ત્રાટકવાની સંપૂર્ણ આશંકા હોય તો પણ હોલમાં ચોરીની વાત.. આનંદદાયક છે.. ચોરી છે તો પાસ થવાની ખાતરી છે.. ચોરી કોણ નથી કરતું અને ચોરી કોણે નથી કરી ?
એક જણાએ તો કોલસાના થેલામાંથી કોલસા ચોર્યા હતા. બીજાએ વળી બાંધકામ થતું ત્યાં પડેલો ભંગાર રાત્રે ચોર્યો હતો. સ્ટ્રીટલાઈટના થાંભલેથી ટયુબલાઈટ કાઢી ગયો હતો તો શિક્ષિકાબેનની સુકાઈ રહેલી સાડી ખેંચી ગયો હતો.. તો રસ્તાની એક તરફ સુકવેલાં છાણાંની ચોરી થઈ હતી. .મંદિર આગળથી નવા શું હવે તો જુના બુટ પણ ચોરાય છે ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.