Rakhewal | 24-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

થરાદના વડગામડામાં યોજાયેલ ડાયરામાં સોશ્યલ ડિસ્ટનસના ધજાગરા, એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ, આયોજક સહિત ૧૨ વિરુદ્ધ ગુનો દાખલ.

બનાસકાંઠા જીલ્લામાં કોરોના કહેર યથાવત, આજે વધુ ૧૪ કેસ સામે આવ્યા.

વાવની રાછેણા ડિસ્ટ્રીબ્યુશન કેનાલ માઇનોર બે માં ૨૦ ફૂટનું ગાબડું પડ્યું, જીરાનો પાક પાણીમાં ગરકાવ.

ધાનેરા નગરપાલિકાના સસ્પેન્ડ કરાયેલા ૧૬ સદસ્યો ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખડખડાવશે.

ડીસામાં કૃષિ બીલનો વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરાઈ.

દિયોદરની કોતરવાડા ફૂલપુરા કેનાલમાં કોઈ અજાણ્યા યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું.

પાલનપુર અમદાવાદ હાઈવે પર બ્રીજ નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, હાઈવે પર ટ્રાફિક જામ.

ડીસાના ઝાબડીયા ગામે ચૂંટણી લડવાની અદાવતમાં હુમલો, બે વિરુદ્ધ ગુનો દાખલ.

ડીસા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ધુળની ઉડતી ડમરીઓને લઈને જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરાઈ.

મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેનની જામીન અરજી રદ, ચૂંટણી ટાંણે સમર્થકોમાં નિરાશા છવાઈ.

ઊંઝા નજીક વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ, બે આરોપી સાથે ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત.

હાઈકોર્ટમાં ગુજરાત સરકારનો જવાબ, સરકાર દ્વારા કોરોના કાળમાં માસ્ક ન પહેરવા બદલ 23.64 લાખ લોકો પાસેથી 116 કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો.

ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર સહકારી બેંકોને ધિરાણ આપવા માટેની 6 ટકા સબસીડી મળી.

અમદાવાદમાં વધુ 195 લોકો કોરોનાથી સંક્રમિત અને ચારનાં મોત, શહેરમાં નવા સ્વરૂપના વાઇરસનો એકેય કેસ નથી.

CM કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં 51 લાખ લોકોની યાદી તૈયાર, તેમને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવામાં આવશે.

માઉન્ટ આબુમાં સતત 10મા દિવસે પણ જામ્યો બરફ : પંજાબ-હરિયાણા, છત્તીસગઢ અને બિહારમાં કોલ્ડ વેવનું અલર્ટ.

ખેડૂત આંદોલન : સરકારે ખેડૂતોને ફરી વાતચીત માટે પત્ર લખ્યો, બીજા 30 હજાર ખેડૂત દિલ્હી આવવાની તૈયારી કરી રહ્યાં છે.

બ્રિટનમાં એક સપ્તાહમાં કોરોનાનું બીજું સ્વરૂપ મળ્યું, બંને સંક્રમિત સાઉથ આફ્રિકાથી આવ્યા હોવાની પુષ્ટી.

અમેરિકામાં એક જ દિવસમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં 1.19 લાખનો વધારો થયો, બ્રિટનની મુસાફરી પર 40 દેશે લગાવ્યો પ્રતિબંધ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.