આત્મનિર્ભરતા અને સ્વાયતત્તાને કયારે સ્વીકારીશું ?

રસમાધુરી
રસમાધુરી

હિંદુસ્તાનના પાડોશી રાષ્ટ્રો જયારે છાનગપછીયાં કરી આપણા સાર્વભૌમત્વના લીરા ઉડાડવા કોશીશો કરતા હોય એવા સંજાેગોમાં આપણે આત્મનિર્ભર કયારે બનીશું ? આ એક સૌના મનમાં સચવાયેલી સમસ્યા છે પણ તે સમસ્યાના બેઝીક સ્વરૂપને આપણે ભુલી જઈએ છીએ.છેલ્લા દોઢેક દાયકાથી આપણે ચાઈના બનાવટ કે કોટિયા મેન્યુફેકચરવાળા મોબાઈલ પાછળ ઘેલા થઈ ગયા..અને એ મોબાઈલો અઢી હજારથી માંડી એક લાખ સુધી ખરીદવા ઉતાવળિયા થઈ ગયા.અંબાણી આણી કંપનીવાળાએ આપણા ત્યાં સ્વદેશી મોબાઈલ માટે પહેલ કરી પણ જાેઈએ એવો પ્રતિસાદ ન મળવાના કારણે આપણે વિદેશી બનાવટો તરફ ડોકું કરીએ છીએ. આ એક સ્વાભિમાન વૃત્તિ નથી.જયારે આ દેશમાં વીજળી નહોતી એવા સમયે આપણા વડવાઓ ઘરમાં અજવાળા માટે માટીનાં કોડિયાં અને લાલટેન ફાનસ વાપરતા હતા.
આ દેશના ગણતરીના ધનવાનો પોતાના પુત્રો કે પૌત્રો માટે ચાઈના બનાવટનાં પચ્ચીસ રૂપિયાથી માંડી પચાસ હજાર સુધીનાં એકી બેઠકે ખરીદે છે.ચાઈના માર્કેટ આ દેશમાં ઠેર ઠેર ઉભરાય છે.અમારા અમદાવાદીઓ મોબાઈલના પાર્ટસ કે નવા મોબાઈલ ખરીદવા ચાઈના માર્કેટમાં આંટા મારતા જાેવા મળે છે એ નબીરાઓને જાેઈને મને ખેદ થાય છે કે શું આવા નાગરિકો આ દેશને આત્મનિર્ભર થવા દેશે ?
થોડાક સમય પહેલાં ચાઈનાએ આપણા દેશ રાત્રીઓનાં પેટ,હોજરી અને આંતરડા બગાડવા માટે પ્લાસ્ટીકના ચાવલ પધરાવ્યા હતા જે ચાવલ આ દેશમાં આવ્યા પછી લગભગ છ મહીને તેનું એફએસએલ થયું ત્યારે ખબર પડી કે પ્લાસ્ટીક પોલીઈથીકલમાંથી બનતા મોટા ચાવલ આપણા પેટમાં ડાંગરના છોડ ઉગાડી શકે તો નવાઈ નહીં.આજ એક ઈદમ તાજ્જુબ છે.કોરોના સપ્લાય કરનારે આ દેશની આર્થિક કમર તોડી નાખી છે અને આટલેથી તેને સંતોષ ન થવાના કારણે એ પડોશી રાષ્ટ્રનો ધણી જે કેમીકલ ઈજનેર છે તેની મુરાદ ભારતના તમામ નાના મોટા વિસ્તારોમાં સેના ખડકી દેવાનાં કાવત્રાં કર્યા કરે છે એ ખરેખર એક તાજ્જુબ છે.આપણા વજીરે આઝમ મોદી સાહેબ માટે હવે એક જ રસ્તો ભગવદ્‌ગીતાનો અખત્યાર કરવાની જરૂર છે.એ પહેલાં ચાઈના અને તેની ચીજવસ્તુઓ સાથે ખોટી પ્રીત કરનાર દેશદ્રોહીઓ એ એક આત્મ સમર્પણ કરવાની જરૂર છે. દરેક નાગરિક તેની છાતી ઉપર હાથ મૂકી એક જ અવાજ કાઢશે. ‘ચાઈના ગો બેક’ ના નારા સાથે નિગ્લેકટ કરવા માટેનો સમય પાકી ગયો છે અને આવી વીરતા બતાવનાર તમામ હિંદુસ્તાની સાચા આત્મનિર્ભર બનશે.એક આપણી ગુજ્જુ કહેવત અનુસાર જેટલો ભાગ સડયો હોય તેને હવે કાઢી નાખવાની જરૂર છે.પડોશી રાષ્ટ્રોનાં મોટાં મોટાં માર્કેટ ઉભાં કરવામાં જે નાગરિકો સહકાર આપે છે તેમણે બધું સ્ટોપ કરવામાં આપણી ખરી આત્મનિર્ભરતા છે.
દેશની રાજધાની દિલ્હીમાં ચાઈના માર્કેટના રમકડાંને શરમાવે તેવી ચીજાેનું ઉત્પાદન માત્ર અને એ ચાઈના કરતાં સસ્તા ભાવે સેલ કરવા સરકાર સબસીડીનો આશરો લે તો જરૂર આપણા ખાનદાની નબીરા ચાઈનાનાં રમકડાં ખરીદતા બંધ થશે અને આપણી દરેક ચીજ ઉપર ‘વંદે માતરમ્‌’ નો નાદ ગુંજતો થશે ત્યારે દરેક હિંદવાસી સ્વાયત્ત બનશે.ઔષધની બાબતે ચાઈના કંઈક ડફોળગીરી કરી આ દેશના ફાર્મા ઉદ્યોગને બનાવવાની વાત કરે છે એવા સંજાેગોમાં આપણે પેરાસીટામોલ-૬પ૦ ની દવા ખરીદવાનું બંધ કરીએ આપણો ફાર્માસ્યુટીક ઉદ્યોગ વાર્ષિક પચાસ હજાર કરોડ કરતાં વધારે કિંમત સાથે દવાઓની પેદાઈશ કરે છે એવા સંજાેગોમાં ચાઈનાની એક પણ દવા આ દેશમાં પગપેસારો ના કરે એ બાબતે પ્રતિબદ્ધ થવાની જરૂર છે..ઈદમ તાજ્જુબ..
દેશમાં મોટા શહેરોમાં જ્યાં ચાઈના માર્કેટ પગપેસારો કરી ગયાં છે એ તમામ માર્કેટોને અલવિદા કરવાની જરૂર છે.સ્વાયતત્તા સાથે આત્મનિર્ભરતા આપોઆપ આવે છે.આ દેશમાં ચાઈનીઝ ટુક્કલ અને ચાઈનીઝ દોરીના રસીયાઓએ અનેક પતંંગ ચગાવનારા નાગરીકોને સરફરોશીમાં ધકેલી દીધા છે. આવી પતંગદોરી વેચનાર દેશદ્રોહી નાગરિકોને ઓછામાં ઓછી પાસા હેઠળ સજા થશે ત્યારે જરૂર આ દેશમાં આત્મનિર્ભરતાનો સુરજ ઉગશે.આપણા બરેલી અને એમ.પી.ના કેટલાક વિસ્તારના અનેક પ્રકારના પતંગ દોરા બારેમાસ ઉપલબ્ધ હોય ત્યાં ચાઈનાની શી જરૂર છે ? દેશવાસીઓ મારી આ આત્મનિર્ભર બનવાની અપીલ માત્ર છે કલમ મારી છે નિર્ણય તમારો..સૌ દેશવાસીઓનો બસ આજ એક સ્વાભિમાન માટે ઈદમ્‌ તાજ્જુબ..ખુદા હાફીઝ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.