Rakhewal | 04-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

બનાસડેરીમાં ૮૨ લાખ લિટર દૂધની આવક, દૂધના આટલા મોટા જથ્થાનો અવેર બનાસડેરી માટે પડકારરૂપ પરિસ્થિતિ સર્જાઈ.

ધાનેરાના સરાલ ગામમાં તાપણું કરવા જતાં ૫ મજૂરો ગંભીર રીતે દાજ્યા, સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા.

ઇન્ડિયન આર્મીમાં ફરજ દરમ્યાન પાલનપુરના મોટા ગામના જવાન શહીદ, થોડા દિવસની બીમારી બાદ ચાલુ નોકરી પર શહીદ થયા, જવાનના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવશે.

અમીરગઢ ચેકપોસ્ટ પરથી ૪૩ ભેંસો ભરેલી ત્રણ ટ્રકો સાથે આઠ ઇસમોની અટકાયત.

ઈકબાલગઢ સ્મશાનમાં નવજાત ભૃણ મળી આવતા ચકચાર. નવજાત ભૃણને બહાર કાઢી પી.એમ અર્થ લઈ જવાયું.

સિદ્ધપુરમાં આઘેડે ગળેફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવતા ચકચાર.

મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત, રાજ્ય સરકારની કોરોના વેક્સિનેશનની સંપૂર્ણ તૈયારી પૂર્ણ, કેન્દ્ર સરકારની જાહેરાત સાથે જ વેક્સિન આપવાનું શરૂ થઈ જશે.

પંચમહાલના શહેરામાં 8 યુવાનોને આત્મવિલોપન કરતાં પોલીસે રોક્યા, ગૌચરની જમીનમાં પાડેલી ખોટી નોંધો રદ કરવાની માગ કરી.

ભારત દુનિયાના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ તરફ: એક નહીં, બે વેકસીન તૈયાર કરી: મોદી.

ખેડૂત આંદોલનનો 40મો દિવસ, મંત્રીઓ સાથે ભોજન કરવાનો ખેડૂતોએ કર્યો ઈનકાર.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું- પહેલા જરૂરી લોકોને વેક્સિન આપવામાં આવે, હું પછી લગાવીશ.

વડા પ્રધાન મોદીએ નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું, સેકંડના હજારમા ભાગની ગણતરી પણ હવે થઇ શકશે.

કોવીશીલ્ડ માર્ચ સુધીમાં બજારમાં આવી જશે: સીરમ ઇન્સ્ટીટ્યુટના CEO અદાર પૂનાવાલાની જાહેરાત.

અમેરિકામાં 24 કલાકમાં રેકોર્ડ 2.99 લાખ કેસ નોંધાયા , ચીનમાં ઓટો પાર્ટ્સના પેકેજિંગ પર વાઇરસ મળી આવ્યો.

અમેરિકાના રાષ્ટ્રપતિએ જીત માટેના મત મેળવવા માટે જ્યોર્જિયાના સેક્રેટરી પર દબાણ કર્યું, કોલ રેકોર્ડિંગ સામે આવ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.