આપની આજ 08-01-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ,લ,ઈ): સમય સારો છે. તમારા વ્યક્તિત્વની સામે વિરોધી પરાજિત થશે અને તમે તમારા કામને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. યુવા વર્ગને કોઇ સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
વૃષભ(બ,વ,ઉ): સ્થાન પરિવર્તનને લગતી યોજના બની રહી છે તો આજે તે કાર્યને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આવકના નવા સ્ત્રોત બનશે તથા આર્થિક સ્થિતિ પણ સારી બનશે.
મિથુન(ક.છ.ઘ): આ સમયે તમારી આસપાસની પરિસ્થિતિઓમાં થોડા ફેરફાર અનુભવ કરશો. આ ફેરફારનો તમારા વ્યક્તિત્વ ઉપર પોઝિટિવ પ્રભાવ પણ પડશે.
કર્ક(ડ,હ): પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. પરંતુ ભાવનાઓની જગ્યાએ વિવેક અને ચતુરાઈથી કામ લેવું તમારા માટે ઉન્નતિદાયક સાબિત થશે.
સિંહ(મ,ટ): આ સમય આત્મમંથન તથા આત્મ વિશ્લેષણનો છે. અન્યના પ્રભાવમાં આવશો નહીં. તમારા સિદ્ધાંતો પ્રમાણે કામ કરો. તમને તેવી જ રીતે સફળતા મળશે.
કન્યા(પ,ઠ,ણ): આજે પ્રોપર્ટીને લગતું કોઇપણ કામ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે તથા શાંતિ પણ અનુભવ થશે.
તુલા(ર.ત.): આ સમયે ભાગ્ય તમને દરેક પરિસ્થિતિ સામે લડવાની શક્તિ પ્રદાન કરી રહ્યું છે. સમયનો ભરપૂર ઉપયોગ કરો. તમારા ર્નિણય જ સર્વોપરિ રાખો.
વૃશ્ચિક(ન.ય.): તમને અનુભવ થશે કે કોઇ ઈશ્વરીય શક્તિ તમારા માટે કામ કરી રહી છે. તમે તમારા આત્મવિશ્વાસ અને મહેનત દ્વારા કોઇપણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.
ધન(ભ,ધ,ફ,ઢ): છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું નિવારણ થશે. ઘણાં સમય પછી મિત્રો સાથે ગેટ-ટુ-ગેધર થવાથી બધા લોકો સુખ તથા ઉમંગ અનુભવ કરશે.
મકર(ખ.જ.): સમય ઉત્તમ છે. તમારી ક્ષમતાઓને કરિયર, અધ્યાત્મ અને ધર્મની પ્રગતિમાં યોગ્ય રીતે ઉપયોગ કરવામાં સક્ષમ રહેશો. તમારી સંવેદનશીલતા સમાજમાં તમને સન્માન અપાવશે.
કુંભ(ગ,સ,શ,ષ): થોડા સમયથી ચાલી રહેલી ભાગદોડથી રાહત મેળવવા માટે પ્રકૃતિની નજીક થોડો સમય પસાર કરો.
મીન(દ,ચ,ઝ,થ): આ સમયે ગ્રહ સ્થિતિ તમને સાવધાન કરી રહી છે કે નાણાકીય યોજનાઓ અંગેના કાર્યો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિતકરો. બેકારના કાર્યોમાં સમય નષ્ટ ન કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.