ચુંબકીય હાથ ધરાવતિ યુવતી ઈંગા ગાઈદૂચે

રસમાધુરી
રસમાધુરી

સુંદર ચહેરો તથા ચમકતી આંખો ધરાવતી માત્ર છઠ્ઠા ધોરણમાં ભણતી બેલોરૂસીની યુવતી ઈંગા ગાઈદુચે પોતાની વિશેષતાથી લોકોને અશ્વર્યચકીત કરી મુકે છે. એની ચમત્કરી હરકતોથી માત્ર બેલારૂસમાં જ નહી, પરંતુ આખા વિશ્વમાં ચર્ચિત બની ચૂકી છે. એના હાથોમાં ચુંબક જેવી શક્તિની મદદથી લોકોને ચકીત કરી દેનારી હરકતો ક્યારેક જાણી જાેઈને કરે છે તો ક્યારેક પોતાની મેળે થઈ જાય છેે.
બેલા રૂસના નગરના ગ્રોદૂનમાં રહેનાર અનાતોલી ગાઈદુચે તથા એની પત્નીને આ વાતની ખબર એના જન્મના થોડાક વરસો બાદ પડી હતી. ૧ર વરસની એમની પુત્રી ઈંગા પોતાના હાથો દ્ધારા વિવિધ ચમત્કાર સર્જીને લોકોમાં પ્રસિધ્ધ થઈ હતી. જ્યારે શરૂઆતમાં એમની પુત્રીની આ હરકત જાેઈને તેઓ ડરી ગયા હતા. એમણે પોતાની દિકરીને પ્રેતનો વળગાડ હોવાથી અનેક પ્રયત્નો કર્યા પરંતુ અંતે તેઓ એના ચુંબકીય હાથોના કરિશ્માને સ્વિકારીને ચાલવા લાગ્યા. પોતાની ચુંબકીય હાથો દ્ધારા ઈંગા વજનદાર વસ્તુઓ પણ ચોંટાડી શક્તી હતી. અને આ કાર્ય સામાન્ય લાગતુ હતુ જે એને ક્યારેય પીડા આપતું નહોતુ.
શરીર વિજ્ઞાની, ચિકિત્સક, પત્રકાર, અને વૈજ્ઞાનિકો આ ચુંબકીય હાથો વાળી યુવતીના વિશે વિવિધ પ્રકારની તપાસ કરી પરંતુ તેઓ કોઈ ખાસ નિર્ણય પર ન પહોંશક્યા.

એના ચુંબકીય હાથો સાથની રમતનું ઉદાહરણ જાેઈએતો ઃ ઈંગા પોતાના જમણા હાથને આગળ કરીને એલ્યુમિનિયમ અથવા તો સ્ટીલના કોઈ પણ વાસણ પર ફેરવે તો તે વાસણ તરત જ ચોંટી જાય છે. જાણે કે કોઈ ચુંબકે એને પોતાની તરફ ખેંચ્યું ના હોય ! કોઈ પણ બે કે ત્રણ કિલ્લો વજન ધરાવતી વસ્તુને એની હથેળી નજીક લાવવામાં તો તે તરત જ ચોંટી જાય છે. રસોઈ ઘરનો સામાન જેવો કે સાણસી, ચિપિયા, ચમચી, ડીશો વગેરેની નજીક જાે ઈંગા જાય તો તે તરત જ ચોંટી જાય છે. આ બધી ચિજાેને લાંબા સમય સુધી ઈંગા જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી હવામાં લટકાઈ રાખે છે. ૪થીપ કિલો વજનની ભારે વસ્તુઓ ગુરૂત્વાકર્ષણના નિયમની ઉપેક્ષા કરતા હથેલી પર લટકીને ઝુલ્યા કરે છે. અનેક લોકો પહેલાં તો ઈંગાની ચાલાકી સમજ્યા હતા પરંતુ જ્યારે સાચી વાત જાણી ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા.
એક વાર એની નરમ હથેળી પર પ કિલોની વજનદાર ૪ વસ્તુઓ ચોંટાડીને પ્રશ્ન કર્યો કે ‘ઈંગા, તને આ વસ્તુ પઓનું વજના પડતા હથેળી માં દર્દ થાય છે?’’
‘‘નાકોઈ પણ વજન ઉપાડતા મને કોઈ જ પ્રકારાી તકલીફનો અનુભવ થતો નથી.’’
વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગો દ્ધારા ઈંગાના હાથોને વિવિધ પ્રકારના સાબુ અને રાસાયણ દ્ધારા સાફ કરીને પછી એના ચમત્કારને અનુભવ કર્યો. તેઓ એ કબુલ્યું કે જરૂર આ ઈંગાના હાથમાં કોઈ ચુંબકીય શક્તિ છે. એક તાર જરૂર આ ઈંગા તે વસ્તુ ને પોતાની ઈચ્છાનુસાર પોતાના હાથ પર ચોંટાડી રાખે છે. કેટલીક વાર તો તેણે પ કિલોના વજન ધરાવતી વસ્તુઓને કલાકો સુધી પોતાના હાથમાં ચોંટાડી રાખી છે. તેને આ પ્રયોગ કરવામાં જ દર્દ કે અજીબ લાગતું નહોતુ. જાેત જાેતામાં તે એક હાલતું ચાલતું આશ્ચર્ય બની ગયેલ.

ચોકાવનારી એક વાત બીજી પણ એ હતી કે ઈંગાના ચુંબકીય હાથોના સ્પર્શથી લોકોના જુના પુરાણા રોગો પણ ઠીક થઈ જતા હતા. કમરના દર્દમાં લોકોને ઘણી જ રાહત મળતી હતી. હજારો રોગીઓ ઉપર એનો પ્રયોગ એકદમ સાચો નિવડ્યો હતો. એના આ ચુંબકીય ગુણો એ ઈંગાને દુર દુર સુધી પ્રસિદ્ધ કરી હતી દર્દીના જે સ્થાન પર દર્દ થતુ હતુ ત્યાં ઈંગા પોતાના બંન્ને હાથોને મુક્તી હતી. ત્યારે એને એ અનુભવ થતો હતો કે એના હાથમાંથી ગરમી નીકળતી હતી. જે એના હાથોમાંથી પસાર થઈને ખભા સુધી પહોંચતી હતી. થોડાક સમય પછી એને લાગતું હતું કે એની હથેળીની નીચે તેલ જેવો કોઈ ચીકણો પદાર્થ ફેલાતો હોય તેવો અનુભવ થતો હતો. ત્યાર પછી થોડા સમય બાદ એને એવો અહેસાસ થતો હતો કે જાણે અનાજના દાણાના ઢગલા પર એનો હાથ ના હોય ! તે હાથ ઉઠાવીને વચ્ચે વચ્ચે જાેઈ લેતી હતી. પરંતુ હાથ સામાન્ય લાગતો હતો. જ્યારે એને લાગતું કે એનો હાથ અનાજના દાણાના ઢગલાને વિખેરી રહ્યો છે ત્યારે દર્દીનું દર્દ એકદમ ગાયબ થઈ જાય છે. અને વરસો જુના દર્દમાં રાહત મેળવતો હતો.
એના પિતા અનાતોલી પોતાની પુત્રી ગાઈદુચે વિશે કહેતા હતા કે ઈંગાએ અમારા માટે ઘણી મોટી સમસ્યા ઉભી કરી નાંખી છે. પરંતુ ઈંગા એ પોતાની આ ચમત્કાર શક્તિને લોકોના દર્દ દુર કરવામાં ઉપયોગ કરવા લાગી. ગમે તે હોય પરંતુ આજે પણ એના એ ચમત્કારીક હાથોનું રહસ્ય કોઈ પણ જાણી શક્યું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.