Headlines 17-08-2020 | Rakhewal

https://youtu.be/4uT_ocFVO-8
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠામાં સર્વત્ર શ્રીકાર વર્ષા, દિયોદરમાં અઢી અને ડીસામાં બે ઈંચ વરસાદ : જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદના પગલે ખેડૂતો સહીત આમપ્રજામાં ખુશીની લહેર.

ડીસાના કંસારી ગામના તળાવમાં તરતી લાશ દેખાતા ચકચાર : અજાણ્યા યુવકની હત્યા કે આત્મહત્યા ? પોલીસ તપાસ શરૂ.

અમદાવાદથી નીકળતો વ્યાસવાડી પગપાળાનો સંઘ માતાજીની ધજા લઈ આજે અંબાજી આવી પહોંચ્યો, ભાદરવી પુનમનો મેળો અને મંદિર બંધ હોવાથી સંઘ વહેલા પહોચ્યો.

વડગામ દૂધ મંડળીના ૧૧ સભ્યોની ચૂંટણીમાં ૨૨ ઉમેદવારો મેદાનમાં, બે પેનલો વચ્ચે નિર્ણાયક ચૂંટણી જંગથી ગરમાવો.

ડીસામાં શાંતિનગર નજીક હાઇવે ઉપર વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી, પાલિકા દ્વારા રસ્તો તોડી પાણીનો નિકાલ કરાયો.

દિયોદરના ભરચક વિસ્તારમાં આવેલ ગેરેજમાં ગાડી અચાનક સળગી ઉઠતા અફરાતફરી મચી : ગાડીને આગ લાગતાં ગેરેજમાં રહેલ ફાયર સેફટીના સાધનો દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો.

છાપી પોલીસે નાસતા ફરતા પોસ્કોના આરોપીને સુરતથી ઝડપી લીધો, પોલીસે કુલ ત્રણ કપલ શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી.

રાધનપુર પાલિકાના કોંગ્રેસના 11 સદસ્યો રાજસ્થાન ભણી રવાના : બાદમાં પાંચ સદસ્યો પણ જશે, પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની અગમચેતી.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 192 તાલુકામાં વરસાદ, 195 રસ્તાઓ અને 3 રૂટની એસટી બસ સેવા બંધ, 94 ડેમ હાઈ એલર્ટ પર : આગામી 48 કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.

જામનગરના કાલાવડમાં બપોરે દોઢ વાગે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો : કોરોનાના કહેર વચ્ચે બે દિવસમાં ભૂકંપના 7 હળવા આંચકાથી ભય.

નડિયાદ નજીક નેશનલ હાઇવે નંબર 8 પર બે કાર વચ્ચે અકસ્માત, અમદાવાદના એક જ પરિવારના 4 સહિત 5 લોકોના મોત, 5ને ઈજા

9 મહીના પછી ભારત અને નેપાળે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરી, ભારતની મદદથી હિમાલય ક્ષેત્રમાં ચાલી રહેલી પરિયોજનાઓ પર ચર્ચા.

દેશમાં કોરોનાના 26 લાખ 51 હજાર કેસ : બિહારમાં અનલોક ત્રણ 6 સપ્ટેમ્બર સુધી વધ્યું, ધાર્મિક સ્થળ અને મોલ બંધ રહેશે, મહારાષ્ટ્રમાં શરદ પવારના 2 સુરક્ષાકર્મી પોઝિટિવ.

68 વર્ષના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર રાજ્યસભા અને લોકસભા સાથે નહીં ચાલે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથેનું આ પ્રકારનું પહેલું સત્ર.

દેશમાં કોરોના વેક્સીન અંગે નેશનલ એક્સપર્ટ ગ્રુપની આજે ફાર્મા કંપનીઓ સાથે મીટિંગ ; અમેરિકા અને બ્રિટનના વેક્સીન પ્લાન પર નજર છે.

પરીક્ષા સંદર્ભે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : NEET અને JEE ની પરીક્ષાના આયોજનને લીલી ઝંડી આપી, કહ્યું- વર્ષ બગાડી ન શકાય.

કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળો પર આતંકી હુમલો ; 1 પોલીસ ઓફિસર અને CRPF ના 2 જવાન શહીદ, બે આતંકી ઠાર મરાયા.

રશિયા કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો તૈયાર કરી રહ્યું છે, ભારતીય કંપનીઓ લીલી ઝંડી મળતાં જ આયાત કરવા ઈચ્છુક.

વિશ્વમાં કોરોનાના 2 કરોડ 18 લાખ કેસ : અમેરિકામાં મોતનો આંકડો 1.7 લાખ પાર, ઇટલીમાં નાઇટક્લબ અને ડિસ્કો ત્રણ અઠવાડિયા માટે બંધ.

દક્ષિણ કોરિયામાં સરકાર વિરુદ્ધ 10 હજાર લોકો રસ્તા પર ઊતર્યા, વિરોધમાં ડિસ્ટન્સિંગ જ ભૂલી ગયા.

બેલારુસમાં રાષ્ટ્રપતિ લુકાશેંકોના રાજીનામાંની માંગ, રાજધાની મિંસ્કમાં 2 લાખ લોકો રસ્તા પર ઉતર્યા, રશિયાએ કહ્યું, અમે સેનાની મદદ પહોંચાડવા માટે તૈયાર.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.