Rakhewal | 02-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

વાવના માવસરી ગામે યુવક યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં લાશો મળી, પ્રેમ પ્રકરણની આશંકા, માવસરી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

દાંતામાં કૌટુંબિક ભાઇના હત્યારાને આજીવન કેદ, પાલનપુરની સાતમી એડિશનલ કોર્ટનો ચૂકાદો.

દાંતાના દીવડીમાં ૮૨૨ વર્ષ જૂની સાડાચાર ફૂટની ૨ જૈન મૂર્તિ મળી, જિનાલયના તૂટેલા ઘુમ્મટ સહિતના અવશેષો પણ મળ્યા.

પાલનપુરના જગાણા અને ચંડીસરના ખોડલાથી લીલા લાકડા ભરેલા બે ટ્રેક્ટર ઝડપાયા.

લાખણીના ગેળા હનુમાન મંદિરે ભાવિકોની પાંખી હાજરી, પોલીસ દ્વારા સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન.

થરા નગરમાં બેંકોમાં સોશીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડયા, કોરોના સંક્રમણ વધવાની દહેશત.

મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમનના જામીન નામંજૂર, ચૂંટણી ટાંણે સમર્થકોમાં દોડધામ.

બ્રિટનથી રાજકોટ આવેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઇ પુના લેબ ખાતે મોકલવામાં આવ્યા.

રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગ્રેડ પેમાં વધારાની માંગ સાથે હડતાલ પર ઉતરશે. જો સરકાર માંગ નહીં સ્વીકારે તો વેકસીનેશન પર પડશે અસર.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૧ અને ૨૮ ફેબ્રુઆરીએ યોજવાની તૈયારી, ૨૧ ફેબ્રુઆરીએ મનપા અને નગરપાલિકા અને ૨૮ ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની તૈયારી.

આગામી બે કે ત્રણ દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતને મળશે, વેક્સિનના 10 કરોડ યુનિટ તૈયાર છેઃ નીતિન પટેલ.

ગુજરાતમાં કોરોનાનો ખતરનાક નવો સ્ટ્રેન દેખાયો, યુકેથી આવેલા 4 લોકોમાં જોવા મળ્યો, SVPમાં દાખલ.

ધુમ્મસને કારણે ઉત્તર ભારતથી અમદાવાદ અવરજવર કરતી 21 ફ્લાઇટ્સ કેન્સલ, કુલ 20 ફ્લાઇટ્સનાં શિડ્યૂલ ખોરવાયાં.

લુણાવાડા મામલતદારની સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, મામલતદાર સહિત ડ્રાઇવરનું મોત.

ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના છબરડાની પરંપરા યથાવત, ધોરણ-9ના પાઠ્ય પુસ્તક પર ધોરણ -11નું ટાઈટલ છાપી દીધું.

જરૂરી ડોક્યુમેન્ટના અભાવે છેલ્લા બે મહિનામાં અમેરિકા પહોંચેલા 200થી વધુ ગુજરાતીઓને એરપોર્ટ પરથી જ પરત ફરવું પડ્યું.

ખેડૂત આંદોલન : ગાજીપુર બોર્ડરના ધરણાં-સ્થળ પર ખેડૂતે ફાંસી લગાવી આપઘાત કર્યો, અત્યારસુધીમાં 25થી વધુ ખેડૂતોએ ગુમાવ્યા જીવ.

IIM સંબલપુરનો શિલાન્યાસ, વડાપ્રધાન મોદીએ કહ્યું- અમે 6 વર્ષમાં 14 કરોડ ગેસ કનેક્શન આપ્યા, એટલા જ કનેક્શનનું 67 વર્ષમાં વિતરણ કરાયું.

પંજાબમાં 2 ડિગ્રી તાપમાન, 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો; MP અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના.

અમેરિકા બાદ હવે બ્રિટનમાં હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા નહીં, બ્રિટનમાં એક જ દિવસમાં કોરોનાના 25 હજાર દર્દીઓ દાખલ કરાયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.