કબૂતરોની

રસમાધુરી
રસમાધુરી

કબૂતર એક એવું નિર્દોષ પક્ષી કે જેને જાેતાં જ ગમવા લાગે છે. કબૂતરોનો સંદેશાવાહકના રૂપમાં લેવામાં આવેલી સેવાઓના કિસ્સાઓ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાયા છે.પ્રાચીનકાળથી જ દુનિયાભરમાં કબૂતરનો સંદેશો મોકલવાને માટે ખુબ જ કુશળતાથી એનો ઉપયોગ કરતા આવ્યા છે.સિકંદરના આક્રમણ બાદ ૩રર ઈ.સ.પહેલા ભારતમાં જયારે ચંદ્રગુપ્ત મૌર્યના વિશાળ સામ્રાજયની સ્થાપના થઈ ત્યારે આધુનિક અફઘાનિસ્તાન અને મ્યાનમાર એમના સામ્રાજયમાં ભળી ગયા હતા.
એમનો વિસ્તૃત જમીનનો ભાગ સંચાર વ્યવસ્થામાં કબૂતરોની સેવા લેવાના પ્રમાણ મળી આવે છે. કૌટીલ્યના અર્થશાસ્ત્ર,વિશાખાદત્તના મુદ્રારાક્ષસ જેવા ગ્રંથોમાં પણ તે સમયના યુગની સંચાર પ્રણાલીમાં પણ કબૂતરોનો ઉલ્લેખનીય સેવાઓનો ઉલ્લેખ છે.એમના ઉત્તરાધિકારી બિંદુસાર અને અશોક મહાનના સમયમાં પણ કબૂતર ડાકસેવાએ સંચાર પદ્ધતિની મુખ્ય આધાર બની ચૂકી હતી.
ત્યારબાદના સમયમાં ગુપ્ત,સાતવાહન, હર્ષવર્ધનના કાળમાં પણ કબૂતરોની ડાકસેવાનો વૃત્તાંત મળે છે.આઈને અકબરીમાં લેખક અબુલ ફઝલે મોગલ સમ્રાટ અકબરના સમયમાં મોટી સંખ્યામાં કબૂતરોની સેવાનો ઉલ્લેખ મળે છે.કબૂતર ડાક સેવા ઉપરાંત કબૂતરોનો બીજાે ઉપયોગ કબૂતરબાજીના રૂપમાં આનંદ પ્રમોદના માટે થતો હતો પરંતુ મોગલકાળમાં હજારો માઈલ દૂર સુધી કબૂતરો મારફતે સંદેશાઓ મોકલવામાં આવતા હતા.
સમ્રાટ જહાંગીરના રાજયમાં કબૂતરોને યોગ્ય તાલીમ આપવાની વ્યવસ્થા પણ હતી.એમના સમયમાં માંડુથી બુરહાનપુરની વચ્ચે સંદેશાની લેવડ દેવડ કબૂતરો દ્વારા જ ખુબ ઝડપથી અને કુશળતાપૂર્વક કરવામાં આવતી હતી.આ પ્રકારે પ્રાચીન યુનાનમાં રાણી કલીયોપેટ્રાએ પોતાના પ્રેમી એંટોનીને રોમમાં કબૂતરો દ્વારા જ સંદેશો મોકલવાનો ઉલ્લેખ મળે છે.રોમન સામ્રાજયમાં પણ કબૂતરો દ્વારા સંદેશા મોકલવાની પરંપરા વધુ વિકસિત થઈ હતી.વર્ષ ૧૮૧પ માં નેપોલીયન બોનાપાર્ટની વોટરલુમાં પરાજયના સમાચાર કબૂતરો દ્વારા જ ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ વર્ષ ૧૯૧૪-૧૯૮૭માં પણ કબૂતરોની સેવા અત્યંત પ્રશંસનીય રહી હતી.મેજર ફાઉલરે તો કબૂતરોથી એટલો બધો પ્રભાવિત હતો કે તે અત્યંત મહત્વપૂર્ણ ગુપ્ત સંદેશાઓ કબૂતરના માધ્યમથી જ મોકલતો હતો.પ્રથમ વિશ્વયુદ્ધમાં જ બ્રિટીશ સેનાના એમ૧-કબૂતરેે જંગના મેદાનમાં શત્રુના ક્ષેત્રમાં રસ્તો ભુલી ગયેલ બ્રિટીશ સેનાને સાચો રસ્તો બતાવીને આખી બટાલીયનના સૈનિકોના પ્રાણોની રક્ષા કરી હતી.બીજા વિશ્વયુદ્ધમાં પણ જયારે વાયરલેસ પ્રતિકુળ મૌસમમાં અસફળ થયા ત્યારે કબૂતરોએ સંદેેશા મોકલવાનું કરીશ્મા સંભવ કરી દેખાડયો હતો.અમેરીકાની પ્રસિદ્ધ સમાચાર એજન્સી રાઈટર અને ન્યુયોર્ક ઈવનીંગ જનરલે કબૂતરોનો ઉપયોગ સુચનાઓ સંદેશાની આપલેને માટે ઘણોજ લાંબા સમય સુધી કર્યો હતો. ફ્રાંસમાં પેરીસ જયારે પેરીસના ઘેરાવાના સમય વર્ષ ૧૮૭૦-૭૧ ના કબૂતરોએ ખુબ જ પ્રશંસનીય સેવાને આજેપણ દુનિયા યાદ કરે છે.
સંદેશાને ફુટભાષામાં લખીને નાની નાની કેપ્સુલોમાં ગોઠવીને તેને કબૂતરોના પંજામાં અથવા તો પાંખોમાં ચોંટાડીને કબૂતરોને ઉડાડવામાં આવે છે. સમય જતા આ લખેલા સંદેશાઓના સ્થાને ફિલ્મોનો વપરાશ થવા લાગ્યો.નાની નાની ફિલ્મોમાં ઘણા બધા સંદેશાઓ મોકલી શકાય છે.કબૂતર પોતાના માર્ગની ઓળખને માટે પૂર્વ સ્મૃતિ પૃથ્વીના ચુંબકીય તત્વો અને ગંધનો સહારો લે છે.આ રહસ્ય છે કે કબૂતરો પ્રતિકુળ વાતાવરણમાં, કઠીન,દુષ્કર પ્રદેશોમાં પણ કયારેય રસ્તો ભુલતા નથી.કબૂતરો હજારો માઈલનો રસ્તો ખૂબ જ ઝડપથી પુરો કરી લે છે.આ જ કારણે કબૂતરોને વિશ્વસનીય દૂત સમજવામાં આવે છે.એકવાર એની પાંખ કે પંજામાં સંદેશો ચોંટાડવામાં આવે ત્યાર પછી એને એ વ્યક્તિનો ફોટો ચોંટાડવામાં આવે છે અને તે માત્ર એની ઝલકથી જ સાચી મંજીલ સરનામું યોગ્ય સ્થળે શોધીને તે સંદેશો પહોંચાડે છે.કબૂતરોની કેટલીક વિશેષ પ્રજાતિઓ જ આ કાર્યમાં હોંશિયાર હોય છે.
કબૂતરોના શાંતિદુતના રૂપમાં કરવામાં આવેલ પ્રશંસનીય કાર્યો પ્રતિ આજે પણ આપણે તેના ઋણી છીએ.સાહિત્યકારો, ફિલ્મકારોએ કબૂતરોની આ અમૂલ્ય સેવાઓનો લાભ લઈને એમની પ્રશંસનીય સેવાને બિરદાવીને એમનું સન્માન કર્યું છે.
કમલેશ કંસારા
અમદાવાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.