Rakhewal | 22-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

બનાસકાંઠાના પાલનપુર અને દાંતીવાડા પંથકમાં કોરોનાના ભય વચ્ચે ૨.૩ ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિંદુ અમીરગઢના ગઢડા નજીક નોંધાયું.

મહેસાણાના પાંચોટના તળાવમાં કૂતરું બચાવવાના પ્રયાસમાં કાર તળાવમાં ખાબકી, ત્રણ શિક્ષકોના કરુણ મોતથી અરેરાટી.

બનાસકાંઠામાં લીલી શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો, ભાવો તળિયે જતા કેટલાક ખેડૂતોએ શાકભાજી ગૌશાળામાં આપી.

ડીસાના બિઝનેશ વર્લ્ડ શોપિંગમાં દુકાનદાર ઉપર જીવલેણ હુમલો, ઘાતક હથિયારો સાથે ધસી આવેલા યુવકોના આતંકથી દહેશત ફેલાઇ.

થરાદની કેનાલમાંથી ગળે અને હાથે દોરડું બાંધેલ યુવકની લાશ મળી, યુવકની હત્યા કે આત્મહત્યાને લઈ અવનવા તર્ક વિતર્ક.

ઈકબાલગઢમાં વિજ કંપની દ્રારા ખેડુતોના ખેત વપરાશના પાવરમાં ફેરફાર કરાતાં ખેડુતોએ ધરણાંની ચીમકી આપી.

પાલનપુર તાલુકાના ટાકરવાડામાં મકાન ઉતારવાની કામગીરી દરમિયાન દિવાલ પડતા શ્રમિક યુવાનનું મોત.

ડીસામાં આકાશવિલા સોસાયટીના રહીશો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ગેરકાયદે બાંધકામ દુર કરવા રજૂઆત કરાઈ.

ઊંઝા પંથકમાં ૧.૯૮ લાખના મુદ્દામાલ સાથે ૧૬ જુગારીયા ઝડપાયા, ડીવાયએસપીની ટીમના સપાટાથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ.

રેલવે ફાટક મુક્ત કરવાનું સરકારનું આયોજન, આગામી સમયમાં ૩૪૦૦ કરોડના ૬૮ રેલવે ઓવરબ્રિજ બનશે, રાજ્યમાં ૩૨૫૭ કરોડના ખર્ચે ૭૫ ઓવરબ્રિજ બની રહ્યા છે.

કોરોનાને કારણે ગુજરાત સરકારના બજેટનું કદ 30 ટકા સુધી ઘટાડવા કવાયત, આરોગ્ય વિભાગના બજેટમાં વધારો કરાશે.

સોલા સિવિલમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ 25 ડિસેમ્બરથી અપાશે, 450 જેટલી વ્યક્તિને વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ અપાયો.

કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટથી ગાર્ડન સિટી સોસાયટીમાં બે મકાન ધરાશાયી, એક યુવકનું મોત, 4 ઈજાગ્રસ્ત.

છેલ્લી ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવેલા મુસાફરોના ટર્મિનલ પર જ RT-PCR ટેસ્ટ, પોઝિટિવ આવશે તો હોસ્પિટલમાં, ચા-નાસ્તા અને લંચની વ્યવસ્થા કરાઇ.

લંડનથી દિલ્હી પરત ફરેલી ફ્લાઇટમાં 7 પોઝિટિવ મળ્યા, નવા સ્ટ્રેનની ઓળખ કરવા માટે સેમ્પલને રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યાં.

મોદીને અમેરિકાનું સર્વોચ્ચ સન્માન : વડાપ્રધાન મોદીને લીજન ઓફ મેરિટ આપવામાં આવ્યું, ભારતને ગ્લોબલ પાવર બનાવવા માટે પસંદ કરાયું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.