આપની આજ 11-04-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ રાશી (અ.લ.ઇ) : સામાજિક ગતિવિધિઓમાં સક્રિય છે તેમણે પરોક્ષ રૂપે ઉપેક્ષાનો શિકાર થવું પડી શકે છે. મહિલાઓ માટે આ સમય ઉત્તમ રહેશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.વિ
વૃષભ રાશી (બ.વ.ઉ) : હરેક અપેક્ષા સંઘર્ષનો માર્ગ પ્રશસ્ત કરે છે. જેણે પોતાના ચિત્તને સંયમ ન્‌ે ધૈર્યનો અભ્યાસ કરાવી લીધો, તેઓ હરેક કષ્ટનો સામનો દ્રઢતાપૂર્વક કરી શકે છે.
મિથુન રાશી (ક.છ.ઘ) : કેટલાક લોકોનો આર્થિક પ્રયત્ન સફળ સાબિત થઈ શકે છે. જે કાર્ય માટે તમે નિરંતર સંઘર્ષ કરી રહ્યા છે, તેના માટે સમય અનુકૂળ આવનાર છે.
કર્ક રાશી (ડ.હ) : જે વ્યક્તિ પર તમે તમારું બધું જ ન્યૌછાવર કરી રહ્યા છો, તે તમારા સંબંધોમાં ખટાસ પેદા કરી રહ્યા છે. સંબંધમાં મધુરતા સ્થાપિત કરવી તમારા માટે અતિ આવશ્યકછે.
સિંહ (મ.ટ) : ખુશીના ક્ષણ બહુ મુશ્કેલથી મળે છે, માટે તેને લઈ તમે બહુ અસુરક્ષિત છો. એ અહેસાસ અથવા ખજાનો ખરેખર યથાવત છે કે નહિ તે જાણવું બહુ જરૂરી છે.
કન્યા (પ.ઠ.ણ) : આવકની અપેક્ષાએ વ્યય તમારી ચિંતાનું કારણ બની શકે છે. તમે પણ તમારા સ્વભાવને બદલવાનો પ્રયત્ન કરો. અમુક લોકો વસ્તુઓનો ક્રય-વિક્રય કરી શકે છે.
તુલા (ર.ત) : માનસિક અસ્થિરતા દૂર થવાનો સમય આવી ગયો છે. ધાર્મિકતાનું વાતાવરણ તમારા પરિવારમાં ખુશનુમા માહોલ ઉત્પન્ન કરી શકે છે. જીવનસાથીની ભાવનાઓનો ખ્યાલ રાખો.
વૃશ્ચિક (ન.ય) : હાલનો સમય ટેક્નોલોજીનો જમાનો છે. જેથી જે લોકોના સંતાન કિશોરાવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યાં છે. તેમણે ધ્યાન આપવું કે તમારું બાળક આ ટેક્નોલોજીનો કેવો ઉપયોગ કરી રહ્યું છે.
ધન (ભ.ધ.ફ.ઢ) : રિયર અને વ્યવસાય માટે પરિવર્તનકારી સાબિત થઈ શકે છે. આત્મવિશ્વાસમાં કમી ના આવવા દો અને ધીરજ પૂર્વક કાર્ય કરતા રહો. સમય તમારી અનુકૂળ છે.
મકર (ખ.જ) : ઑફિસમાં સામંજસ્ય ના બેસાડી શકવાના કારણે માનસિક રૂપે વ્યથિત થઈ શકો છો. સક્રિયતા અને સકારાત્મક વિચાર હરેક સમસ્યા પર નિયંત્રણ સ્થાપિત કરવામાં સહાયક સિદ્ધ થાય છે.
કુંભ (ગ.શ.સ.ષ) : કેટલાક લોકોને કોઈ સમારોહમાં હાજર કરવાનો અવસર મળશે પરંતુ ધ્યાન રાખો કે કોઈ સાથે વિવાદ ના થાય. કેમ કે તમારી ભાષાનું તાખાપણું ક્યાંક ભ્રામક સંદેશ ના પહોંચાડી દે.
મીન (દ.ચ.ઝ.થ) : તમારા ક્રોધ અને વાણીને નિયંત્રિત રાખવાની છે. કોઈ તમને ઉકસાવવાનો પ્રયત્ન કરે તો જવાબ ના આપો. શાંત રહો. બાહરી ખાણીપીણીનું ધ્યાન રાખો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.