પાટણ કલેકટરની અધ્યક્ષતામાં એકતા રથયાત્રા સમીક્ષા બેઠક યોજાઇ

 
 
                    પાટણ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં દેશની એકતા અખંડિતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરૂષ તરીકે મહાન રાષ્ટ્રસપુત શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પ્રસંગે એકતા રથયાત્રાનું સરકારશ્રી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પાટણ ખાતે કલેકટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષ સ્થાને કોર કમીટીના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, બે તબક્કામાં એકતા રથયાત્રા યોજાશે. 
આ એકતા યાત્રામાં તાલુકા અને જિલ્લા પંચાયતના તમામ ગામોને આવરી લેવાશે. જેમાં સ્વાગત, સન્માન, ડોકયુમેન્ટ્રી, ફિલ્મ-શો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સાહિત્ય, ખેડૂત શિબિર વિતરણ જેવા કાર્યક્રમો યોજાશે. 
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીરાજેશ રાજયગુરૂ, નિવાસી અધિક કલેકટર બી.જી. પ્રજાપતિ,  ડી.આર.ડી. એ.ના નિયામક દિનેશભાઇ પરમાર, પ્રાંત અધિકારીઓ, કોર કમીટીના લાઇઝન અધિકારી, સંકલન અધિકારી તેમજ એકતા રથયાત્રાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી હાજર રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.