બિહારમાં ટીચર્સની ખરાબ હાલત Sundayને લખે છે સોન-ડે, 100 સુધીની ગણતરી પણ નથી આવડતી

અહીં 'શિક્ષક પાત્રતા પરિક્ષા 2011'માં નકલી શિક્ષકોની નિમણૂક મામલે એસઆઈટીએ બેગૂસરાયમાં એક મહિલા શિક્ષક મંજૂ કુમારીની ધરપકડ કરી લીધી છે. મહિલાની બેગૂસરાયના બખરીમાંથી મોડી રાતે ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ હાલ આ મહિલાની પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંજૂએ પોલીસને જણાવ્યું કે, તેણે શિક્ષક બનવા માટે એક દલાલને રૂ. 6 લાખની રકમ આપી છે. તે દલાલે બોર્ડ કર્મચારીઓ સાથે શું સેટિંગ કરાવીને તેને પાસ કરાવી તેની તો એને પણ ખબર નથી. તેણે પરીક્ષા આપી હતી તે વાત સાચી છે. આ મામલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમે બેગૂસરાયના બલિયામાં દરોડા પાડીને અન્ય ત્રણ શિક્ષિકા સુમન કુમારી, પૂજા ભારતી અને શ્વેતાની ધરપકડ કરી છે.
 
એસઆઈટીને તે મોટા દલાલ વિશે ખબર પડી ગઈ છે અને તપાસમાં અસર ન પડે તે માટે તેનું નામ છુપાવી રહી છે. તે દલાલની ધરપકડ કરવા માટે એસઆઈટીની ટીમ બખરી, બલિયા, સાહેબપુર કમાલ, મંઝોલામાં દરોડા પાડી રહી છે. પોલીસે તેના ઘણાં શંકાસ્પદ અડ્ડાઓ પર દરોડા પાડ્યા છે પરંતુ તે અત્યાર સુધી પકડાયો નથી. આ મોટા દલાલના સંપર્કમાં અમુક નાના દલાલો પણ છે. આ નાના દલોલોએ જ તેને ગ્રાહક લાવીને આપ્યા હતા અને તેમાં પોતાનું કમિશન રાખ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 60 ટકા રકમ બોર્ડ કર્મીઓને આપવામાં આવી છે જ્યારે 40 ટકા રકમ દલાલોના પોકેટમાં ગઈ છે. દલાલોની ધરપકડ પછી ઘણાં બોર્ડના કર્મચારીઓ અને પૂર્વ કર્મચારીઓની ધરપકડ થવાની શક્યતા છે.
 
પટના એસઆઈટીએ જ્યારે ધરપકડ કરાયેલી 3 મહિલા શિક્ષકો પૂજા ભારતી, સૂમન અને શ્વેતાની પૂછપરછ કરી ત્યારે તેઓ દંગ થઈ ગયા હતા. પૂજાએ કહ્યું કે, તે બીએ પાસ છે. પરંતુ જ્યારે તેને બીએનું ફૂલફોર્મ પૂછવામાં આવ્યું તો તે તેને ખબર નહતી. સનડેનો સ્પેલિંગ લખવાનો કહ્યો તો તેણે સોનડે લખ્યું હતું. ત્રણેયને જ્યારે ઈંગ્લિશમાં 1થી 100નું કાઉન્ટિંગ કરવાનું કહ્યું તો પણ તે એકેય સાચુ નહતું લખ્યું. પૂજાએ ફિફટીનને ફિફ્ટી કહ્યા અને સૂમને ફોર્ટીનને ફોર્ટી કહ્યા હતા. તેમને અંગ્રેજીમાં ફળ અને મહિનાના નામ લખતા પણ નહતું આવડતું. તેમને પૂછ્યું કે, બાળકોને કેવી રીતે ભણાવો છે તો તેમણે કહ્યું કે, પુસ્તક જોઈને કઈંક ભણાવી દઈએ છીએ. નોકરી કેવી રીતે મળી તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, સાચી માહિતી નથી. પરીક્ષામાં બેઠા હતા. ગોળ-ગોળ જવાબ ભરવાના હતા તે મે ભરી દીધા. પતિ અને પરિવારજનો દલાલને શોધી લાવ્યા હતા તેથી શુ સેટિંગ કર્યું તે એ લોકોને જ ખબર છે.
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2016માં બોર્ડમાં ઈન્ટર ટોપર કૌભાંડ થયું હતું. તે સમયે બોર્ડના કર્મચારી અને અધિકારીઓ એટલા માટે નહતા પકડાયા કારણ કે તેમની સામે પુરતાં પુરાવા નહતા મળ્યા. તેથી ઘણાં લોકોની પૂછપરછ અધુરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નકલી શિક્ષક ભરતીમાં ઘણાં લોકોના નામ સામે આવ્યા હતા. તેમના વિરુદ્ધ અમુક પુરાવા મળતા હવે પોલીસ તેમની તપાસ કરી રહી છે.
 
તપાસ ટીમનું કહેવું છે આ વિશે વધારે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારપછી બિહાર બોર્ડના નિવૃત્ત પદાધિકારીએ 19 જુલાઈએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસને આઈઓ સંજય કુમાર હેન્ડલ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં સુપરવિઝન પછી પ્રિવેન્શન ઓફ કરપ્શન એટલે કે ભ્રષ્ટાચારી નિરોધી અધિનિયમની કલમ લાગુ કરવામાં આવશે. ત્યારપછી આ કેસના આઈઓ કોઈ ડીસીપી સ્તરના અધિકારીને બનાવવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.