Rakhewal | 01-03-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

પાલનપુર નગરપાલિકાની મતગણતરી જગાણા એન્જીનિયરીંગ કોલેજ જયારે ડીસાની એસ.સી.ડબલ્યુ સ્કુલ ખાતે થશે, ભાભર, ધાનેરા, થરા નગરપાલિકા અને તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીની મતગણતરી સંબંધિત મામલતદાર કચેરીમાં થશે.

કાંકરેજ તાલુકાના મોટાજામપુર ગામે ગેસ ગળતરના કારણે ખેડૂતપુત્ર ભાગીયાનું મોત, ચારનો બચાવ.

પાંથાવાડા હાઇવે ઓળંગતા યુવકનું ટ્રેલર નીચે આવી જતા સાતસણના ગામના યુવકનું ઘટના સ્થળે મોત.

દાંતીવાડા પાસેની સુંઢા નજીક પસાર થતી કેનાલમાં ગાબડું પડતાં ખેતરો બેટમાં ફેરવાયા.

ડીસાના જલારામ બંગલોઝમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફડાતફડી, ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો.

અસહ્ય ગેસ સીલિન્ડરના ભાવ વધારા મામલે ડીસામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ડીસા બનાસ નદી પટમાંથી અજાણ્યા શખ્સની લાશ મળતાં ચકચાર.

તેનીવાડા બ્રિજ ઉપર અજાણ્યા વાહને રીક્ષાને પાછળથી ટક્કર મારતા બે મહિલા ઇજાગ્રસ્ત, બન્ને મહિલાઓને ૧૦૮ દ્વારા પાલનપુર સારવાર માટે ખસેડાઇ.

અંબાજી નજીક આવેલ રાણપુર બંગલા પાસે ગુજરાત ટ્રાવેલ્સ પર ગઈકાલે રાત્રીના સમયે પથ્થરમારો, ટ્રાવેલ્સ સંચાલકે પોલીસને જાણ કરી.

ઊંઝા નજીક બેફામ કારની ટક્કરે બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત.

ગાંધીનગર વિધાનસભામાં રાજ્યપાલના પ્રવચન સાથે બજેટ સત્રનો પ્રારંભ, કોરોના સંક્રમણના પગલે ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા બદલાઈ, ૩ માર્ચે નાણાં મંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે.

ગુજરાતમાં આજથી બીજા તબક્કાના રસીકરણનો પ્રારંભ, ૨૧૯૫ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે રસી આપશે જ્યારે ૫૩૬ ખાનગી હોસ્પિટલમાં ૨૫૦ રૂપિયામાં રસી આપશે.

કોરોનાના કારણે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો રદ, ૭ માર્ચથી યોજાવાનો હતો મેળો, અગાઉ પરિક્રમા પણ રદ કરાઈ હતી.

અમદાવાદમાં મેટ્રો, સેશન્સ અને ગ્રામ્ય કોર્ટની ફિઝિકલ કામગીરી શરૂ, વકીલોએ ફટાકડા ફોડી ઉજવણી કરી.

આજથી અમદાવાદ મેમૂ ટ્રેન શરૂ, રૂા.25 ભાડાની સામે રિઝર્વેશન-કન્વેન્શનલ ચાર્જ સાથે રૂા.58 ચૂકવવા પડશે.

ગુજરાતમાં સતત 5 દિવસ કેસ વધ્યા બાદ નવા કેસોમાં સામાન્ય ઘટાડો, 401 કેસ અને 1નું મોત, 301 દર્દી સાજા થયા.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સ્થાનિક લોકો પ્રવાસીઓને સંસ્કૃત ભાષામાં ગાઈડ કરશે, 16 લોકોને સંસ્કૃત ભાષાની તાલીમ અપાઈ.

દેશમાં જાન્યુઆરીમાં 87 હજાર એક્ટિવ કેસ ઘટ્યા હતા, ફેબ્રુઆરીમાં એક્ટિવ કેસમાં ઘટાડો થવાને બદલે વધીને 1.65 લાખને પાર થયા.

વડાપ્રધાન મોદી પછી બિહારના સીએમ નીતીશ કુમાર અને નવીન પટનાયકે પણ લીધી વેક્સિન.

ગલવાન હિંસા બાદ ચીને મુંબઈના પાવર સપ્લાઈ સિસ્ટમ પર સાઈબર એટેક કર્યો હતો,10-12 કલાક વીજ પુરવઠો ખોરવાયો હતો.

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા પર ઋણ વધીને રેકોર્ડ 29 લાખ કરોડ ડોલરે પહોંચ્યું, ભારતનું જ ઋણ 16 લાખ કરોડ રૂપિયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.