કશિશે નાની બહેન કાંચીને કુતરાના હુમલાથી બચાવી

રસમાધુરી
રસમાધુરી

અમદાવાદ શહેર અંગે એવું કહેવાય છે કે ‘જબ કુત્તે પર સસ્સા આયા તબ બાદશાહને શહર બસાયા’ જ્યાં સસલાં પણ કુતરાંની સામે બાથ ભીડી શકે તેવાં બહાદુર હોય તેવી આ ધરતી છે.આ શહેરમાં પહેલાં એટલી બધી કાપડની મીલો હતી કે તેના લીધે તે ભારતનાં માન્ચેસ્ટર તરીકે ઓળખાતું. એક સમયે આશાવલ ભીલની વસાહત હતી તે પછી રાજા કર્ણસેન દ્વારા નગરી વસાવવામાં આવી અને તેનું નામ કર્ણાવતી પડયું. કાળક્રમે ઈ.સ.૧૪૧૧ માં અહમદશાહ બાદશાહના નામ સાથે જાેડાઈ આ શહેર અહમદાવાદ કે અમદાવાદના નામે જાણીતું થયું. તેથી આ શહેરમાં ઐતિહાસિક અને રાજકીય મહત્વ ધરાવતા અનેક સ્થાનો છે. સીદી સૈયદની જાળી કોતરણી કામ માટે દુનિયાભરમાં જાણીતી બની છે. તે ઉપરાંત કાંકરીયા, શાહ આલમનો રોજાે, કર્ણ મુકતેશ્વર મહાદેવ, ભદ્રકાળી માતાનું મંદિર, ઝુલતા મિનારા, સરખેજનો રોજાે, હઠીસિંહનાં દેરાં, બાલવાટિકા, દાદા હરીની વાવ, સ્વામીનારાયણ મંદિર, જુની પોળો, સાબરમતી આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, સેન્ટ્રલ જેલ આઝાદીની લડતનાં સંસ્મરણો તાજાં કરાવે છે.તો ફિઝીકલ રીસર્સ લેબોરેટરી, અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર તથા અટીરા સંસ્થાઓએ અનેક સંશોધન હાથ ધરી વિશ્વમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
પરંતુ આ તો થઈ જુના અમદાવાદની વાત. હવે નવાં આકર્ષણોમાં રીવરફન્ટ, બી.આર. ટી.એસ. બસોની સુવિધા તેમજ મેટ્રો રેલ જેવા પ્રોજેકટો આવતાં શહેરની શકલ બદલાઈ રહી છે. પહોળા રોડ અને ઓવરબ્રિજ તેમજ મોટા મોટા મોલનું કલ્ચર આવતાં શહેર તેના સીમાડાની બહાર ઘણું વિસ્તરી રહ્યું છે. બહુમાળી ઈમારતી શહેરની શોભા અને આકર્ષણ બની છે. વિસ્તરતા નગરના આ નવીન વિસ્તારોમાં અનેક નવાં એપાર્ટમેન્ટોમાં લોકોનો વસવાટ વધ્યો છે તેવો એક એપાર્ટમેન્ટમાં બની ગયેલ ઘટનાની આ વાત છે.
ર૩ મી ડીસેમ્બર ર૦૧૪ ના દિવસે સવારના સમયમાં એપાર્ટમેન્ટમાં બગીચામાં બે નાનાં બાળકો રમતાં હતાં. તેમાં એક હતો નવ વર્ષનો કશીશ અને બીજી તેની સવા વર્ષની નાની બહેન કાંચી.આમ તો બગીચામાં સવાર સાંજ કોઈને કોઈ વડીલો બાંકડે બેઠા હોય, ગૃહિણીઓ કંઈને કંઈ ખરીદી કરવા કે બીજા કામે જતી હોય તેથી અવરજવર હોય પણ આજે એવું કંઈ ન હતું.
કશિશ અને કાંચી રમતાં હતાં. કાંચીને ચાલતાં હમણાં જ આવડયું હતું એટલે તે બગીચામાં ભાગંભાગ કરતી હતી. કશીશ તેની પાછળ, પાછળ જતો હતો. તેને પણ ભાગતી કાંચીને પકડવાની મજા આવતી હતી. પકડાઈ જતા કાંચી એકદમ હસી પડતી હતી અનેફરી તગતગ કરતી ભાગવા લાગતી હતી.એવી જ રીતે કાંચી ભાગી તે જરા વધુ આગળ ગઈ. આ વખતે કશિશને એમ લાગ્યું કે જાેઉં તો ખરો એ કેટલે જાય છે ? તેથી તે પોતાની જગ્યાએ ઉભો રહ્યો. કાંચીએ પાછું વળીને જાેયું તેને ખબર પડી કે કશિશ તેને પકડવા આવતો નથી. તેથી એ ઉભી રહી ગઈ એટલે કશિશે તેને પોતાની પાસે બોલાવી.‘કાંચી..કાંચી..ચાલ આવી જા… પણ એ ડોકું હલાવી ઈન્કાર કરવા લાગી, કશિશ તેને બે હાથ લંબાવીને બોલાવતો હતો ત્યાં અચાનક કાંચીની પાછળ એક મોટો ડાઘિયા જેવો કુતરો આવતો દેખાયો. કશિશે બુમ પાડી…‘કાંચી..કાંચી.. ભાગ !’કાંચી આજુબાજુ જાેવા લાગી ત્યાં પેલો કુતરો તેની નજીક આવી ગયો. એ એક જર્મન શેફર્ડ કુતરો હતો. તેણે કાંચી પર હુમલો કરી કાંચી પડી ગઈ એટલે કુતરાએ તેને મોંમાં પકડી લીધી અને ફંગોળવા લાગ્યો. આ જાેઈ કશિશ એકદમ ગભરાઈ ગયો. કશીશ ડરી ગયેલો પણ તેણે હિંમત કરી એક બાજુથી કુતરાના મોંમાંથી બહેનને ખેંચવા લાગ્યો પણ કુતરો તેને ઢસડવા લાગ્યો ને બગીચામાં આમથી તેમ ભાગવા લાગ્યો. આ જાેઈ કશિશે બુમો પાડવા માંડી અને કુતરાના મોમાંથી બહેનને છોડાવવા માટે તેને મારવા લાગ્યો જેથી કુતરાએ તેની બહેનને છોડી દીધી પણ કશિશ પર હુમલો કરવા ધસી આવ્યો.આ દરમિયાન બુમાબુમ થતાં લોકો ભેગા થઈ ગયા અને કુતરાના માલીકે પણ લાકડી સાથે આવી જતાં બંને ભાઈ બહેનને બચાવી લેવામાં આવ્યા. કુતરા સાથેની ઝપાઝપીમાં બંને ભાઈબહેનને ઈજાઓ થયેલી તેથી તેમને દાકતરી સારવાર આપવામાં આવી.એપાર્ટમેન્ટના સી.સી.ટીવી કેમેરામાં આ દ્રશ્યો ઝડપાઈ ગયાં હતાં. તે જાેઈ સૌ દંગ રહી ગયાં. નાનકડા કશિશની હિંમત અને બહાદુરી તેમજ સમયસુચકતાને કારણે તેની બહેન કાંચીનો જીવ બચી ગયો.આ બનાવના સી.સી.ટીવી કેમેરાનાં દ્રશ્યો સ્થાનિક ટીવી ચેનલો પર પ્રસારીત થયાં અને અખબારોમાં પણ સવા વર્ષની નાની બહેનને બચાવનાર નાનકડા કશિશના સાહસની વાતો વહેતી થતાં ભારતીય બાલ કલ્યાણ સંઘ દિલ્હી દ્વારા ‘રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર’ માટે કશિશની પસંદગી થઈ. કશિશને પુરસ્કૃત કરવામાં આવ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.