આગમાંથી નાના ભાઈને બચાવતી રીપાદાસ

રસમાધુરી
રસમાધુરી

ત્રિપુરા રાજયનું એક નાનું ગામ. ગામમાં નજીક-નજીક અનેક ઘરો હતા. ત્યાં રીપા નામની સાત વર્ષની છોકરી રહેતી હતી. તેના ઘરની સામે ગલીના નાકે ચાની દુકાન કીટલી કહેવાય તેની હતી.
આ દુકાનમાં એકાએક આગ લાગી. આગની જવાળાઓ ભડભડ ઉઠવા લાગી.આગ આજુબાજુના ઘરો સુધી પ્રસરવા લાગી.
ગીચ વસ્તીવાળો આ વિસ્તાર હતો. રીપા અને તેનો નાનો ભાઈ ઈશાન એક ઓરડામાં સુતા હતા. તેની બાજુના ઓરડામાં રીપાની મા અને દાદી સુતાં હતાં. બહાર આગ…આગ.. ભાગો.. ભાગો.. ના અવાજાે સાંભળતાં રીપાની મા અને દાદી બંને જાગી ગયા. આગ તેમના ઓરડા સુધી પ્રસરી રહી હતી. તે બંને પોતાનો જીવ બચાવવા બહાર દોડી ગયાં.
લોકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું.આગને ઓલવવા માટે ગામડામાં તો બીજુ ંશું મળે ? જેના હાથમાં જે વસ્તુ આવી તે લઈને નજીકમાંથી પાણી લાવીને છંટકાવ કરવા લાગ્યા. કોઈ વળી ધુળથી આગ બુઝાવવા પ્રયત્ન કરતા હતા.
આગ વધુને વધુ ફેલાતી જતી હતી. અચાનક રીપાની નીંદર ખુલી, તેણે જાેયું તો ઓરડાની બારી સળગી રહી હતી. તે ઝટપટ ઊભી થઈ અને નાના ભાઈ ઈશાનને પણ જગાડયો.
શું થયું છે દીદી ?
કંઈ નહીં આગ લાગી છે.. હવે શું થશે ?
તું ચિંતા ન કર આપણે જલદી ઘરની બહાર નીકળી જઈએ.. એમ કહી નાના ભાઈ ઈશાનને સાથે લઈ રીપા આગળ વધી. તેણે ઓરડાનું બારણું ખોલ્યું ત્યાં તો સાપના ફુંફાડાની જેમ આગની જવાળાઓ અંદર ધસી આવી. બારણાથી બહાર જઈ શકાય તેમ ન હતું. એક બારી હતી તે પણ સળગતી હતી. આજુબાજુ ફેલાયેલી આગને કારણે ઓરડામાં એકદમ ગરમી લાવવા લાગી. રીપાના નાના ભાઈને કાંઈ ન સમજાતાં ગભરાઈને તે રડવા લાગ્યો. રીપાએ એક પળ વિચાર કર્યાે પછી હિંમત એકઠી કરી નાના ભાઈને તેડયો અને બારીમાંથી બહાર કુદી પડવા માટે બારી તરફ આગળ વધી. પરંતુ બારી ઊંચી હતી.નાના ભાઈને તેડીને ઉપર ચડી શકાય તો જ બારીમાંથી બહાર જઈ શકાય તેમ હતું.
રીપાએ આજુબાજુ નજર દોડાવી. ખુણામાં તેનું અભ્યાસનું ટેબલ હતું.. તેના ઉપર થોડી ચોપડીઓ મુકેલી હતી. રીપાએ ઝટપટ ટેબલ પરની ચોપડીઓ હટાવી અને બેન ભાઈ-બહેને મળી ટેબલને બારીની નજીક લીધું પણ ત્યાં સુધીમાં બારીમાં આગ ખુબ પ્રસરી ગઈ હતી.

રીપા બારી ઉપર ચડી.તેણે બે હાથ ખંેચી તેના ભાઈને પણ ઉપર ખેંચ્યો..નાનો ભાઈ ઈશાન તો ખુબ જ ડરી ગયો હતો.
રીપાએ બહારની તરફ નજર કરી. બારીની બહાર શેરીમાં કોઈ દેખાતું ન હતું. કેમ કે આ ઘરનો પાછળનો ભાગ હતો.
રીપાના ઓરડામાં પણ આગ હવે બરાબર ફેલાવા લાગી હતી. રીપાએ જાેયું તો પલંગ પર સળગતું લાકડું પડતાં એ ભડભડ બળવા લાગ્યો હતો. નાનો ભાઈ ઈશાન ચીસાચીસ કરવા લાગ્યો હતો તે ઈશાનને તેડીને બારીમાંથી બહાર કુદી પડી..
તે દરમિયાન ઈશાનની બુમો સાંભળી આજુબાજુથી લોકો ત્યાં ધસી આવ્યા. સળગતી બારીમાંથી કુદતાં રીપાને પણ ઈજાઓ થઈ હતી અને હાથ તેમજ પગ દાઝી ગયા હતા પણ રીપાએ ખુબ જ હિંમત અને બહાદુરી બતાવી તેના નાનાભાઈ ઈશાનને કોઈપણ જાતની ઈજા ન પહોંચે તેમ સુરક્ષિત બહાર કાઢયો હતો. ગામ લોકો આ જાેઈ અચંબામાં પડી ગયા. રીપાને નજીકના દવાખાને લઈ જઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી થોડા જ દિવસમાં રીપા સાજી થઈ ગઈ.
ર૪ એપ્રીલ, ર૦૧૪ ના દિવસે બનેલ આ બનાવની જાણ અખબારો અને ન્યુઝ ચેનલો દ્વારા થતાં લોકો રીપાની બહાદુરી, સમયસુચકતા અને હિંમતને દાદ દેવાં લાગ્યાં. રીપા દાસનું નામ ‘રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર’ માટે મોકલવામાં આવ્યું.
ર૪ જાન્યુઆરી ર૦૧પ ના રોજ દિલ્હી ખાતે રીપા દાસને વડાપ્રધાનના હસ્તે ‘રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતી,ઉપરાષ્ટ્રપતિ અને બીજા અનેક મહાનુભાવો આ સમારંભમાં ઉપસ્થિત હતા. સૌએ આ નાનકડી બહાદુર બાળકીની પ્રશંસા કરી ત્રિપુરાના પેલા નાનકડા ગામના લોકોએ પણ તેને ટેલીવિઝન પર જાેતાંં સૌ ખુબ ખુશ થયાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.