Rakhewal | 02-03-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

પાલનપુર, ડીસા, ભાભર પાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય, ધાનેરા અને થરા પાલિકાની બેઠક પણ ભાજપના ફાળે.

ડીસા નગર પાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, આપની એન્ટ્રી પણ કોંગ્રેસના ફાળે સમ ખાવા પૂરતી એક બેઠક આવી.

પાલનપુર નગર પાલિકામા ભાજપ સત્તા જાળવવામા સફળ, ભાજપને ૩૨ અને કોંગ્રેસને ૧૨ બેઠકો મળી.

ભાભર નગર પાલિકામાં ફરી ભાજપનુ શાસન આવશે, ૨૪માંથી ભાજપના ૨૨ ઉમેદવાર વિજેતા.

દાંતીવાડાની મોટી મહુડી બેઠક પર ભાજપ અને કાંકરેજની માંડલા તાલુકા પંચાયત બેઠક કોંગ્રેસના ફાળે.

ડીસાના બલોધર ગામ નજીક અજાણ્યા વાહને રીક્ષાને ટક્કર મારતા બે મહિલાઓના મોત, ત્રણને ઇજા.

દાંતીવાડાના વાછોલની પરણિતા પાસે ૨૧લાખ દહેજ માંગી મારઝૂડ કરતાં ફરીયાદ નોંધાઇ.

રાધનપુર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો : ભાજપને ૧૮ માંથી ૧૬ અને કોંગ્રેસને માત્ર ૨ બેઠકો મળી.

ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો, કામદાર પેનલનો પનો ટૂંકો પડ્યો, ભાજપને ૧૯ અને કામદાર પેનલ ૧૫ બેઠક જ્યારે ૨ બેઠકો અપક્ષના ફાળે.

કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકાર્યુ, માર્ચના અંત સુધી નવા અધ્યક્ષ અને વિપક્ષ નેતા જાહેર થશે.

અમરેલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની માત્ર બે મતથી જીત, ધારીની ભાડેર બેઠક પર સર્જાયો અપસેટ.

કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો : પ્રથમ દિવસે 25 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું , 4 લાખથી વધુ લોકોને રસી મૂકવામાં આવી.

મધ્યપ્રદેશના સાંસદ નંદકુમાર ચૌહાણનું મૃત્યુ ; 22 રાજ્યના 140 જિલ્લામાં કોરોનાની ગતિ ઝડપી બની.

પેટ્રોલ-ડિઝલ સસ્તુ થશે, નાણાં મંત્રાલય ટેક્સ ઘટાડશે, કેન્દ્રની રાજ્યો સાથે વાત થઈ રહી છે; 15 માર્ચ સુધી ઘટી શકે છે કિંમત.

ભારતીય કોરોના વેક્સિન પર સાયબર-અટેક, ચીનના હેકર્સે કરી ફોર્મ્યુલા ચોરવાની કોશિશ.

WHOએ કહ્યું- આ વર્ષે કોરોના મહામારી સમાપ્ત નહીં થાય, આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૂ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.