Rakhewal | 13-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

સુઇગામ વાવ હાઇવે પરના ભાટવર ગામે એક જ રાતમાં સાત દુકાનોના તાળા તૂટ્યા, ચોર સીસી કેમેરામાં કેદ થયો.

ડીસા ઉત્તર પોલીસે બે બાઇક સાથે રીઢો ચોર ઝડપ્યો, બાઇક ચોરીના વધુ ભેદ ઉકેલાવાની શકયતા.

વડગામ ટીડીઓએ કરનાળા ગામના સરપંચને દબાણ દૂર કરવા નોટિસ ફટકારી.

થરાદ પાલિકાના ત્રણ સદસ્યોને ગેરલાયક નહી ઠેરવવામાં વચગાળાની રાહત મળતાં હાશકારો.

ચાણસ્મા હાઇવે ઉપર અજાણ્યા વાહનની ટકકરથી એકટીવા ચાલકનું મોત.

સુપ્રિમનો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને આદેશ, દેશભરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ૩૧ જાન્યુ. સુધી આંગણવાડી ખુલશે.

માણસાના ખડાત ગામ પાસે સાબરમતી નદીના પટ્ટમાં રેત માફિયાઓએ ખાણ-ખનીજ વિભાગના ૩ અધિકારી – કર્મચારીઓ પર હુમલો કર્યો.

ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5700 શિક્ષણ-સહાયકો અને કોલેજોમાં 927 અધ્યાપક-સહાયકોની ભરતી કરાશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 9 જિલ્લાઓમાંથી 110 કરતાં વધુ મૃત પક્ષીઓના સેમ્પલ ટેસ્ટ માટે ભોપાલ મોકલવામાં આવ્યાં.

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 30 માર્ચથી, જિલ્લાના નિયત થયેલા કેન્દ્રો પર લેવાશે.

કમૂરતાં બાદ લગ્નમાં 200 મહેમાનની મંજૂરી આપવામાં આવે એવી શક્યતા, રાત્રિ કર્ફ્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે.

ભારત બાયોટેકની કોવેક્સિનની ડિલિવરી પણ શરૂ, જયપુર સહિત 7 શહેરમાં પહેલો જથ્થો મોકલ્યો.

વડાપ્રધાન મોદી 16 જાન્યુઆરીએ લોન્ચ કરશે દુનિયાનું સૌથી મોટું કોરોના વેક્સિનેશન અભિયાન, CO-WIN એપની પણ થશે શરૂઆત.

દિલ્હીમાં 10-12માં ધોરણ સુધીની સ્કૂલ 18 જાન્યુઆરીથી ખૂલશે; કેજરીવાલે કહ્યું- રાજધાનીમાં તમામને નિઃશુલ્ક વેક્સિન લાગશે.

YouTubeએ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું, ઓછામાં ઓછા સાત દિવસ સુધી કન્ટેન્ટ અપલોડ નહીં થઈ શકે.

અમેરિકામાં એક દિવસમાં ચાર હજાર લોકોનાં મોત, નેધરલેન્ડમાં લોકડાઉન ત્રણ સપ્તાહ વધ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.