Headlines 19-08-2020 | Rakhewal

https://youtu.be/J4P9y3GyMKg
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

લાખણીમાં એક વર્ષ પહેલાં બનાવેલ રોડમાં ગેરરિતીની પોલ ખૂલી : કરોડોની ગ્રાન્ટમાંથી સાડા ત્રણ કિલોમીટર બનાવેલ ફોર લેન રોડમાં ગાબડા પડ્યા.

ડીસાના સમશેરપુરા ગામે ફરિયાદ પાછી ખેંચવા બાબતે હુમલો : ગામના ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ.

ડીસાના ડોક્ટર હાઉસ નજીક બાઇકની ચોરી, શહેરમાં બાઇક ચોર ટોળકી સક્રીય થતાં લોકોમાં ફફડાટ.

ડીસામાં સોશ્યલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગર : કોરોના મહામારી વચ્ચે પણ લોકો બેફિકર અને બેફામ.

વૃક્ષારોપણ અને જળસંચય થકી જિલ્લો નંદનવન બનશે : શંકરભાઈ ચૌધરી, બનાસડેરી અને જીસીએમએમએફના સયુંકત ઉપક્રમે ધાનેરા તાલુકાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

મેમદપુરના ખેડૂત દ્વારા વરસાદી પાણીનો જળ સંચય, ધાન્ધાર પંથકમાં જળ સંચયના સદકાર્ય માટે અનોખી પ્રેરણા પુરી પાડી.

વડગામના શ્રમજીવી યુવાનને જમણી બાજુએ હૃદય : દશથી પંદર હજાર બાળકમાંથી માત્ર એક બાળકને જમણી બાજુએ હૃદય હોય છે : તબીબોનો મત.

દિયોદરના

ભેસાણા ગામે કરંટ લાગતા ખેત મજૂરનું ઘટના સ્થળે જ મોત થતાં અરેરાટી.

મધરાતે રિલિફ રોડની હોટેલમાં ફિલ્મીઢબે ફાયરિંગ : પોલીસે કહ્યું, છોટા શકીલના શાર્પશૂટરે અઢી લાખ રૂપિયામાં ભાજપના નેતાની સોપારી લીધી હતી.

ટ્યૂશન ફી મુદ્દે હાઈકોર્ટે ઓર્ડર કર્યાના 15 દિવસ પછી પણ શિક્ષણમંત્રીએ સ્કૂલ સંચાલકો સાથે બેઠક નથી કરી.

સૌરાષ્ટ્રના ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, બે કાંઠે વહેતી ઘેલો નદીમાં પિતા-પુત્ર તણાયા. વરસાદી આફતની આગાહીના પગલે રાજ્યના પોલીસ, કૃષિ સહિતના તમામ વિભાગોને સચેત રહેવા રાહત કમિશનરની તાકીદ.

શ્રાવણી અમાસે ગીર સોમનાથના ત્રિવેણી સંગમ અને ગઢડાની ઘેલો નદીમાં ભાવિકોનું ઘોડાપૂર, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય : સરકારી નોકરી માટે હવે જાતભાતની પરીક્ષામાંથી મુક્તિ, NRA કરાવશે કોમન એલિજિબિલિટી એન્ટ્રેસ ટેસ્ટ.

13 દેશો સાથે એર બબલ કરાર પર ભારતની વાતચીત ; ફસાયેલા દરેક ભારતીયને વતન પરત લવાશે.

તેલંગાણામાં 72 કલાકથી ભારે વરસાદ પડતાં સ્થિતિ બગડી, ગોદાવરી નદીનું પાણી ઘરોમાં ઘૂસ્યું.

સુપ્રીમકોર્ટે કહ્યું – વિદ્યાર્થીઓ માટે શું યોગ્ય છે એ તેઓ જાતે નક્કી ન કરી શકે, ગ્રેજ્યુએશન ફાઇનલ યરની પરીક્ષા રદ કરવા અંગે ચુકાદો અનામત.

કેબિનેટે બુધવારે મહત્વનો નિર્ણય કર્યો, દેશના બીજા 6 એરપોર્ટનું મેનેજમેન્ટ અને ઓપરેશન ખાનગી કંપનીઓને અપાશે.

વાયુસેનાએ સ્વદેશી ફાઈટર વિમાન તેજસને પશ્ચિમી સરહદે તૈનાત કર્યું, પાકિસ્તાન સાથેની સરહદ પર નજર રાખશે.

ચૂંટણી કમિશનર અશોક લવાસાનું રાજીનામું : લવાસા આગામી મહિને એશિયન ડેવલપમેન્ટ બેન્કમાં જોડાશે, લોકસભા ચૂંટણીમાં મોદીને ક્લિન ચીટ આપવાનો વિરોધ કર્યો હતો.

વિશ્વમાં 2 કરોડ 20 લાખ કેસ : ઓસ્ટ્રેલિયાના PM મોરિસને કહ્યું- અમે કોરોના વેક્સિન બનાવીને નાગરિકોને મફતમાં આપીશું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું – ચીને દેશ અને દુનિયા સાથે વગર વિચારે વર્તન કર્યું, અમો તેની સાથે વાત પણ કરવા માંગતા નથી.

ફેસબુકે કહ્યું – ટ્રમ્પે નફરત ફેલાવનારું ભાષણ કે ખોટી માહિતી પોસ્ટ કરી તો અમે તેને ડિલીટ કરી દઈશું.

કોરોના વાઈરસ અંગે WHO ની સૌથી મોટી ચેતવણી, યુવાઓને વૃદ્ધો અને બીમાર લોકો માટે જોખમી ગણાવ્યા.

આફ્રિકાના દેશ માલીમાં સત્તા પલટવાનો પ્રયાસ, વિદ્રોહી સૈનિકોએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને બંધક બનાવ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.