દાંત અને જીભ વચ્ચેનો પ્રેમભાવ

રસમાધુરી
રસમાધુરી 148

એકવાર શરીરના અંગો ભેગા થયાં.આડી અવળી ચર્ચા થતાં જીભ અને દાંતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બંને વચ્ચેનું ઝઘડાનું મુળ દાંત પોતાની જાતને મોંની અંદર સૌથી મહત્વનું અંગ માની રહ્યો હતો.જયારે જીભ પોતાને શરીરનું એક મહત્વપૂર્ણ અંગ માની રહેલ.
જીભ બોલી, માનવના શરીરમાં મહત્વનું અંગ મોં છે અને એ અંગમાં મારૂં સ્થાન મહત્વનું છે.
જવા દે તારી વાત..આઈ મોટી મહત્વનું અંગ કહેવાવાળી.જાે અમે ૩ર ભાઈઓ સાથે ના હોઈએ તો મોંની કોઈ જ શોભા બનતી નથી.’ દાંતે જીભને કહ્યું.

દાંત પૂરા બત્રીસ હતા જયારે જીભ બિચારી એકલી એટલે દાંત જીભ ઉપર ભારે પડતા હતા.
જીભ બોલી,‘જુઓ ભાઈઓ ! હું રહી સ્વાદની ઈન્દ્રિય.જુદા જુદા પ્રકારના ખાદ્યપદાર્થોને સ્વાદમાં પલટાઉ છું.હું ના હોત તો પકવાન અને ફળોનો સ્વાદ કોણ ચખાડત ?’
ત્યાં જ આગળના બે દાંત બોલી ઉઠયા, ‘ચૂપ રહે તું ?’ શા માટે ચૂપ રહું હું જ માણસને બોલવામાં મદદ કરૂં છું.ભોજનમાં લાળને મિશ્રીત કરીને તેને સ્વાદિષ્ટ બનાવું છું.મારા દ્વારા જ માણસને વાણી અને સ્વાદની ઓળખ થાય છે’ જીભ બોલી ઉઠી.
ત્યાં જ મોંમાં આવેલા કાપવાવાળા દાંત બોલી ઉઠયા, ‘શું તું એકલી જ માણસને મદદરૂપ થાય છે, શું અમારૂં કોઈ કાર્ય જ નથી ? અમે ના હોત તો માણસ ભોજનને કાપત કેવી રીતે ? અને ખાત કેવી રીતે ? વાણીમાં અમારૂં પણ યોગદાન રહ્યું છે.દાંત વગરનો માણસ યોગ્ય ઉચ્ચારણ કેવી રીતે કરી શકે ?’

બંને વચ્ચે તર્ક-વિતર્કતાથી ઉગ્ર જંગ વધતો જતો હતો.જીભ પોતાની વિશેષતા બતાવતી હતી.જયારે દાંત એની ખુબીઓનું વર્ણન કરતો હતો.દાંત કહેવા લાગ્યો ‘અમે માણસની સુંદરતામાં ચાર ચાંદ લગાવીએ છીએ, ગુલાબી હોઠ મધ્યે મોતી જેવી ચમક ધરાવીએ છીએ.
જીભ ચિડાઈને બોલી ઉઠી,‘દાંતમાં તો કીડા ખદબદે છે અને દાઢોમાં તો જાે કાળાં ધબ્બા પડી ગયા છે.’
એક જીભ સામે ૩ર દાંતોનું કાંઈપણ ન ચાલ્યું એટલે જીભને દાંત વચ્ચે દબાવી દીધી.બિચારી જીભ લોહીલુહાણ થઈ ગઈ.
ત્યારબાદ જીભ દાંતો સાથે બદલો લેવાની તક શોધી રહી હતી.

એક દિવસ કેટલાંક પહેલવાનો અખાડામાં કસરત કરી રહ્યા હતા, જીભે વિચાર્યું કે, આ તક સારી છે દાંતોને પાઠ ભણાવવાની..’
એટલે જીભે કહ્યું,‘અરે,નાલાયકો, શું કસરત કરી રહ્યા છો ?’ લડવું-ઝઘડવું એ તમારા વશની વાત નથી.’ આટલું સાંભળતાં જ પહેલવાનોને ગુસ્સો આવ્યો ત્યાં જ જીભ આગળ બોલી ઊઠી,‘માલ ખાઈ ખાઈને સાંઢ જેવા બની ગયા છો.’
દાંત તો બિચારા જીભની વાત સાંભળીને ગભરાઈ ગયા.જેમ તેમ પહેલવાન નજીક આવતો ગયો તેમ તેમ આગળના દાંતનો ગભરાટ વધવા લાગ્યો.જીભ તો ગમે તેમ પહેલવાનોને કહેવા લાગી,પહેલવાનો એ હવે પોતાના ગુસ્સાની સીમા ઓળંગી દીધી અને એક પહેલવાને જાેરદાર મુક્કો મોં પર લગાવી દીધો.બધા દાંત લડખડાવા લાગ્યા અને એમાંથી બે ચાર દાંત બહાર આવીને જમીન પર પડી ગયા.

આ જાેઈને દાંત તો રડવા લાગ્યા અને જીભ સામે જાેવા લાગ્યા.જીભ એમને ચીડવતી કહેવા લાગી. ‘જાેયું ને હવે તમે જ બતાવો કે તમે બધા ભેગા થઈને મને જખમ આપ્યોને અને મેં એકલીએ જ તમને બધાને કેવો પાઠ ભણાવ્યો ? બોલાઉં ફરી વાર પહેલવાનોને !’
આ જાેઈને દાંત તો રડવા લાગ્યા અને જીભ સામે જાેવા લાગ્યા.જીભ એમને ચીડવતી કહેવા લાગી,‘જાેયું ને હવે તમે જ બતાવો કે તમે બધા ભેગા થઈને મને જખમ આપ્યો ને મેં એકલી એ જ તમને બધા ભેગા થઈને મને જખમ આપ્યો ને અને મેં એકલી એ જ તમને બધાને કેવો પાઠ ભણાવ્યો, બોલાઉ ફરીવાર પહેલવાનોને !

આટલું સાંભળતાં જ દાંત નરમ પડયા અને જીભની માફી માગતા બોલ્યા, ‘ના હવે પહેલવાનોને બોલાવવાની જરૂરી નથી. ઘરની વાત ઘરમાં જ રહેવા દઈએ અમે બધા તારી માફી માગીએ છીએ.અમને માફ કરી દો.જીભ ‘બહેન ! આટલું કહેતાં જ બાકી બચેલાં દાંત જીભને પગે પડયા.
જીભે જે વિચાર્યું હતું તે કરી દેખાડયું, હવે એનો બદલો લેવાઈ ચૂકયો હતોે..એણે દાંતને માફ કરી દીધા. ત્યારબાદ દાંત અને જીભ પ્રેમભાવથી હળીમળીને રહેવા લાગ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.