Rakhewal | 23-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
ડીસા પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું, વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા : હવામાન બદલાતા ખેતીના પાક પર માઠી અસર.

ડીસા હાઇવે નજીકથી ૨૫૮ ઘેટા -બકરા ભરેલી ટ્રક ઝડપાઇ, ચાલક સહિત ૭ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ.

ડીસાની નેમિનાથ સોસાયટી આગળ કચરાના ઢગ ખડકાયા, સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરાઈ.

વાવ તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ભાગેલ આરોપીને કોર્ટે એક વર્ષની સજા ફટકારી.

ધાનેરાના ગોલામાં યુવકની શંકાસ્પદ હાલતમાં ઝાડ પર લટકતી લાશ મળી, યુવક રાજસ્થાનનો રહેવાસી.

અંબાજી ખાતે પોષી પૂનમને લઇ અંબાજી મંદિરમાં તૈયારીઓ કરવામાં આવી, ૨૫ યજમાનોની ઉપસ્થિતિમાં મંદિરમાં યજ્ઞ કરાશે.

પાલનપુર તાલુકાના ૪ સેન્ટર પરથી ૨૮૮ લોકોએ કોરોના વેક્સિન લીધી, સોમવારે ૪ તાલુકાના ૨૦ સેન્ટર પર વેક્સિનેશન કરાશે.

ખૂનના ગુનામાં સજા ભોગવતા પેરોલ રજા પરથી ફરાર ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભેદલા ખાતેથી જિલ્લા SOG પોલીસે ઝડપી લીધો.

પાટણમાં નક્શાના આધારે વેપારીને જમીન પધરાવી, એનઓસીમાં ભાંડો ફૂટતા ૪ સામે ૭૫ લાખની છેતરપિંડીની ફરિયાદ.

મહેસાણા – પાલનપુર હાઇવે ઉપર કારની ટકકરથી બાઇક ચાલકનું મોત, નોકરીથી પરત ફરતા યુવકને ટક્કર મારી કાર ચાલક ફરાર.

ઉનાવા ખાતે જૂની અદાવત રાખી યુવાન પર છરી વડે હિંચકારો હૂમલો.

અમદાવાદમાં સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતાં 22 વોર્ડ બંધ કરાયા, ખાનગી હોસ્પિટલોમાં પણ 94 ટકા બેડ ખાલી.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સુરતમાં તાપમાન 15 ડિગ્રી કરતા ઓછું, અમદાવાદ-વડોદારા એક્સપ્રેસ હાઇવે ગાઢ ધુમ્મસને પગલે ધીમો પડ્યો, વાહનોની ગતિ 50થી ઓછી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન તો નગરપાલિકા અને પંચાયતોનું 28 ફેબ્રુઆરીએ મતદાન.

મોદીએ એક લાખ લોકોને જમીનના પટ્ટા આપ્યા, કહ્યું- જમીન માત્ર ઘાસ-માટી જ નથી, એ આપણી માતા પણ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો:અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 83.07, રાજસ્થાનમાં કિંમત 100ની નજીક અને મુંબઈમાં 92.98 રૂ. પ્રતિ લિટર ભાવ થયો

લાલુને નિમોનિયાની સાથે શ્વાસ લેવામાં તકલીફ, બહાર મોકલવા વિશે 8 સભ્યોની મેડિકલ ટીમ નિર્ણય લેશે.

ખેડૂત આંદોલનનો 59મો દિવસ, સિંધુ બોર્ડર પર આજથી ખેડૂત સંસદ શરૂ થશે, સરકાર સાથે આગળ વાત કરવાનો નિર્ણય લે એવી શક્યતા.

બ્રિટનના વડાપ્રધાને કહ્યું- કોવિડ-19નો નવો સ્ટ્રેન વધુ જોખમી, ફ્રાન્સમાં સંક્રમિતોની સંખ્યા 30 લાખ થઈ.

રાષ્ટ્રપતિ જો બાઇડનની સુરક્ષામાં રહેલા 150થી વધુ સુરક્ષાકર્મચારીઓ કોરોના પોઝિટિવ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.