Rakhewal | 21-12-2020 Headlines

https://youtu.be/lmj6tCSGpqk
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

દાંતીવાડાના કોટડામાં દોહવાના મશીનના કરંટથી ૧૧ ગાયોના મોત, બનાસ ડેરીની ટીમ દોડી આવી : જીવદયા પ્રેમીઓમાં શોક.

છાપી નાગરિક બેન્કના સંચાલક મંડળની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં વેપારી પેનલનો ભવ્ય વિજય.

૩૧મી ડિસેમ્બર અગાઉ પાલનપુરમાં વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ, એલસીબી પોલીસ દ્વારા બે આરોપીની અટકાયત.

ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસમાં અડચણરૂપ દબાણો દૂર કરીને રસ્તાઓ ખુલ્લા કરાતાં ગ્રામજનોમાં આનંદની લાગણી.

ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે લાભમુહૂર્તમાં ધ્વજારોહણ કરાશે, આવતીકાલે લક્ષચંડી મહોત્સવના વાર્ષિક દિનની ઊજવણી.

મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ એમડીના ફરી ૨ દિવસના રીમાન્ડ, સીઆઇડી દ્વારા તપાસનો ધમધમાટ.

હાલ રાજ્યમાં શાળાઓ ચાલુ કરવા માટે અને માસ પ્રમોશન અંગે કોઈ ચર્ચા નહી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહની સ્પષ્ટતા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું ૯૩ વર્ષની ઉંમરે દીલ્હીમાં નિધન.

પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર, મહિલા શિક્ષકોની બદલીની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી.

બુલેટ ટ્રેન સૌપ્રથમ અમદાવાદથી વાપી સુધી દોડાવવાની વિચારણા, 2023 સુધીમાં મુંબઈ સુધી દોડતી કરવાનો ટાર્ગેટ.

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા માટે 28 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું, એકાએક 4.5 ટકા વિદ્યાર્થીઓ વધી ગયા.

મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને કારણે માવઠારૂપી આફતનાં એંધાણ, 25 ડિસેમ્બરથી ઠંડી વધશે.

સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા શરૂ, કોરોનાકાળમાં પણ વિદ્યાર્થીઓને ભણતરની ચિંતા, નિયમોને આધીન પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ કહ્યું, ‘પરીક્ષા લેવાઈ એ સારું થયું, વર્ષ બચી જશે’.

ગુજરાતમાં બીજી વાર રાજ્યસભાની બંને બેઠકની અલગ અલગ ચૂંટણી યોજાશે, કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્ય ચૂંટણીપંચને લખેલા પત્રમાં ઉલ્લેખ.

ભારત સહિત 13 દેશોએ બ્રિટનથી આવતી-જતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો, કોરોનાના નવા પ્રકારના વાઇરસથી દહેશત; સાઉદીએ બોર્ડર પણ સીલ કરી દીધી.

બંગાળમાં અમિત શાહે કહ્યું – રાજકીય હિંસા, બાંગ્લાદેશી ઘૂસણખોરી રોકીશું, ભાજપ ચૂંટણી જીતશે તો આગામી મુખ્યમંત્રી બંગાળમાંથી જ બનશે.

લંડનના હીથ્રો એરપોર્ટ પર ડબલિન(આયર્લેન્ડ)ની ફ્લાઈટ પકડવા માટે લોકોની ભીડ વધી; વડાપ્રધાન જોહન્સન આજે કોબરા ઇમર્જન્સી કમિટી સાથે બેઠક કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.