Rakhewal | 21-09-2020 Headlines

https://youtu.be/J1yISaZPD0c
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

ધાનેરાના શેરગઢ ગામે અને વાવના પ્રતાપપુરા ગામની સીમમાં વીજળી પડતા ત્રણ પશુઓના મોત.

ડીસા બિહારીબાગમાં પાંચ દિવસથી પાણી ન આવતા બુમરાડ, પાલિકાની લાપરવાહી સામે રહીશોમાં રોષ.

ડીસાની આખોલ ચોકડી નજીક દારૂ ભરેલી કાર ઝડપાઇ, ચાર આરોપીની અટકાયત.

જુનાડીસામાં આવાસ યોજનાના અરજદારોને ધરમના ધક્કા, સમાજ કલ્યાણ નિરીક્ષકની કામગીરી શકના દાયરામાં.

ભૂતિયાવાસણાના મહિલા તલાટી લાંચ લેતા ઝડપાયા, ગામલોકોને મકાન આવાસ યોજનાની સહાય પેટે લાંચ માંગી હતી.

ડીસાના મોટી ઘરનાળના યુવકનું માલગાડી ટકકરથી મોત, પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

ધાનેરા પોલીસે ચોરીના મોટર સાયકલ સાથે થાવર ગામના યુવાનને ઝડપી લીધો.

રાજ્યમાં ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન સામે રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ : ૨૭ લાખ જેટલા ધરતી પુત્રોને મળશે નુકસાની સહાયનો લાભ.

સાબરકાંઠાના ઇડરના પોશિના ગામે સાબરકાંઠા બેન્કમાં અજાણ્યા ત્રણ ઈસમો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ : સીસીટીવીમાં ચોરી કરવાનો પ્રયાસ કરનારા કેદ.

મહેસાણા જિલ્લા પંચાયતમાં એસીબીની ટ્રેપ, સિનિયર ક્લાર્ક ૩૦૦ રૂપિયાની લાંચ લેતા પકડાયા : કોન્ટ્રાકટરને ચેક આપવા માટે ૩૦૦ રૂપિયાની લાંચ માંગી હતી.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, ૫ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે : લો પ્રેશર સિસ્ટમની અસરથી મહેસણા, પાટણ, બનાસકાંઠા સહીત વિસ્તારમાં વરસાદની સંભાવના.

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ, ૧૮૬૯ આચાર્યની જગ્યા ખાલી : અંગ્રેજી વિષયના ૬૦૧, ગણિત અને વિજ્ઞાનના ૧૦૪૯ શિક્ષકોની જગ્યા ખાલી.

દેશમાં સૌપ્રથમ વખત અમદાવાદ સિવિલમાં કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જેરિયાટ્રિક વોર્ડ બન્યો.

24 કલાકમાં 170 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ બગસરામાં 4 ઈંચ વરસાદ નોંધાયો.

રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો.

સુરતનો કોઝવે છેલ્લા 43 દિવસથી ઓવરફ્લો થતા બંધ, ઉકાઈમાંથી ફરી પાણી છોડાતા તાપી નદીની સપાટીમાં વધારો.

રાજ્યસભાના 8 વિપક્ષના સાંસદ સત્રમાંથી એક સપ્તાહ માટે સસ્પેન્ડ ; મમતાએ કહ્યું- સરકારની તાનાશાહી, સંસદથી રસ્તા સુધી વિરોધ કરીશું.

અનલોક-4 હેઠળ આજે 4 મહત્ત્વના ફેરફાર : ધો. 9-12 સુધીની શાળા, હાયર એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ ખૂલશે ; 100 લોકોની હાજરીમાં કલ્ચરલ, પોલિટિકલ, એકેડમિક ઇવેન્ટ્સ, સ્પોર્ટ્સ એક્ટિવિટીને પણ મંજૂરી.

મુંબઈ નજીક ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 10નાં મોત, એક બાળકને બચાવાયું, 20થી 25 લોકો ફસાયા હોવાની શક્યતા.

વિશ્વમાં 3.09 કરોડ કેસ : બ્રિટનમાં કોરોનાને લગતા નિયંત્રણો કડક બનાવાયા, સંક્રમિત મળવા છતા સેલ્ફ આઈસોલેટેડ ન થવા બદલ 9.56 લાખ રૂપિયા દંડ.

યુએસમાં ઓરેકલ, વૉલમાર્ટે ટિકટોકને બચાવી લીધી, ભારતમાં પબજી પરથી પ્રતિબંધ હટવાની શક્યતા, જિયોને ડિસ્ટ્રિબ્યુશન મળી શકે!


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.