Rakhewal | 21-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

જુનાડીસાના ઢુવા રોડની ગામતળ – ગૌચરની જમીન દબાણમાં ગરકાવ, મુખ્યમંત્રી સહિત ઉચ્ચસ્તરે રજૂઆત.

વડગામના કાલેડા ગામ આસપાસના વિસ્તારોમાં સીસી ફૂટેજમાં રીંછ દેખાતા વન વિભાગ દોડતું થયું.

ડીસા તાલુકા પોલીસ દ્વારા પ્રોહીબેશનના ગુનામાં ૧૦ માસથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડયો.

ડીસામાં ઓયસ મિનરલ પાણીની બોટલમાંથી મૃત કરોળિયો નીકળતા ચકચાર, કંપની સામે કાર્યવાહી કરવા ફૂડ વિભાગમાં રજુઆતની તજવીજ.

સુઇગામ ટીડીઓએ ગ્રામ પંચાયતોમાં મુલાકાત લેવાનો દોર શરૂ કરતાં સરપંચ તલાટીઓમાં ફફડાટ, દરેક ગામમાં સફાઈ હાથ ધરાઈ.

બનાસકાંઠા જીલ્લામાં ઈન્કમ ટેક્ષ ભરતા ૮ હજાર ખેડુતોને પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના બંધ કરી દેવાઈ.

નેશનલ પલ્સ પોલીયો ઈમ્યુનાઈઝેશન ડે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૫ લાખ જેટલાં બાળકોને પોલીયો રસી પીવડાવાશે.

સિધ્ધપુર નગરપાલિકાના વૉટર વર્કસ વિભાગનો સપાટો, પાણી વેડફતા રહીશોના પાણીના જોડાણ કાપી નાંખ્યા.

રાધનપુરમાં હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માસ્ક વગર દેખાયા.

સેન્સેક્સ-નિફટી ઐતિહાસિક સપાટીએ, ૫૦ હજારની સપાટી વટાવી, બજારના તમામ સેકટરમાં તેજી.

ભાજપની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર, ૧૩ સભ્યોનો સમાવેશ કરાયો, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રૂપાલા, ફળદુનો સમાવેશ, જિતુ વાઘાણીની બાદબાકી કરાઈ.

પાટણના નાણાગામ પાસે કાર ચાલકે બાળકને અડફેટે લીધો, લોહીલુહાણ હાલતમાં વ્હાલસોયાને લઇને પિતા હોસ્પિટલ દોડ્યા, સારવાર દરમિયાન મોત.

આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની સંભાવના, સરકાર અને ચૂંટણી પંચ તૈયાર,ફેબ્રુઆરીમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે.

એપ્રિલ સુધીમાં ગુજરાતમાં 1થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરી જૂનમાં પરીક્ષા લેવાની વિચારણા, ઉનાળુ વેકેશન ઘટાડી દેવાય એવી શક્યતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોદી-શાહ ગુજરાત ભાજપની વહારે, 15 દિ’માં અનેક રસ્તા-રેલ્વેના લોકાપર્ણ.

રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓની વોટ્સએપ બેઈઝડ કસોટી લેવાશે, વોટ્સએપ નંબર જાહેર કરાયો.

કોરોના વેક્સિનેશન પછી તેલંગાણામાં ડ્રાઇવરનું મોત, પંજાબમાં આશાવર્કરની તબિયત લથડી; દેશમાં સાઇડ ઇફેક્ટના કુલ 600 કેસ.

જોધપુરમાં ભારત-ફ્રાન્સના ફાઇટર્સે દુશ્મનના એરસ્પેસમાં ઘૂસવાની પ્રેક્ટિસ કરી, ડમી મિસાઇલો પણ છોડી.

પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટની લેબના બે ફ્લોર પર આગ લાગી, આ લેબમાં BCGની વેક્સિન બનાવાય છે.

વડાપ્રધાન મોદી-મુખ્યમંત્રીઓ બીજા તબક્કામાં વેક્સિન લેશે; આ તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લાગશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.