Headlines 04-08-2020 | Rakhewal

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

ડીસામાં અનલોક ૩ માં તસ્કરો સક્રિય, હાઇવે પરના ત્રણ મકાનોના તાળા તૂટ્યા, લાખોનો મુદ્દામાલ ચોરી તસ્કરો પલાયન.

ડીસાના સીંધી કોલોની વિસ્તારમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા.

થરાદમાં ટ્રેક્ટરને બચાવવા જતાં ટ્રેલર અને બે ઇકો વચ્ચે ત્રિપલ અકસ્માત, સદભાગ્યે જાનહાનિ ટળી.

આવતીકાલથી ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ફરી મેઘસવારી, સુત્રાપાડામાં ૭, માંગરોળમાં ૪ ઇંચ
અમરેલી, સોરઠના જિલ્લાઓમાં મેઘ મહેર.

ગાંધીનગર સચિવાલય તથા સ્વર્ણિમ સંકુલના 30થી વધારે કર્મચારીને કોરોના : એકનું મોત, સરકારી કર્મીઓમાં ફફડાટ.

અયોધ્યા રામ મંદિર શિલાન્યાસની સુરતમાં ઉજવણી, વરાછાના માનગઢ ચોકને શણગારાયો.

ગુજરાત વિદ્યાપીઠની 6 ઓગસ્ટથી શરૂ થતી પરીક્ષા મોકૂફ, વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ હોવાથી નિર્ણય લેવાયો.

UPSCની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ, IPSની ટ્રેનિંગ સાથે દેશમાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો : 2019માં દેશભરમાં 94મો ક્રમ મળતાં IASની જગ્યાએ IPS કેડરમાં તક મળેલી.

કચ્છમાં 3.6 અને 3.3 જ્યારે ભરૂચમાં 3.3.નો ધરતીકંપ, આંચકો હળવો હોવાથી કોઈ નુકસાન નહીં : ખાવડાથી 35 કિમી દૂર પાકિસ્તાન સરહદ નજીક ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું.

અયોધ્યામાં ચોતરફ નાકાબંધી, આવતીકાલે 3 કલાક વડાપ્રધાન રોકાશે, આજે વર્ષો પછી હનુમાનગઢીના વિશેષ પ્રતીકોની પૂજા કરાશે : મોદી પારિજાતનો છોડ રોપશે, યોગીએ કહ્યું- જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, તે લોકો જ આવશે.

UPSC નું પરિણામ જાહેર : 2019ની પરીક્ષામાં 829 ઉમેદવારોની પસંદગી, પ્રદીપસિંહ ટોપ રહ્યા, IAS અને IPS સહીત 4 સર્વિસમાં એપોઇન્ટમેન્ટ થશે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કરવાના ઐતિહાસિક પગલાને કાલે એક વર્ષ પૂરું થશે : શ્રીનગરમાં આજથી બે દિવસનો કર્ફ્યૂ, ભાગલાવાદી અને પાકિસ્તાન સમર્થિત ગ્રૂપનો વાતાવરણ બગાડવાનો પ્રયત્ન.

ભારતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધુ કેસ નોંધાયા.

મુંબઇમાં ૧૦ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ, શહેરના મોટાભાગના વિસ્તારોમાં કેડ સુધીના પાણી, ટ્રેન વ્યવહારને અસર : દુકાનો – ઓફિસો બંધ, લોકોને ઘરમાં રહેવા સલાહ, હજુ ભારે વરસાદની ચેતવણી.

કાશ્મીર મામલે ભારતે યુએનમાં કહ્યું – દુનિયા જાણે છે કે પાકિસ્તાન 40 હજાર આતંકીઓનો ગઢ અને આશ્રય સ્થાન, દરેક હુમલાના મૂળ પાકિસ્તાન સાથે જોડાયેલા.

અફઘાનિસ્તાનના જલાલાબાદમાં આત્મઘાતી હુમલામાં 29ના જીવ ગયા, 18 કલાક ચાલેલી અથડામણમાં 3 આતંકવાદી મરાયા.

WHO એ કહ્યું – કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં ભારતની મુખ્ય ભૂમિકા, આંતરરાષ્ટ્રીયસ્તરે મહત્વનું યોગદાન આપ્યુ.

અમેરિકન રાષ્ટ્રપતિની ટ્રમ્પે કહ્યું – 15 સપ્ટેમ્બર સુધી ટિકટોક ન વેચાયું તો અમેરિકામાં એપના ઉપયોગ પર પ્રતિબંધ મુકાશે, માઇક્રોસોફ્ટ સાથે ડીલ ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.