Home / News / વૈજ્ઞાનિકોએ સ્વીકારેલી વાત ‘બગાસુ એ ચેપી છે’
વૈજ્ઞાનિકોએ સ્વીકારેલી વાત ‘બગાસુ એ ચેપી છે’
કયારેક નવરાં બેઠા હોઈએ ત્યારે આપણને કાંંઈક વિચારે ચડી જઈએ છીએ. અથવા કંટાળો આવતો હોય ત્યારે આપણને બગાસાં કેમ આવે છે ? એક વ્યક્તિને બગાસું ખાતા જાેઈએ એટલે સ્વાભાવિકપણે બીજાને પણ બગાસું આવે છે. આ માત્ર માન્યતા નથી લોકવાયકા પણ નથી પણ રીસર્ચરોએ પ્રયોગ કરીને નોંધેલી બાબત છે કે જાે કોઈને બગાસું ખાતા જાેઈને જાેનારને એ પછીની પાંચ મીનીટમાં જ બગાસું આવે છે. જાેકે આવું કેમ બને છે એ સમજવું સાયન્ટીસ્ટોને માટે માથાના દુઃખાવા સમાન બની ગયું છે.
બગાસું ચેપી કેમ હોય છે એ સમજવાને માટે સ્કોટલેન્ડના રીસર્ચરોએ અધ્યયન શરૂ કરેલ. એમાં જરાક નવરાશની પળોમાં તેમણે બગાસાં અને બાળકો પર પણ પ્રયોગો કર્યા હતા અને તેમનું આશ્ચર્યજનક તારણો એ પ્રાપ્ત થયું કે મોટી ઉંમરના વ્યક્તિઓ માટે ભલે બગાસું એક ચેપી હોય પરંતુ બાળકો ઉપર બગાસાંની કોઈ જ અસર થતી નથી.એમાંય ખાસ કરીને એક વર્ષથી નાના બાળકો સામે જાે બગાસું ખાવામાં આવે તો એ જાેઈને એ બાળક બગાસું નહીં ખાય.એની ખાતરી છાતી ઠોકીને રિસર્ચરોએ આપી હતી. આ બાળકોને જયારે ભુખ લાગે ત્યારે તેઓ બગાસું ખાય છે.
બીજાને બગાસું ખાતા જાેઈને બેથી ચાર વર્ષના બાળકોમાં પણ માત્ર ત્રણેક ટકા બાળકો જ પ્રતિભાવરૂપે બગાસું ખાય છે.બાર વર્ષની નાની ઉંમરના બાળકો જાે ધારે તો બીજાના બગાસાં જોઈને પોતે બગાસું ખાવાની ઈચ્છાને ટાળી શકે છે પરંતુ પુખ્ત ઉંમરની વ્યક્તિઓમાં આવી કોઈ સ્વૈચ્છિક ક્ષમતા જાેવા મળતી નથી. ટુંકમાં સ્કોટલેન્ડના રિસચર્રોનું કહેવું છે કે બગાસું માત્ર પુખ્ત ઉંમરની વ્યક્તિઓ માટે જ ચેપી છે અને પુખ્ત વયની શરૂઆત બાર વરસથી થાય છે.
બગાસું શા માટે આવે છે ?ં
બગાસાં બે પ્રકારે આવે છે.એક કોઈકને બગાસું ખાતાં જાેયા કે સાંભળવાથી અને બીજું આવું ન જાેવા છતાં એની મેળે બગાસું આવવું, મોટા ભાગે કંટાળો આવે, ત્યારે આપમેળે બગાસું આવે છે.એવું માનવામાં આવે છે કે જયારે શરીરમાં ઓકિસજન અને એનર્જીનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે બગાસું આવે છે.મગજને થાક લાગ્યો હોય ત્યારે અથવા તો કોઈ ચીજમાં રસ પડતો ન હોય ત્યારે બગાસું આવે છે.જયારે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે એક સાથે વધુ માત્રામાં ઓક્સિજન મેળવવાને માટે બગાસું આવે છે.વૈજ્ઞાનિકોએ આ દિશામાં કેટલાક તુલનાત્મક સંશોધનો પણ હાથ ધર્યા છે પરંતુ કોઈ નિશ્ચિત તારણ પર તેઓ નથી પહોંચ્યા. હા ! પરંતુ એક તારણ એવું છે કે બગાસું અજાગૃત મનમાં થતી પ્રક્રીયાને કારણે આવતું હોવાથી એના પર મગજનો કોઈ કાબુ હોતો નથી એટલે બગાસું કયારે આવશે અને શા માટે આવશે તે કહેવું જરા મુશ્કેલ છે.
બ્રેઈનની મીરર સીસ્ટમ
બીજાને બગાસું ખાતા જાેઈએ એટલે આંખો દ્વારા એ સંદેશો બ્રેઈન સુધી પહોેંચે છે બ્રેઈન સ્કેનીંગ કરીને કરવામાં આવેલા અભ્યાસ મુજબ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બગાસું આવે ત્યારે એને જાેનાર કે સાંભળનાર વ્યક્તિના મગજ સુધી એ સંદેશો પહોંચાડનારા જ્ઞાનતંતુઓ જાેડાય છે. હાસ્ય-મિમિક્રી માટે આપણે જાગૃત મનનો ઉપયોગ કરીએ છીએ પરંતુ બગાસાંનો સંદેશો અજાગૃત મન ઉપર પહોંચે છે.એટલે મીમીક્રી કરતી વખતે આપણને ખબર હોય છે કે આપણે કોઈકના જેવી નકલ કરી રહ્યા હોઈએ છીએ પરંતુ બગાસાંનો સંદેશો મગજ સુધી પહોંચે છે તથા મગજમાંથી એની નકલ કરવાનો સંદેશો આપણા સ્નાયુઓને મળે છે એટલે આપણને બગાસું આવે છે.
અતિશય બગાસાંથી ચેતવું
મોટા ભાગના બગાસાંને શરીરની તંદુરસ્તી સાથે કોઈ જ લેવાદેવા હોતી નથી.સ્વસ્થ કે અસ્વસ્થ દરેક વ્યક્તિને બગાસું આવે જ છે. બગાસું ખાવાના કોઈ ચોક્કસ કાયદા પણ હજી સુધી જડયા નથી.જાેકે અત્યંત વધુ માત્રામાં બગાસાં આવતા હોય તો તરત જ ડૉકટરનો સંપર્ક કરવો જરૂરી છે.વધુ માત્રા એટલે કે એક મીનીટમાં ચાર કે તેથી વધુ બગાસા આવતા હોય તો એ મગજના સંદેશાવહનની ક્રિયામાં ખામી ઉભી થઈ હોવાનું પ્રાથમિક લક્ષણ ગણાય છે.
બગાસાં વિશે જાણવા જેવું
પુખ્ત વયની વ્યક્તિને દિવસમાં સરેરાશ સાતથી નવ વખત બગાસાં આવે છે.
બે વરસથી નાનું સ્વસ્થ બાળક દિવસમાં બેથી ચાર વખત બગાસું ખાય છે.
કુતરાં, બિલાડી, ચીપાન્ઝી જેવા પ્રાણીઓ અને કેટલાંક સરીસૃપ એટલે કે પેટથી ચાલનારા પ્રાણીઓમાં કેટલેક અંશે ચેપી બગાસાં જાેવા મળે છે.ં
એક બગાસું ખાતાં આશરે છ સેકન્ડનો સમય લાગે છે.બગાસું આવે એટલે છ સેકન્ડને માટે હૃદયની ગતિ નોર્મલ ગતિ કરતાં ત્રીસ ટકા વધી જાય છે.
પંચાવન ટકા લોકો બીજા કોઈકને બગાસું ખાતાં જાેઈને એ પછી પાંચ જ મીનીટમાં બગાસું ખાય છે.
ફોન પર જાે કોઈ વ્યક્તિ બગાસું ખાય તો તેને સાંભળનારને પણ બગાસાંનો ચેપ લાગી શકે છે.ં
ઓલિમ્પિક એથ્લીટસ હરીફાઈની શરૂઆત પહેલાં બગાસું ખાઈ લેતા હોય છે.
માણસ જન્મે ત્યારે એ પહેલાંથી જ બગાસું ખાતો થઈ જાય છે.માતાના પેટમાં જયારે અગિયાર અઠવાડીયાનું બાળક પણ બગાસું ખાય છે.