અનેક રીતે ઉપયોગી છે પ્રાણીઓની વિચિત્ર જીભ

રસમાધુરી
રસમાધુરી

શું તમે તમારી જીભ વડે કાન ખંજવાળી શકો ખરા ? અથવા આંખમાં પડેલો કચરો સાફ કરી શકો ખરા શું તમે જીભ દ્વારા હવામાંથી ગંધ પારખી શકો ખરા ? આનો સ્પષ્ટ જવાબ છે .. ના…
પરંતુ કેટલાક પ્રાણીઓ પોતાની જીભ વડે ઉપરોકત પ્રવૃત્તિ કરી શકે છે જીરાફ પોતાની જીભ વડે કાન ખંજવાળી શકે છે. જીરાફ પોતાની ૧૮ ઈચં લાંબી જીભ વડે કાન ખંજવાળી શકે છે. આંખોના ડોળા સાફ કરી શકે છે. જયારે સાંપ પોતાની જીભના લપકારા વડે હવામાંથી ગંધ પારખી શકે છે.
દરેક પ્રાણીઓની જીભના આકાર અને કાર્યશૈલી જુદી જુદી હોય છે. કીડીખાઉ નામનું પ્રાણી જેને અંગ્રેજીમાં એન્ટઈટર કહે છે કારણ કે તેનું મનગમતું ભોજન કીડી મંકોડા કયારેક ઊધઈને પણ પોતાની લાંબી જીભ વડે ઝાપટી જાય છે આ પ્રાણીને કીડી-મંકોડાને ચાવવાની જરૂર હોતી નથી. કુદરતે એને લાંબી જીભ આપી છે. કીડીખાઉ પ્રાણી પોતાના મોંમા રહેલી બે ફુટ લાંબી જીભને કીડીના દરમાં ઘૂસેડી દે છે. એની ચીકણી જીભ ઉપર કીડી મંકોડા ચોંટી જાય છે અને તે દરમાંથી જીભને બહાર કાઢીને અસંખ્ય ની સંખ્યામાં કીડી મંકોડાને પોતાના પેટમાં પધરાવી દે છે. કીડીખાઉ પ્રાણી થોડીક વારમાં જ આખા કીડીના રાફડાને સફાચટ કરી દે છે.
ઘણાખરાં પ્રાણીઓ પોતાનો ખોરાક મેળવવાને માટે જીભનો ઉપયોગ કરે છે. કાંચીડાની જીભ લાંબી અને ચીકણી હોય છે. તે પોતાનીસ જીભને મોંમા વંીટાળીને રાખે છે.
જયારે નજીકમાં કોઈ કીટ પતંગ જીવડું દેખાય એટલે તરત જ નિશાન લઈને પોતાનું મોં ખોલીને જીભને લાંબી કરીને પલભરમાં તે જીવડાંને પકડી લે છે. કાંચીડાની જીભના છેવાડે ગુંદર જેવો ચીકણો પદાર્થ હોવાથી જીવડું સજજડ ચોંટી જાય છે. ત્યારબાદ આપણે આંખ ઉઘાડીએ ત્યાં સુધીમાં તો પેલું જીવડું કાંચીડાનો કોળીયો બની ચુકયું હોય છે.કુદરતે કાંચીડાની જીભ એના શરીર કરતાં લાંબી બનાવી છે.
દેડકો પણ એક સ્થાને બેસીને પોતાની લાંબી જીભ દ્વારા ઉડતા કંસારી, તમરા, પતંગીયા, કીટકો, અને જીવજંતુઓને પકડીને પોતાનો ખોરાક મેળવે છે. પરંતુ દેડકાની જીભ કાંચીડા જેટલી લાંબી નથી હોતી.
ઘણા જાતના પક્ષીઓ ખાવાનું મેળવવાને માટે પોતાની જીભનો ઉપયોગ કરે છે. સકકરખોડ અને હમીંગબર્ડ નામના પક્ષીઓ પોતાની જીભને ગોળ વાળીને ભૂંગળી જેવી બનાવે છે જાણે સ્ટ્રોના હોય તેવો આકાર બનાવીને ફૂલમાં નાખીને આરામથી તેનો રસ પીવા માંડે છે. જેવી રીતે આપણે કોલ્ડ ડ્રીક પીવા માટે સ્ટ્રો દ્વારા કોલ્ડ્રીકસ પીને સ્ટોને ફેકી દઈએ છીએ જયારે પક્ષીઓની જીભ રૂપી સ્ટ્રો એની આખી જીંદગી ચાલે છે.
ગરૂડ પોતાની ચાંચ ખુલ્લી રાખીને જીભ દ્વારા પરસેવો બહાર કાઢે છે. ગરૂડ પોતાના શરીરની વધારાની ગરમી આ રીતે બહાર કાઢે છે. આપણને ચામડી ઉપર પરસેવો થાય છે. કૂતરો પણ આખો દિવસ પોતાનું મોં ખુલ્લું રાખીને જીભ બહાર કાઢીને શરીરની ગરમી બહાર કાઢે છે.
ગડો નામનો કાંચીડો પોતાની આંખના પોપચા ઢાળી દે છે. કુદરતે એને પારદર્શક પોપચા આપ્યા છે જે ચામડી દ્વારા ઢંકાઈ જાય છે. આ ગેડોે કાંચીડો બંધ પોપચા હોવા છતાંય તે બધુ જ જાેઈ શકે છે. આ પોપચા ઉપર જયારે ધૂળના રજકણો કે મેલ જામ્યો હોય છે ત્યારે ગેંડો કાંચીંડો પોતાની લાંબી વડે વારંવાર સાફ કરે છે.સાપની જીભ એ ખરેખર તેની જીભ નથી. પણ નાક છે.હવામાં રહેલી ગંધને તે જીભ વડે પારખે છે. આપણે જાેયુું હશે કે સાપ સતત પોતાની જીભ બહાર કાઢીને ભૂખ માટે લપકાર મારે છે. હવામાં રહેલી ગંધને પારખવા ને માટે તે વારંવાર પોતાની જીભ અંદર બહાર કરે છે.
છે ને ! એક નાનકડી જીભ જયારે વિવિધ આકાર અને ગુણધર્મો દ્વારા એવા કામ કરે છે કે જેને સાંભળવા છતાંય આપણને આશ્ચર્ય થયા વગર રહેતું નથી.
કમલેશ કંસારા
અમદાવાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.