Rakhewal | 20-09-2020 Headlines

https://youtu.be/4R0LZMdVc98
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

ગાંધીનગર સચિવાલય ખાતે થઈ રહેલા ટેસ્ટમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને કોરોના પોઝીટીવ, ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ, પુનાભાઈ ગામીત અને વિરજીભાઇ ઠુંમરને સંક્રમણ લાગ્યું.

ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમ રાવલનું કોરોનાથી મોત : છેલ્લા બે મહિનાથી ફેફસા ફેઈલ થઈ જતા વેન્ટિલેટર ઉપર રખાયા હતા.

આબુરોડ પાસે માઉન્ટ આબુની તળેટીમાં આવેલ હોટલમાં રાત્રીના જુગાર રમતા ગુજરાતના ૧૪ જુગારિયાઓ ઝડપાયા : જુગારના સાહિત્ય સહિત ૧.૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત.

અંબાજીમાં જાહેર રોડ ઉપર ઝાડ તૂટી પડ્યુ, સદ્‌નસીબે જાનહાની ટળી.

ડીસાના શેરપુરા ગામે રસ્તા બાબતે વિરોધ, સોશીયલ મીડિયાના માધ્યમથી સરકારને રજુઆત કરાઈ.

વાવના દૈયપ પંથકમાં વરસાદી માહોલ છવાયો, હળવા ઝાપટા પડતા ઠંડક પ્રસરી.

શાળાઓના ૫૦ મીટર આસપાસ ચીપ્સ, બર્ગર, પિઝ્‌ઝાના વેચાણ પર પ્રતિબંધ : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો આદેશ.

કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો, રિકટેર સ્કેલ પર ૩.૩ની તિવ્રતાનો આંચકો નોંધાયો : ભચાઉ થી ૧૨ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું.

ગુજરાત સ્ટેટ આઈબીના ૮ ઉચ્ચ પોલીસ અધિકારી કોરોના પોઝિટિવ : સ્ટેટ આઈબીના ૫ એસપી, ૧ ડીવાયએસપી, ૨ પીએસઆઇ કોરોના પોઝિટિવ આવ્યા.

ગુજરાતનું પ્રસિદ્ધ જૈન તીર્થ તારંગા હિલ આબુ રોડ સાથે જોડાઇ જશે, બે મોટા યાત્રાધામ એક જ રૂટ પર હશે, 2014માં આ પ્રોજેક્ટની જાહેરાત થઇ હતી.

ઉકાઈ ડેમની સપાટી ભયજનક લેવલથી દોઢ ફૂટ દૂર, ઉપરવાસમાં ભારે વરસાદથી 1.75 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાનું એલર્ટ જાહેર.

રાજ્યમાં 134 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં તાપીના ઉચ્છલ અને ડાંગના સુબીરમાં 4 ઇંચ વરસાદ.

દેશમાં કુલ 53.51 લાખ કેસ : આગામી સપ્તાહે શરૂ થશે ઓક્સફોર્ડ વેક્સિનનું ફેઝ-3 ટ્રાયલ ; 21 સપ્ટેમ્બરથી પંજાબમાં PG અને Phdનો અભ્યાસ શરૂ થશે.

રણકપુર જૈન મંદિર 176 દિવસ બાદ ખુલ્યું, યાત્રાળુઓ માટે ભોજનશાળા, ધર્મશાળા બંધ, પર્યટકોએ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

LOC ભારતે ઘૂસણખોરી અટકાવવા વધુ 3 હજાર સૈનિક ગોઠવ્યા, પાકિસ્તાને 8 મહિનામાં 3 હજારથી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.

અમેરિકામાં ચેતવણીની અવગણના કરી અનેક કોલેજો શરૂ, હજારો વિદ્યાર્થીઓ ચેપથી પ્રભાવિત.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝેરી કેમિકલવાળાં પરબીડિયાં મોકલ્યાં, ટેક્સાસમાં ચેકિંગમાં સામે આવ્યું; કેનેડાની એક મહિલા પર શંકા.

ફ્રાંસમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યુ- એક દિવસમાં 13 હજારથી વધારે કેસ સામે આવ્યા; વિશ્વમાં અત્યાર સુધીમાં 3.06 કરોડ કેસ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.